android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: ઈચ્છાપોરમાંં મૂક-બધિર યુવતીના ફોટા પાડી વારંવાર દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીને ઝડપી લીધો
calendar_today February 15, 2026

Surat: ઈચ્છાપોરમાંં મૂક-બધિર યુવતીના ફોટા પાડી વારંવાર દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીને ઝડપી લીધો

સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની હદમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. સમાજમાં મહિલાઓની સુરક્ષા પર સવાલ ઉઠાવતી આ ઘટનામાં એક મૂક-બધિર (બહેરા-મૂંગા) યુવતીને ડરાવી-ધમકાવી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી અભિષેકકુમાર મોતીલાલ શાહને દબોચી લીધો છે.યુવતીને ડરાવી-ધમકાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ આરોપી અભિષેકે ભોગ બનનાર મૂક-બધિર યુવતીના કેટલાક ફોટા પાડી લીધા હતા. આ ફોટા સોશિયલ મીડિયા કે અન્ય જગ્યાએ વાયરલ કરવાની ધમકી આપી તે યુવતીને માનસિક રીતે ટોર્ચર કરતો હતો. પોતાની લાચારી અને સમાજમાં બદનામીના ડરના કારણે યુવતી કશું બોલી શકી નહોતી, જેનો ફાયદો ઉઠાવી આરોપીએ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું.પોલીસની કાર્યવાહીઘટનાની જાણ થતા જ ઈચ્છાપોર પોલીસે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી અભિષેક મોતીલાલ શાહને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની કડક પૂછપરછ હાથ ધરી છે અને ભોગ બનનાર યુવતીનું મેડિકલ પરીક્ષણ કરાવી કાયદેસરની કોર્ટ કાર્યવાહીની તજવીજ શરૂ કરી છે.આ પણ વાંચો: Surat: અડાજણમાં મેનેજરને બંધક બનાવી લૂંટ ચલાવનાર આરોપી 15 વર્ષે ઝડપાયો

Read Full Story arrow_forward
Junagadh News : મહાશિવરાત્રિના મેળામાં 11 હજાર  રુદ્રાક્ષધારી એક સંતના દર્શન કરવા લોકો ઉમટયા
calendar_today February 15, 2026

Junagadh News : મહાશિવરાત્રિના મેળામાં 11 હજાર રુદ્રાક્ષધારી એક સંતના દર્શન કરવા લોકો ઉમટયા

આવા જ 11 હજાર રુદ્રાક્ષધારી એક સંતના દર્શન કરવા ભકતોને મળ્યા છે, જેણે માથાથી પગ સુધી ધારણ કર્યા છે રુદ્રાક્ષ, એક નહીં બે નહીં પરંતુ પૂરા અગિયાર હજાર રુદ્રાક્ષની માળાઓથી શણગાર કર્યો છે, ભવનાથના મેળામાં સાધુ-સંતો દૂર દૂરથી ઊમટી પડે છે અને આવા જ ચેતનગીરી નામના સંત એ રુદ્રાક્ષનો મહિમા જાણતા હોવાથી તેઓએ પગથી માથા સુધી 11000 રુદ્રાક્ષની માળાઓ ધારણ કરી છે જેનું વજન અંદાજિત 15 થી 20 કિલો ઉપરનું થતું હશે સવારથી લઈને રાત્રે મોડે સુધી શરીર ઉપર ધારણ કરી અને મેળામાં આવતા ભાવિકોને દર્શન આપે છે. મેળામાં આવતા ભાવિકોને દર્શન આપે છે સંતો આટલું જ નહીં પરંતુ રુદ્રાક્ષ તમામ લોકો માટે ખૂબ જ આર્શીવાદ સમાન થાય છે કારણ કે રુદ્રાક્ષ પહેરવાથી લોહીનું પરિભ્રમણ નિયમિત થાય છે અને હૃદયને નુકસાન ઓછું પહોંચે છે તેમજ રુદ્રાક્ષના અનેક ફાયદાઓ પણ શરીરને થાય છે ત્યારે 11000 રુદ્રાક્ષ ધારણ કરી સાધુ ચેતનગીરી મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રુદ્રાક્ષ એ શિવનું અંગ છે ભગવાન શંકરની આંખમાંથી આંસુ પડ્યા તેમાંથી રુદ્રાક્ષનું સર્જન થયું, એટલે જ સાધુ સંતો રુદ્રાક્ષ ધારણ કરે છે જેને પહેરવાથી ઘણા કષ્ટો દૂર થાય છે અને હૃદય માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે આમ મેળામાં અનેક વિભૂતિઓ પોતાના અલગ અલગ વિશેષતા સાથે લોકોને પ્રભાવિત કરે છે. Ahmedabad News : અમદાવાદના નારોલમાં જમાઈએ કરી સસરાની હત્યા, પોલીસે તપાસ શરૂ કરી 

Read Full Story arrow_forward
Aravalli: ભિલોડાના ટાકાટુકા ગામે ખેતરમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ, 23 છોડ અને 9.70 કિલો જથ્થા સાથે એકની ધરપકડ
calendar_today February 15, 2026

Aravalli: ભિલોડાના ટાકાટુકા ગામે ખેતરમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ, 23 છોડ અને 9.70 કિલો જથ્થા સાથે એકની ધરપકડ

ભિલોડા પોલીસે ટાકાટુકા ગામના એક ખેતરમાંથી ગેરકાયદેસર રીતે વાવેલા ગાંજાના લીલા છોડનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે ખેતરના માલિક તરીકે કોઈ રાજકીય હસ્તીનું નામ હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. ભિલોડામાં ગાંજાના છોડ ઝડપાયાચોક્કસ બાતમીના આધારે ભિલોડા પોલીસે ટાકાટુકા ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં દરોડો પાડ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન ખેતરમાંથી 23 જેટલા ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેનું કુલ વજન અંદાજે 9.700 કિલોગ્રામ થાય છે. પોલીસે સ્થળ પરથી સંજય ગમાર નામના આરોપીની ધરપકડ કરી છે અને તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે.રાજકીય કનેક્શન અને તપાસની દિશાઆ કેસમાં સૌથી વધુ ચર્ચા ખેતરના માલિકી હક્કને લઈને થઈ રહી છે. સ્થાનિક સ્તરે ચર્ચા છે કે જે ખેતરમાંથી ગાંજાના છોડ મળ્યા છે, તે કોઈ સહકારી અને પૂર્વ રાજકીય આગેવાનનું છે. આ અંગે ભિલોડા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એ.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે, શનિવારે સરકારી કચેરીઓમાં રજા હોવાથી રેકોર્ડ પર ખેતર માલિકનું નામ હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.આ પણ વાંચો: Surat: ઈચ્છાપોરમાં મૂક-બધિર યુવતીના ફોટા પાડી વારંવાર દુષ્કર્મ આચર્યું, પોલીસે આરોપીને ઝડપી લીધો

Read Full Story arrow_forward