android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: ઓપરેશન મ્યૂલ અંતર્ગત 6 આરોપીઓની ધરપકડ, દોઢ વર્ષમાં 380 કરોડ ટ્રાન્સફર થયા
calendar_today February 13, 2026

Rajkot News: ઓપરેશન મ્યૂલ અંતર્ગત 6 આરોપીઓની ધરપકડ, દોઢ વર્ષમાં 380 કરોડ ટ્રાન્સફર થયા

ગુજરાતમાં સાયબર ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટ જેવા બનાવો અટકાવવા પોલીસે ઓપરેશન મ્યૂલ એકાઉન્ટ શરૂ કર્યું છે. સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા માટે ભાડે અપાઈ રહેલા બેંક ખાતા સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.રાજકોટમાં સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવાનું દેશ વ્યાપી કૌભાંડ ઝડપાયું છે. ઓપરેશન મ્યુલ અંતર્ગત પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. ભાડે આપવામાં આવેલા બેંક એકાઉન્ટમાં 380 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા હોવાની વિગતો સામે આવી છે. ભાડે આપેલ એકાઉન્ટમાં 380 કરોડ ટ્રાન્સફર થયા રાજકોટમાં ઓપરેશન મ્યુલ અંતર્ગત પોલીસે કાર્યવાહી કરી છે. સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા માટે માર્કેટિંગ યાર્ડની પેઢીના નામે બેંક એકાઉન્ટ ભાડે આપવામાં આવતું હતું. જે એકાઉન્ટમાં છેલ્લા દોઢ વર્ષમાં 380 કરોડ રૂપિયા જેટલી રકમ જમા થઈ હતી. બેંક એકાઉન્ટ ભાડે આપનારને લાખો રૂપિયાનું કમિશન આપવામાં આવતું હતું. 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી આ સમગ્ર કૌભાંડ છેલ્લા દોઢ વર્ષથી ચાલતુ હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે આ કૌભાંડના તાર છેક હૈદરાબાદ સુધી જોડાયેલા છે. પોલીસની તપાસમાં આ કૌભાંડમાં કૂલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આંગડિયા પેઢીના બે કર્મચારીઓની પણ ધરપકડ કરાઈ છે. આ કૌભાંડમાં સમગ્ર દેશમાં 130 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે. પોલીસે હજી પણ વધુ લોકો આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાની શંકાએ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચોઃ Navsari: અમલસાડમાં લગ્નના જમણવારમાં હલવો-પુરી અઘરા પડ્યા, 150 કરતા વધારે લોકો હોસ્પિટલ ભેગા

Read Full Story arrow_forward
Surat News: ડિવોર્સી માતાએ માસૂમ પુત્રની હત્યા કરી પોતે પણ ગળેફાંસો ખાધો
calendar_today February 13, 2026

Surat News: ડિવોર્સી માતાએ માસૂમ પુત્રની હત્યા કરી પોતે પણ ગળેફાંસો ખાધો

ડાયમંડ સિટી સુરતના ઉમરા વિસ્તારમાંથી એક હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક મકાનમાં માતાએ પોતાના વ્હાલસોયા પુત્ર સાથે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, ઉમરા વિસ્તારમાં રહેતી એક ડિવોર્સી (છૂટાછેડા લીધેલી મહિલા) મહિલાએ અગમ્ય કારણોસર આ અંતિમ પગલું ભર્યું હતું. આત્મહત્યા કરતા પહેલા માતાએ ક્રૂરતાની હદ વટાવી પોતાના પુત્રને ગળેફાંસો આપી મોતને ઘાટ ઉતાર્યો હતો અને ત્યારબાદ પોતે પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. હોસ્પિટલ ખાતે મૃત જાહેર કરાયા ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને માસૂમ બાળકને બચાવવાની આશા સાથે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, ફરજ પરના તબીબો દ્વારા તપાસ બાદ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હાલમાં માતા અને પુત્ર બંનેના મૃતદેહને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસ તપાસ શરૂ શા માટે એક માતાએ પોતાના જ સંતાનની હત્યા કરી પોતે મોતને વહાલું કર્યું, તે હજુ સુધી જાણી શકાયું નથી. ઉમરા પોલીસ દ્વારા આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પારિવારિક કંકાસ કે આર્થિક તંગી આ પાછળનું કારણ છે કે કેમ તે દિશામાં પોલીસ પૂછપરછ કરી રહી છે. આ પણ વાંચો - Surat: ઓલપાડના સાયણ પાસે હથિયાર સાથે આરોપી ઝડપાયો, પિસ્તોલ અને મેગેઝિન કબજે

Read Full Story arrow_forward
Ahmedabad : લો બોલો આ તો આચાર્ય કે લાચાર્ય ? બાળકની માતાને હોટલમાં બોલાવી હતી, બજરંગ દળના કાર્યકરોએ આચાર્ય કિરીટ ઝાલાને ઝડપ્યો
calendar_today February 13, 2026

Ahmedabad : લો બોલો આ તો આચાર્ય કે લાચાર્ય ? બાળકની માતાને હોટલમાં બોલાવી હતી, બજરંગ દળના કાર્યકરોએ આચાર્ય કિરીટ ઝાલાને ઝડપ્યો

નડિયાદ શહેરની શાળાના ઇન્ચાર્જ આચાર્ય કિરીટ ઝાલાને અમદાવાદની હોટલમાંથી પકડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ બજરંગ દળના કાર્યકરોએ કરી હતી.બાળકની માતાને બાળકની એલસી લેવા માટે હોટલમાં બોલાવી માહિતી મુજબ આચાર્યે શાળાના એક બાળકની માતાને બાળકની એલસી લેવા માટે હોટલમાં બોલાવી હતી. મહિલાએ પહેલાં એલસી માટે અરજી આપી હતી, ત્યારબાદ આચાર્યએ તેને હોટલમાં મળવા માટે બોલાવી હતી. બજરંગ દળના કાર્યકરો પહોંચ્યા  બજરંગ દળના કાર્યકરોને મામલાની જાણ થતાં કાર્યકરો હોટલ પર પહોંચ્યા હતા અને આચાર્યને હોટલની રુમમાંથી ઝડપી લીધો હતો. સ્કૂલની એલસી બુક પણ મળી તેની પાસેથી સ્કૂલની એલસી બુક પણ મળી આવી હતી. હોટલ રૂમમાંથી શાળાની એલસી બુક પણ મળી આવી છે, જે મામલાને વધુ ગંભીર બનાવે છે. પોલીસ દ્વારા તપાસ શરુ વટવા જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ ઘટનાની તપાસ આગળ વધારી રહી છે શાળાના ઇન્ચાર્જ આચાર્ય સામે કાયદેસરની કાર્યવાહી હાલ, શાળાના ઇન્ચાર્જ આચાર્ય સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી ચાલી રહી છે.આ પણ વાંચો-----    Gujaratની રાજનીતિના મોટા સમાચાર, AAPમાંથી રાજીનામુ આપનારા રાજુ કરપડા જોડાશે ભાજપમાં? વાંચો શું કહ્યું

Read Full Story arrow_forward