Rajkot મહાનગરપાલિકાની વ્યાજમાફી યોજના સફળ, બે દિવસમાં 3 કરોડથી વધુની વેરા વસુલાત
રાજકોટ શહેરમાં કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલી વ્યાજમાફી યોજનાથી શહેરવાસીઓને મોટી રાહત મળી રહી છે. પહેલાના વ્યાજને માફ કરીને કરદાતાઓને તેમના મૂળ વેરા ચૂકવવા પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે આ યોજના અમલમાં આવી છે.માત્ર બે દિવસમાં ૩ કરોડથી વધુની વેરાની વસુલાત થઈ યોજનાના અમલી બનતા, માત્ર બે દિવસમાં ૩ કરોડથી વધુની વેરાની વસુલાત થઈ છે. વેરા ચૂકવણી માટે લોકો ઑનલાઇન તેમજ ઓફલાઇન બંને માધ્યમનો ઉપયોગ કરી રહ્યા છે. મનપાના સિવિલ સેન્ટર તેમજ અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા પણ વેરાની સફળ વસુલાત થઇ રહી છે. મહાનગરપાલિકાને 100 કરોડ રૂપિયાનું વેરા આવક થવાની શક્યતા અંદાજ મુજબ, આ એડવાન્સ વેરા પેટે મહાનગરપાલિકાને 100 કરોડ રૂપિયાનું વેરા આવક થવાની શક્યતા છે. આ યોજના શહેરના વહીવટને મજબૂત બનાવવામાં અને નાગરિકોને સુવિધા પૂરી પાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઇ રહી છે. સમયસર વેરા ચુકવણીનો લાભ યોજના હેઠળ લોકોને ચુકવણીમાં સરળતા તેમજ સમયસર વેરા ચુકવણીનો લાભ મળતો રહે તેવી કામગીરી ચાલુ છે..આ પણ વાંચો---- Gujaratની રાજનીતિના મોટા સમાચાર, AAPમાંથી રાજીનામુ આપનારા રાજુ કરપડા જોડાશે ભાજપમાં? વાંચો શું કહ્યું
Read Full Story arrow_forward