android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar : મહાશિવરાત્રી મેળામાં આવતા યાત્રિકો માટે Dy.CM હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ એસ. ટી. નિગમ દ્વારા કુલ 1 હજાર બસોનું સંચાલન
calendar_today February 13, 2026

Gandhinagar : મહાશિવરાત્રી મેળામાં આવતા યાત્રિકો માટે Dy.CM હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ એસ. ટી. નિગમ દ્વારા કુલ 1 હજાર બસોનું સંચાલન

મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે જૂનાગઢ ખાતે યોજાઈ રહેલા 'મીની કુંભ' મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સલામત અને સુલભ મુસાફરી માટે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સુયોગ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના ખૂણે-ખૂણેથી આવતા યાત્રિકોને પરિવહનમાં કોઈ અગવડ ન પડે તે માટે આ વર્ષે કુલ ૧,૦૦૦ બસોનું સંચાલન કરવામાં આવશે.શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા મેળા દરમિયાન જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લા જેવા જેમાં નજીકના જિલ્લાઓમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે ૩૩૦ બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, કચ્છ, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદ જેવા અન્ય જિલ્લાઓમાંથી આવતા યાત્રિકો માટે નિગમ દ્વારા વધારાની ૫૦૦ બસોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જરૂર પડે તો વધારાની ૭૫ બસોને સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે. ડમરુ યાત્રા' માટે ૧૪ મીની બસો ફાળવવામાં આવી યાત્રિકોની સુવિધા માટે જૂનાગઢ બસ સ્ટેશનથી વાઘેશ્વરી મંદિર સુધી મુસાફરોની અવરજવર માટે ૮૫ મીની બસો ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, કર્મચારીઓ માટે ૧૩ મીની બસ અને 'ડમરુ યાત્રા' માટે ૧૪ મીની બસો ફાળવવામાં આવી હતી. દિવ્યાંગો માટે ખાસ વ્હિલચેરની વ્યવસ્થા દિવ્યાંગ અને સિનિયર સિટીઝન માટે જૂનાગઢ બસ સ્ટેન્ડથી વાઘેશ્વરી મંદિર સુધી બસની સુવિધા તેમજ વાઘેશ્વરી મંદિરથી ભવનાથ મેળામાં જવા માટે ઓટો રિક્ષા અને દિવ્યાંગો માટે ખાસ વ્હિલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ 'પિંક બૂથ' ઊભા કરવામાં આવ્યા મેળા દરમિયાન યાત્રિકો માટે નિગમ દ્વારા સવિશેષ સુવિધાઓ કરવામાં આવે છે. જેમાં મહિલા શ્રદ્ધાળુઓની સહાયતા, સુરક્ષા, નિગમની સેવાઓ અને મેળા અંગેની તમામ વિગતો માટે ખાસ 'પિંક બૂથ' ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડ અને વાઘેશ્વરી મંદિર ખાતે શ્રદ્ધાળુઓ માટે હાઈજેનિક ટોયલેટ બ્લોક, સી.સી.ટી.વી. કેમેરા, શુદ્ધ પીવાનું પાણી, અન્નક્ષેત્ર તેમજ ગરમીને ધ્યાને રાખીને નિઃશુલ્ક છાસ અને લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ૧૦૦ ટકા જી.પી.એસ. ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા મોનિટરિંગ સમગ્ર પરિવહન પ્રક્રિયાને પારદર્શક અને ઝડપી બનાવવા માટે મેળામાં ઉપયોગમાં લેવાતી તમામ બસોનું ૧૦૦ ટકા જી.પી.એસ. ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા મોનિટરિંગ થઈ રહ્યું છે. મુસાફરોની સુવિધા માટે 'કેશલેસ/ડિજિટલ પેમેન્ટ' દ્વારા ટિકિટ મેળવવા માટે ઓ.ટી.પી.એલ. મશીનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ૮૫૦ કર્મચારીઓ ૨૪*૭ કાર્યરત રહેશે આ સમગ્ર મેળાના સુચારુ સંચાલન માટે જૂનાગઢ ઝોનના અધિકારીઓ અને સુપરવાઈઝર સહિત કુલ ૮૫૦ કર્મચારીઓ ૨૪*૭ કાર્યરત રહેશે. કોઈપણ ટેકનિકલ ખામી કે આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે મિકેનિકલ ટીમ અને ક્રેનની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. આ પણ વાંચો----    Ahmedabad : લો બોલો આ તો આચાર્ય કે લાચાર્ય ? બાળકની માતાને હોટલમાં બોલાવી હતી, બજરંગ દળના કાર્યકરોએ આચાર્ય કિરીટ ઝાલાને ઝડપ્યો

Read Full Story arrow_forward
Surat News: બિલ્ડર તુષાર ઘેલાણીએ એક મહિલાના બ્લેકમેલિંગથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ખુલાસો
calendar_today February 13, 2026

Surat News: બિલ્ડર તુષાર ઘેલાણીએ એક મહિલાના બ્લેકમેલિંગથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ખુલાસો

સુરતમાં ઘરમાં લગ્નની શરણાઈઓ વાગતી હતી અને બિલ્ડર તુષાર ઘેલાણીએ આપઘાત કરી લેતા પરિવારમાં માતમ છવાયો હતો. બિલ્ડરના મોત બાદ તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય લેવાયો હતો. હવે આ કેસમાં મોટો ખુલાસો થયો છે. બિલ્ડરે એક મહિલા દ્વારા કરવામાં આવેલા બ્લેક મેઈલિંગથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે. આ મહિલાએ બિલ્ડર પાસેથી પૈસા પડાવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.આ મહિલાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તુષાર ઘેલાણીના આપઘાત કેસમાં મોટો ખુલાસો સુરતમા બિલ્ડર તુષાર ઘેલાણીના આપઘાત કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. તેમણે એક મહિલા દ્વારા કરવામાં આવતા બ્લેક મેઈલિંગથી આપઘાત કર્યો છે. એક મહિલાએ તેમને ફસાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમની પાસેથી કેટલીક દુકાનો અને પૈસા પડાવ્યા હોવાની વાત પણ સામે આવી છે. તે ઉપરાંત આ મહિલાએ હોસ્પિટલમાં જઈને બિલ્ડરના પરિવાર સાથે ગેરવર્તન કર્યું હતું. મહિલા સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ બિલ્ડરના પરિવારે અગાઉ આ મહિલા સામે અરજી કરી હતી. જ્યારે ગત રોજ આ મહિલાએ બિલ્ડરના પરિવાર સામે અરજી કરી છે. હાલ સમગ્ર મામલે પોલીસ આ મહિલા કોણ છે તે અંગેની તપાસ હાથ ધરી છે. પોલીસે મહિલા સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે.આ પણ વાંચોઃ Rajkot News: જસદણમાં પ્રેમીને લોકોએ ભેગા થઈને માર મારીને અધમૂવો કરી નાંખ્યો, SPએ ASPને તપાસ સોંપી

Read Full Story arrow_forward
Gandhinagar News: જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે એસટી નિગમ દ્વારા 1 હજાર બસોનું સંચાલન
calendar_today February 13, 2026

Gandhinagar News: જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે એસટી નિગમ દ્વારા 1 હજાર બસોનું સંચાલન

મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે જૂનાગઢ ખાતે યોજાઈ રહેલા 'મીની કુંભ' મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સલામત અને સુલભ મુસાફરી માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સુયોગ્ય આયોજન કરવામાં આવ્યું છે.રાજ્યના ખૂણે-ખૂણેથી આવતા યાત્રિકોને પરિવહનમાં કોઈ અગવડ ન પડે તે માટે આ વર્ષે કુલ 1000 બસોનું સંચાલન કરવામાં આવશે.મેળા દરમિયાન જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લા જેવા જેમાં નજીકના જિલ્લાઓમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે ૩૩૦ બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. દિવ્યાંગો માટે ખાસ વ્હિલચેરની વ્યવસ્થા કરવામાં આવી અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, કચ્છ, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદ જેવા અન્ય જિલ્લાઓમાંથી આવતા યાત્રિકો માટે નિગમ દ્વારા વધારાની ૫૦૦ બસોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જરૂર પડે તો વધારાની ૭૫ બસોને સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે. યાત્રિકોની સુવિધા માટે જૂનાગઢ બસ સ્ટેશનથી વાઘેશ્વરી મંદિર સુધી મુસાફરોની અવરજવર માટે ૮૫ મીની બસો ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, કર્મચારીઓ માટે ૧૩ મીની બસ અને 'ડમરુ યાત્રા' માટે ૧૪ મીની બસો ફાળવવામાં આવી હતી.દિવ્યાંગ અને સિનિયર સિટીઝન માટે જૂનાગઢ બસ સ્ટેન્ડથી વાઘેશ્વરી મંદિર સુધી બસની સુવિધા તેમજ વાઘેશ્વરી મંદિરથી ભવનાથ મેળામાં જવા માટે ઓટો રિક્ષા અને દિવ્યાંગો માટે ખાસ વ્હિલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકો માટે નિગમ દ્વારા સવિશેષ સુવિધાઓ મેળા દરમિયાન યાત્રિકો માટે નિગમ દ્વારા સવિશેષ સુવિધાઓ કરવામાં આવે છે. જેમાં મહિલા શ્રદ્ધાળુઓની સહાયતા, સુરક્ષા, નિગમની સેવાઓ અને મેળા અંગેની તમામ વિગતો માટે ખાસ 'પિંક બૂથ' ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બસ સ્ટેન્ડ અને વાઘેશ્વરી મંદિર ખાતે શ્રદ્ધાળુઓ માટે હાઈજેનિક ટોયલેટ બ્લોક, સી.સી.ટી.વી. કેમેરા, શુદ્ધ પીવાનું પાણી, અન્નક્ષેત્ર તેમજ ગરમીને ધ્યાને રાખીને નિઃશુલ્ક છાસ અને લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર પરિવહન પ્રક્રિયાને પારદર્શક અને ઝડપી બનાવવા માટે મેળામાં ઉપયોગમાં લેવાતી તમામ બસોનું ૧૦૦ ટકા જી.પી.એસ. ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા મોનિટરિંગ થઈ રહ્યું છે. મુસાફરોની સુવિધા માટે 'કેશલેસ/ડિજિટલ પેમેન્ટ' દ્વારા ટિકિટ મેળવવા માટે ઓ.ટી.પી.એલ. મશીનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પણ વાંચોઃ PM Modi : સેવા તીર્થથી પીએમ મોદીનું સંબોધન, કહ્યું આજે ભારતની વિકાસ યાત્રામાં નવી શરૂઆત

Read Full Story arrow_forward