android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: સાબરકાંઠામાં વધુ એક પોન્ઝી સ્કીમની ફરિયાદ, ખેડબ્રહ્માના રોકાણકારો સાથે 24 લાખની છેતરપિંડી
calendar_today February 13, 2026

Gujarat News: સાબરકાંઠામાં વધુ એક પોન્ઝી સ્કીમની ફરિયાદ, ખેડબ્રહ્માના રોકાણકારો સાથે 24 લાખની છેતરપિંડી

સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. એપી ગ્રુપના સંચાલક અનિલ પરમાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રોકાણકારો સાથે ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. રોકાણ મેળવીને ઓફિસ બંધ કરી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડબ્રહ્માના રોકાણકારો સાથે 24 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. એપી ગ્રુપના સંચાલક અનિલ પરમાર સામે ફરિયાદ સાબરકાંઠામાં બીઝેડ ફાઈનાન્સની પોન્ઝી સ્કીમનું કૌભાંડ સામે આવ્યા બાદ આ પ્રકારની વધુ સ્કીમો સામે આવી રહી છે. આવી જ એક પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ કરવામાં આવી છે. એપી ગ્રુપના સંચાલક અનિલ પરમાર સામે ગુનો નોંધાયો છે. ખેડબ્રહ્માના રોકાણકારોના રોકાણ મેળવીને ઠગાઈ આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. લાખો રૂપિયાના રોકાણો મેળવીને એપી કન્સલટન્સીની ઓફિસો બંધ કરી દેવાઈ છે. ખેડબ્રહ્માના રોકાણકારો સાથે 24 લાખની છેતરપિંડી ખેડબ્રહ્માના રોકાણકારોના 24 લાખ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે. ક્રિપ્ટો અને બિટકોઈનના બહાને ઊંચું વળતર આપવાની લાલચ આપી હતી. ખેડબ્રહ્મા પોલીસે જીપીઆઈડીસી એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ હિંમતનગરમાં એપી ગ્રુપના સંચાલકો સામે ગુનો નોંધાયો હતો. બીઝેડ સહિત અનેક લેભાગુ પોન્ઝી સ્કીમોના કૌભાંડ સામે આવ્યા છે. હજુ પણ રોકાણકારો એક બાદ એક સામે આવતા ફરિયાદો નોંધાવા લાગી છે. આ પણ વાંચોઃ Rajkot News: ઓપરેશન મ્યૂલ અંતર્ગત 6 આરોપીઓની ધરપકડ, દોઢ વર્ષમાં 380 કરોડ ટ્રાન્સફર થયા

Read Full Story arrow_forward
Surat : 10 લાખની ખંડણીના કેસમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી તુલસી લાલૈયા અને કલ્પેશ પટેલની ધરપકડ
calendar_today February 13, 2026

Surat : 10 લાખની ખંડણીના કેસમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી તુલસી લાલૈયા અને કલ્પેશ પટેલની ધરપકડ

સુરત શહેર આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી તુલસી લાલૈયા સહિત અન્ય ત્રણ શખ્સોએ સુરત શહેરના વેપારી અને તેના પુત્રને બદનામ કરતા ખોટા વિડીયો બનાવી વિડિઓ વાઇરલ કરી રૂ.૧૦ લાખ રકમની ખંડણી માંગી,જો આ રકમ ન આપશે તો તમારો વિડીયો સોશિયલ મિડીયા માં શેર કરવાની ધમકી આપી રૂ.એક લાખ પડાવી લેવાની ચકચારી રાજકીય ઘટનામાં પોલીસે કુલ ચાર આરોપીઓ વિરૂધ્ધ ખંડણીનો ગુનો નોંધ્યો છે. આ ઘટનાથી રાજકીય વાતાવરણ ગરમાટો આવી ગયો છે.આબરૂ બચાવવી હોય તો તારે રૂપિયા દસ લાખ આપવા પડશે આમ આદમી પાર્ટીના મહામંત્રી તુલસી લાલૈયા અને વિડીયોમાં દેખાતા તેના અન્ય ત્રણ સાગરીતોએ સોશિયલ મિડીયામાં ગુલામ કાદર ઉર્ફે કાદર કોથમીર ગુલામ મુર્તુઝા શેખ અને પુત્ર ને બદનામ કરતો એક વિડીયો શેર કરેલ છે.આ ચારે શખ્સોએ ગુનાહિત કાવતરૂ રચી ધમકી આપી હતી કે,જો તારી થતા તારા પુત્ર ની ઇજ્જત અને આબરૂ બચાવવી હોય તો તારે રૂપિયા દસ લાખ આપવા પડશે,નહિંતર તારા પુત્રને દુષ્કર્મ જેવા આજીવન સજાની જોગવાઇ વાળા ખોટા ગુનામાં ફીટ કરાવી દઇશું. આવી ધમકી બાદ આ શખ્સોએ રૂપિયા એક લાખ પડાવી લીધા હતા. બદનામ કરતો વિડીયો શેર કરી ખોટી માહિતીને સાચી બતાવી  બાકીની રકમ ન આપતાં તેઓએનાણાંકીય આર્થિક લાભ મેળવવા જાહેર જનતાને ખોટી માહિતી આપી સોશિયલ મીડિયા દ્વારા બદનામ કરતો વિડીયો શેર કરી ખોટી માહિતીને સાચી બતાવી છે. તેઓના ખોટા આક્ષેપો અને દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં ફસાવી જેલના સળિયા પાછળ ધકેલી દેવાની ધમકી આપી હતી. આમ આદમી પાર્ટીના મહામંત્રી તુલસી લાલૈયા અને કલ્પેશ પટેલની ધરપકડ આ બાબતે ગુનો ઓલપાડ પોલીસ મથકે નોંધાયો હતો જે બાદ સુરતના વેપારી ગુલામ કાદર ઉર્ફે કાદર શેખની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી તુલસી લાલૈયા અને કલ્પેશ પટેલની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. હજુ બે આરોપી પોલીસ પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો----   Gujaratની રાજનીતિના મોટા સમાચાર, AAPમાંથી રાજીનામુ આપનારા રાજુ કરપડા જોડાશે ભાજપમાં? વાંચો શું કહ્યું

Read Full Story arrow_forward
SMC Valsad News: અમદાવાદ SMCની મોટી રેડ, 9 લાખના દારૂ સાથે બે ઝડપાયા, 4 ફરાર
calendar_today February 13, 2026

SMC Valsad News: અમદાવાદ SMCની મોટી રેડ, 9 લાખના દારૂ સાથે બે ઝડપાયા, 4 ફરાર

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અમદાવાદ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા વલસાડમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વલસાડમાં SMCની ટીમ દ્વારા બાતમીના આધારે રેડ કરીને અંદાજે 9 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં પોલીસ દ્વારા દમણના બે મોટા સપ્લાયરોની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય ચાર શખ્સો ફરાર થવામાં સફળ રહ્યા છે.દમણથી વલસાડ થતી હતી દારૂની સપ્લાય SMC દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં દમણના રહેવાસી ચિરાગ પટેલ અને જીગ્નેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ બંને શખ્સો દમણથી વલસાડમાં મોટા પાયે દારૂનો જથ્થો સપ્લાય કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ દ્વારા દારૂના જથ્થા સાથે અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે. અન્ય 4 શખ્સોની શોધખોળ તેજ રેડ દરમિયાન પોલીસને ચકમો આપીને અન્ય 4 આરોપીઓ ભાગી છૂટ્યા છે. પોલીસે આ તમામ ફરાર આરોપીઓની ઓળખ કરી લીધી છે અને તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વલસાડ અને આસપાસના વિસ્તારોમાં દારૂના આ નેટવર્કના તાર ક્યાં સુધી જોડાયેલા છે, તે અંગે અમદાવાદ સ્ટેટ મોનિટરિંગ સેલ વધુ તપાસ કરી રહી છે. દમણ બોર્ડર પરથી દારૂ ઘુસાડવા માટે બુટલેગરો નવી-નવી તરકીબો અજમાવતા હોય છે, પરંતુ SMCના આ ઓપરેશનથી સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Ahmedabad News: RTI એક્ટિવિસ્ટોનો ત્રાસથી AMC ઓફિસર કંટાળ્યા, ACB સહિત PMO સુધી કરી લેખિત ફરિયાદ

Read Full Story arrow_forward