android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : ફતેવાડીના કેનાલ રોડ પર દીવાન ટી સ્ટોલ પર મોડી રાત્રે ત્રણ શખ્સોએ કર્યું ફાયરિંગ, એકને ઇજા
calendar_today February 13, 2026

Ahmedabad : ફતેવાડીના કેનાલ રોડ પર દીવાન ટી સ્ટોલ પર મોડી રાત્રે ત્રણ શખ્સોએ કર્યું ફાયરિંગ, એકને ઇજા

અમદાવાદ શહેર માં જાણે કે કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે.ત્રણ હત્યા ના બનાવ બાદ શહેરના વેજલપુર માં ફાયરિંગ નો બનાવ સામે આવ્યો છે. નજીવી બાબત માં બે રાઉન્ડ ફાયરિંગ કરતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. જોકે સ્થાનિકો નો આરોપ છે કે, આરોપી ગાંજાનો વેપાર કરે છે અને તે અંગે ટોકતા ફાયરિંગ કર્યુ.વેજલપુર વિસ્તાર માં ગત મોડી રાત્રે ફાયરિંગ નો બનાવ શહેરના વેજલપુર વિસ્તાર માં ગત મોડી રાત્રે ફાયરિંગ નો બનાવ સામે આવ્યો છે. ફતેવાડીના કેનાલ રોડ પર દીવાન ટી સ્ટોલ પર બાઇક પર આવેલા ત્રણ શખ્સો બે રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા છે. અગાઉ થયેલા ઝઘડા ની અદાવત માં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.  વેજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચીૉ જે બાબત ની જાણ પોલીસ ને થતા જ વેજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતા બે અરબાઝ નામના આરોપીએ તેના બે સાગરીતો સાથે આવી બનાવને અંજામ આપ્યો હતો.. જેમાં ચાની કીટલી ચલાવતા મુદ્દસર પઠાણને ગોળી વાગતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.. જે અંગે પોલીસ એ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી... ફરિયાદી ને બીભત્સ ગાળો બોલી ફૈઝાન ક્યાં છે તેમ કહીને ફાયરિંગ કર્યું પોલીસ તપાસ માં સામે આવ્યું છે કે રાત્રિ ના દોઢેક વાગ્યા ની આસપાસ અરબાઝ અને તેના બે મિત્રો ફરિયાદી ની દિવાન ટી સ્ટોલ પર આવ્યા હતા. અને ફરિયાદી ને બીભત્સ ગાળો બોલી ફૈઝાન ક્યાં છે. તેમ કહીને ફાયરિંગ કર્યું હતું. જેમાં ફરિયાદી મુદસર અહેમદખાન પઠાણને પગ ના ભાગે ઇજા પહોંચી હતી. જ્યારે એક રાઉન્ડ ફાયરિંગ ચા ની કિટલી પર કર્યું હતું. ત્રણેય આરોપીઓ ફરાર જો કે આસપાસ માં લોકો એકઠા થઈ જતા ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા છે.. જોકે જે ફેઝાનની હત્યા કરવા માટે આરોપી આવ્યા હતા તેણે આરોપ મૂક્યો છે કે આરોપી અરબાઝ અને તેના મિત્રો વિસ્તારમાં ગાંજા નું વેચાણ કરે છે અને તે વાત નો વિરોધ કરતા બંને વચ્ચે તકરાર ચાલી રહી છે ગઈકાલે સાંજે ફોન પર ધમકી આપ્યા બાદ મોડી રાત્રે હત્યાના ઇરાદે ફાયરિંગ માટે આવ્યો હોવાનું ફેઝાન જણાવી રહ્યો છે. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી. ચા ની કિટલી પર નહીં બેસવા માટે ફૈઝાન સાથે બોલાચાલી ઝઘડો થયો હતો અગાઉ આરોપીઓને ચા ની કિટલી પર નહીં બેસવા માટે ફૈઝાન સાથે બોલાચાલી ઝઘડો થયો હતો. જેની અદાવત રાખીને આરોપીઓએ ફાયરિંગ કર્યું હોવાનું પોલીસ જણાવી રહી છે પરંતુ ગાંજા ના વિતરણ અંગે આક્ષેપો થતા પોલીસે હવે તે દિશામાં તપાસ શરૂ કરી છે ત્યારે પોલીસ તપાસમાં શું નવી હકીકત સામે આવે છે અને ફાયરિંગ પાછળ કયા કારણ જવાબદાર હોવાનું સામે આવે છે તે જો મહત્વનું છે...

Read Full Story arrow_forward
Rajkot News: જસદણમાં પ્રેમીને લોકોએ ભેગા થઈને માર મારીને અધમૂવો કરી નાંખ્યો,  SPએ ASPને તપાસ સોંપી
calendar_today February 13, 2026

Rajkot News: જસદણમાં પ્રેમીને લોકોએ ભેગા થઈને માર મારીને અધમૂવો કરી નાંખ્યો, SPએ ASPને તપાસ સોંપી

રાજકોટના જસદણમાં માર મારતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને લઈને પોલીસ હરકતમાં આવી છે. આ વીડિયોની તપાસ એએસપીને સોંપવામાં આવી છે. વાડીનો માલિક અન્ય સ્ત્રી સાથે રંગરેલિયા મનાવી રહ્યો હતો. આ દરમિયાન સ્થાનિક લોકોએ તેને પકડ્યો હતો અને બંને જણાને માર માર્યો હતો. જીવાપરમાં કારખાનેદાર અને શ્રમિકની પત્નીને તાલિબાની સજા આપવામાં આવી હતી. પ્રેમી પંખીડાઓને માર મારવામાં આવ્યો જીવાપરમાં આ માર મારતો વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસ અંધારામાં હતી. જેથી તેની તપાસ ASPને સોંપવા માટે જિલ્લા પોલીસ વડાએ આદેશ કર્યો છે. જસદણ પંથકના જીવાપર ગામમાં પ્રેમી પંખીડાઓને માર મારવામાં આવ્યો હતો. તાલિબાની સજા આપતો વીડિયો વાયરલ થયા બાદ ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. પોલીસ આ ઘટના અંગે અજાણ હોવાનું જણાવી રહી છે. આ ઘટનામાં એએસપીને તપાસ સોંપાઈ છે વાયરલ થયેલા વીડિયોમાં મહિલાઓ અને પૂરુષોનું એક ટોળુ બે પ્રેમીઓને બેફામ માર મારતા નજરે પડે છે. બંને માર ખાતા ખાતા ચીસો પાડે છે. પરંતુ કોઈ મદદે આવી રહ્યું નથી. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલો કારખાનેદાર અને તેના ત્યાં કામ કરતાં એક શ્રમિકની પત્ની વચ્ચે પ્રેમ સંબંધ હતો. સ્થાનિક પોલીસને આ બાબતે પુછવામાં આવતા પોલીસે આ બાબતે કોઈ જાણ નહીં હોવાનું કહ્યું હતું. જ્યારે રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરને પૂછતાં તેમણે કહ્યું હતું કે, વીડિયો મારા ધ્યાને આવ્યો છે. આ ઘટનામાં એએસપીને તપાસ સોંપાઈ છે. આ પણ વાંચોઃ Ahmedabad : લો બોલો આ તો આચાર્ય કે લાચાર્ય ? બાળકની માતાને હોટલમાં બોલાવી હતી, બજરંગ દળના કાર્યકરોએ આચાર્ય કિરીટ ઝાલાને ઝડપ્યો

Read Full Story arrow_forward
Rajkot મનપાના આરોગ્ય વિભાગના દરોડા, 14 ખજૂર, 15 ખાદ્યતેલના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ
calendar_today February 13, 2026

Rajkot મનપાના આરોગ્ય વિભાગના દરોડા, 14 ખજૂર, 15 ખાદ્યતેલના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દ્વારા ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા ખાતરી માટે ચેકિંગ શરુ કરવામાં આવ્યું છે.ખાદ્યતેલના ૧૫ અને ખજૂરના ૧૪ ધંધાર્થીઓના સ્થળોએ તપાસ  મનપાના આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન ખાદ્યતેલના ૧૫ અને ખજૂરના ૧૪ ધંધાર્થીઓના સ્થળોએ તપાસ હાથ ધરાઈ છે. ખાદ્યતેલના ૧૮ નમૂના લેવામાં આવ્યા દરોડા દરમ્યાન ખાદ્યતેલના ૧૮ નમૂના લેવામાં આવ્યા, જે લેબોરેટરીમાં ગુણવત્તા તપાસ માટે મોકલવામાં આવ્યા છે. નિયમિત ચેકિંગ ચાલુ રહેશે આરોગ્ય વિભાગના અધિકારીઓ ભવિષ્યમાં નિયમિત ચેકિંગ ચાલુ રાખી નિયમભંગ કરતા ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી રહ્યા છે. આ પણ વાંચો----    Ahmedabad : લો બોલો આ તો આચાર્ય કે લાચાર્ય ? બાળકની માતાને હોટલમાં બોલાવી હતી, બજરંગ દળના કાર્યકરોએ આચાર્ય કિરીટ ઝાલાને ઝડપ્યો

Read Full Story arrow_forward