android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch : ભુજના એકતા સુપર માર્કેટ પાસે ચક્કાજામ, અકસ્માતના વધતા બનાવ લઈને સ્થાનિકોનો વિરોધ
calendar_today February 13, 2026

Kutch : ભુજના એકતા સુપર માર્કેટ પાસે ચક્કાજામ, અકસ્માતના વધતા બનાવ લઈને સ્થાનિકોનો વિરોધ

કચ્છના ભુજના એકતા સુપર માર્કેટ પાસે અકસ્માતના બનાવો વધી જતાં સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે.એકતા સુપર માર્કેટ પાસે ચક્કાજામ સ્થાનિકોમાં ભારે રોષના પગલે તેમણે એકતા સુપર માર્કેટ પાસે ચક્કાજામ કર્યો હતો. ટ્રાફિક જામના કારણે અનેક વાહનો અટવાઈ ગયા હતા રસ્તા પર ભારે વાહન અવરજવરના કારણે અકસ્માત લોકોએ આરોપ લગાવ્યો હતો કે આ રસ્તા પર ભારે વાહન અવરજવરના કારણે અકસ્માત થવાની શક્યતા વધી છે. સ્થાનિકોએ ટ્રાફિક સમસ્યાને લઈને વિરોધ નોંધાવ્યો છે.  પોલીસે ઘટનાસ્થળે પહોંચી લોકોને સમજાવાનો પ્રયાસ કર્યો ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી લોકોને સમજાવાનો પ્રયાસ કર્યો હતો અને ટ્રાફિક ફરી સામાન્ય કરવા અને વાહનચાલકો માટે માર્ગ ખોલવા પ્રયત્ન કર્યા હતા. આ પણ વાંચો----    Ahmedabad : લો બોલો આ તો આચાર્ય કે લાચાર્ય ? બાળકની માતાને હોટલમાં બોલાવી હતી, બજરંગ દળના કાર્યકરોએ આચાર્ય કિરીટ ઝાલાને ઝડપ્યો

Read Full Story arrow_forward
Gandhinagar News: શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને માઇનોર હાર્ટ એટેક આવ્યો, સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા
calendar_today February 13, 2026

Gandhinagar News: શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને માઇનોર હાર્ટ એટેક આવ્યો, સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા

ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને માઇનોર હાર્ટ એટેક આવ્યો હોવાની માહિતી સામે આવી છે. તેમને સારવાર માટે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને તપાસમાં બ્લોકેજ નીકળતા સ્ટેન્ટ મૂકવું પડ્યુ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજાની તબિયત હાલમાં સ્થિર હોવાની વિગતો પણ જાણવા મળી છે. તેઓ હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે ગયા હતાં આ દરમિયાન બ્લોકેજ હોવાની જાણ થઈ હતી.હૃદયમાં બ્લોકેજ હોવાનું જણાયું હતું પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજા આજે સાંજ સુધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કાર્યક્રમમાં હતાં. કાર્યક્રમ બાદ તેમની તબિયત નાદુરસ્ત જણાતા તેઓ રૂટીન ચેક અપ માટે તબીબી મુલાકાતે હોસ્પિટલ ગયા હતાં. જ્યાં તબીબોના ચેકઅપમાં તેમના હૃદયમાં બ્લોકેજ હોવાનું જણાયું હતું. ત્યાર બાદ તાત્કાલિક તેમની એન્જિયોપ્લાસ્ટી કરવાનો નિર્ણય લેવાયો હતો. તેમને બ્લોકેજને કારણે એક સ્ટેન્ટ મુકવુ પડ્યું છે. સર્જરી બાદ તેમની તબિયત સારી અને સ્થિર હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. હાલ તેઓ તબીબોની દેખરેખ હેઠળ છે. આ પણ વાંચોઃ T20 World Cup: દિલ્હીમાં રમાયેલી મેચમાં UAEની ટીમે કેનેડાને 5 વિકેટે હરાવ્યું

Read Full Story arrow_forward
Banaskantha : પાલનપુરની ચંડીસર GIDCમાં દરોડા, ફરી ઝડપાયું શંકાસ્પદ ઘી, અંદાજે 7.93 લાખની કિંમતનો ઘીનો જથ્થો જપ્ત
calendar_today February 13, 2026

Banaskantha : પાલનપુરની ચંડીસર GIDCમાં દરોડા, ફરી ઝડપાયું શંકાસ્પદ ઘી, અંદાજે 7.93 લાખની કિંમતનો ઘીનો જથ્થો જપ્ત

બનાસકાંઠા જિલ્લામાં પાલનપુરની ચંડીસર GIDCમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડામાં 1200 લિટરથી વધુ શંકાસ્પદ ઘી ઝડપાયું છે. આ જથ્થાની બજાર કિંમત અંદાજે ₹૭.૯૩ લાખ છે.શુદ્ધ ઘીના નમૂનાઓ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલ્યા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઝડપાયેલા ઘીમાંથી હેલ્થ પ્રીમિયમ શુદ્ધ ઘીના નમૂનાઓ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલ્યા છે. લેબોરેટરી રિપોર્ટના આધારે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવાની તૈયારી છે. ખોરાકમાં ભેળસેળ સામે સખ્ત એક્શન અહિંથી તંત્ર ખોરાકમાં ભેળસેળ સામે સખ્ત એક્શન મોડમાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ વડગામના માહીમાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જે ખોરાક સલામતીને લઈને સતર્કતાનું સંકેત છે. આ પણ વાંચો----  Ahmedabad : લો બોલો આ તો આચાર્ય કે લાચાર્ય ? બાળકની માતાને હોટલમાં બોલાવી હતી, બજરંગ દળના કાર્યકરોએ આચાર્ય કિરીટ ઝાલાને ઝડપ્યો

Read Full Story arrow_forward