android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Indian Army: રાજ્યના 21 જિલ્લાઓ માટે આર્મી અગ્નિવીર ભરતી રેલી પ્રક્રિયા શરુ
calendar_today February 13, 2026

Indian Army: રાજ્યના 21 જિલ્લાઓ માટે આર્મી અગ્નિવીર ભરતી રેલી પ્રક્રિયા શરુ

રાજ્યના 21 જિલ્લાઓ માટે આર્મી અગ્નિવીર ભરતી રેલી પ્રક્રિયા શરુ થઇ ગઇ છે જે માટે ઉમેદવારોને જાણ કરવામાં આવી છેઆ જિલ્લાઓમાં ભરતી પ્રક્રિયા રાજ્યના અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટા ઉદેપુર, ડાંગ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, નર્મદા, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર, તા.પં., નવસારી, વડોદરા, વલસાડ અને વાવ થરાદ) અને ગુજરાત રાજ્યના બે કેન્દ્રશાસિત પ્રદેશો (દમણ, દાદરા અને નગર હવેલી) માટે આર્મી અગ્નિવીર ભરતી રેલી માટે 'ઓનલાઈન સામાન્ય પ્રવેશ પરીક્ષા' માટે ઓનલાઈન નોંધણી શરુ થઇ ગઇ છે. અગ્નિવીરની તમામ શ્રેણીઓમાં અરજી કરી શકો www.joinindianarmy.nic.in પર અગ્નિવીરની તમામ શ્રેણીઓ માટે 13 ફેબ્રુઆરી 2026 થી 01 એપ્રિલ 2026 સુધી શરૂ થઈ છે. 01 જુલાઈ 2005 થી 01 જુલાઈ 2009 (બંને દિવસો સહિત) વચ્ચે જન્મેલા ઉમેદવારો અગ્નિપથ યોજના હેઠળ અરજી કરવા પાત્ર છે. વધુ વિગતો માટે કૃપા કરીને www.joinindianarmy.nic.in પર પ્રકાશિત ARO અમદાવાદ સૂચના જોવા અપીલ કરાઇ છે.આ પણ વાંચો----    PM Modi : સેવા તીર્થથી પીએમ મોદીનું સંબોધન, કહ્યું સેવા તીર્થ ભારતની જનતાને સમર્પિત

Read Full Story arrow_forward
Gandhinagar News: વિધાનસભા સત્રમાં પ્રશ્નોત્તરી કાળમાં CM અને DyCMના વિભાગોના જવાબ આ મંત્રીઓ આપશે
calendar_today February 13, 2026

Gandhinagar News: વિધાનસભા સત્રમાં પ્રશ્નોત્તરી કાળમાં CM અને DyCMના વિભાગોના જવાબ આ મંત્રીઓ આપશે

ગુજરાત વિધાનસભાનું સત્ર આગામી 16 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પૂછવામાં આવતા સવાલના જવાબ કયા મંત્રી આપશે તે અંગે વિધાનસભા દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નોટીફિકેશન પ્રમાણે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના વિભાગના જવાબો અન્ય મંત્રીઓ આપશે. મુખ્યમંત્રી હસ્તક વિભાગોના જવાબો પાંચ મંત્રીઓ આપશે. વિધાનસભા દ્વારા નોટીફિકેશન જાહેર કરાયું વિધાનસભા દ્વારા જાહેર કરાયેલા નોટીફિકેશન પ્રમાણે રાજય સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, ઈશ્વરસિંહ પટેલ અને સંજય મહિલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હસ્તક વિભાગોના સવાલોના જવાબો આપશે. જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હસ્તકના વિભાગોના સવાલોના જવાબ ચાર મંત્રીઓ આપશે. જેમાં મંત્રી કમલેશ પટેલ, પ્રવિણ માળી, કૌશિક વેકરિયા અને જયરામ ગામિતનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના આ વિભાગોના જવાબો આપશે મુખ્યમંત્રીના વિભાગોની વાત કરીએ તો જીતુ વાઘાણી ખાણ ખનીજ અને બંદર પ્રભાગના સવાલોના જવાબો આપશે. ઋષિકેશ પટેલ માર્ગ મકાન અને પાટનગર યોજના, અર્જુન મોઢવાડિયા માહિતી પ્રસારણ, ઈશ્વરસિંહ પટેલ સામાન્ય વહિવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, બિન નિવાસી ગુજરાતી, નર્મદા અને કલ્પસર વિભાગના પ્રશ્નોના જવાબો આપશે. જ્યારે સંજયસિંહ મહિડા મહેસૂલ અને આપત્તી વ્યવસ્થાપન વિભાગના સવાલોના જવાબો આપશે. નાયબ મુખ્યમંત્રીના વિભાગોના જવાબો નાયબ મુખ્યમંત્રીના વિભાગોની વાત કરીએ તો, કમલેશ પટેલ પોલીસ હાઉસિંગ, જેલ અને સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી અને આબકારી વિભાગ, પ્રવિણ માળી વાહન વ્યવહાર, કૌશિક વેકરિયા કાયદો અને ન્યાયતંત્ર, જયરામ ગામિત રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગ, લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન વિભાગના સવાલોના જવાબો આપશે.આ પણ વાંચોઃ T20 World Cup: દિલ્હીમાં રમાયેલી મેચમાં UAEની ટીમે કેનેડાને 5 વિકેટે હરાવ્યું

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : આજે આપણે નવો ઈતિહાસ બનતાં જોઈ રહ્યાં છીએ, નોર્થ સાઉથ બ્લોકથી મહત્વના નિર્ણયો થયાઃ PM મોદી
calendar_today February 13, 2026

Gujarat Latest News Live : આજે આપણે નવો ઈતિહાસ બનતાં જોઈ રહ્યાં છીએ, નોર્થ સાઉથ બ્લોકથી મહત્વના નિર્ણયો થયાઃ PM મોદી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 13 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward