android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Agriculture News : રાજય સરકાર દ્વારા રાજ્યના બીજા ક્રમનો શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ મેળવતા સુરત જિલ્લાના ડુંગરી ગામના પશુપાલક ખંડુભાઈ પટેલ
calendar_today February 13, 2026

Agriculture News : રાજય સરકાર દ્વારા રાજ્યના બીજા ક્રમનો શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ મેળવતા સુરત જિલ્લાના ડુંગરી ગામના પશુપાલક ખંડુભાઈ પટેલ

સુરત જિલ્લાના મહુવા તાલુકાના ડુંગરી ગામના પ્રગતિશીલ પશુપાલક ખંડુભાઈ પટેલ અને પુત્ર પપ્પુભાઈએ પશુપાલન ક્ષેત્રે એક નવી મિશાલ કાયમ કરી છે. પિતા ખંડુભાઈએ માત્ર ૪ પશુઓથી પશુપાલનની યાત્રાને પુત્ર પપ્પુભાઈએ આજે કુલ ૧૨૦ નાના-મોટા, દુધાળા પશુઓના મુકામ સુધી પહોંચાડી છે. શ્રેષ્ઠ પશુપાલન કરી માતબર દૂધ ઉત્પાદન અને તેના સફળ મૂલ્યવર્ધન કરી સફળ બિઝનેસ મોડેલ ઉભું કરનાર ખંડુભાઈ ગોપાલભાઈ પટેલને રાજ્ય સરકારે ગાંધીનગરમાં ‘શ્રેષ્ઠ પશુપાલક સન્માન સમારોહ-૨૦૨૫-૨૬’ અંતર્ગત રાજ્યના દ્વિતીય ક્રમના 'શ્રેષ્ઠ પશુપાલક' તરીકે એવોર્ડ આપી સન્માનિત કર્યા છે. દૂધની બનાવટોના વેચાણ માટે તેમના આઉટલેટ્સ બારડોલીમાં છે વર્ષ ૧૯૯૦માં પિતા ખંડુભાઈએ ડુંગરી ગામમાં માત્ર ૪ ગાય-ભેંસોથી પશુપાલનની શરૂઆત કરી હતી, પશુપાલનના આ વારસાને પુત્ર પપ્પુભાઈએ મહેનત, કોઠાસૂઝ, વ્યાવસાયિક દ્રષ્ટિ અને વિઝન સાથે જોડીને સફળ પશુપાલનની ઉત્તમ વ્યાખ્યા ઘડી છે. આજે તેમના ડેરી ફાર્મમાં ૮૫ દૂઝણી ભેંસો સહિત પાડા-પાડી, ખડાઈઓ મળી કુલ ૧૨૦ પશુધન છે, જેમાં હરિયાણાની મુર્રાહ, કચ્છની બન્ની, જાફરાબાદી, રાજસ્થાનની નેડ જંગલ જેવી ઉચ્ચ ગુણવત્તાવાળી નસલનો સમાવેશ થાય છે. હાલમાં ૮૫ દૂધ દૂઝણી ભેંસો થકી દરરોજ ૬૦૦ લીટર અને માસિક ૧૮ હજારથી ૨૦ હજાર લીટર દૂધ ઉત્પન્ન કરે છે. ભેંસોની સાચવણી અને કાળજીના કારણે દૂધમાં સરેરાશ ૭.૫ થી ૮.૩૦ સુધીના ફેટ મળે છે. એટલું જ નહીં, દૂધનું વેલ્યુ એડિશન કરી ઘી, છાશ, શ્રીખંડ, મઠો, મીઠાઈ જેવા અન્ય ડેરી ઉત્પાદનો બનાવી ફાર્મ આઉટલેટ 'પ્રમુખ શ્રીખંડ’ પરથી વેચાણ કરે છે. વધારાનું દૂધ તેઓ સુમુલ ડેરીમાં ભરે છે. સુમુલ ડેરી દ્વારા પ્રતિ લીટર રૂ.૭૩ થી ૭૪ ભાવ તેમજ વાર્ષિક ૧૫ થી ૧૭ ટકા બોનસ મળે છે. દૂધ અને દૂધની બનાવટોના વેચાણ માટે તેમના આઉટલેટ્સ બારડોલી અને ડુંગરી ખાતે 'પ્રમુખ ડેરી' ના નામે કાર્યરત છે. હરિયાણાની મુર્રાહ ઓલાદની ભેંસ દૂધ આપવામાં દેશભરમાં નામાંકિત છે જેથી પપ્પુભાઈએ હરિયાણાથી ૯ મુર્રાહ ભેંસો (પ્રત્યેક ભેંસની સરેરાશ ૨.૫૦ લાખ કિંમત) ખરીદી છે. તેઓ આ ભેંસોના ગર્ભધારણ માટે હરિયાણાથી વિશેષ સિમેન લાવે છે. તેમનો હાઈટેક તબેલામાં સ્વચ્છતા ઉડીને આંખે વળગે છે, ક્યાંય માખીનો બણબણાટ નહીં, કે મચ્છરોનો ઉપદ્રવ નહીં. દુર્ગંધનું નામનિશાન નહીં. ભેંસો ઉપર પંખા, ઉનાળામાં વોટર સ્પ્રિંકલર ગોબર-મૂત્રના નિકાલ માટે અન્ડરગ્રાઉન્ડ નીકની વ્યવસ્થા છે. ધો.૧૧ સુધીનો અભ્યાસ કરનાર અને પપ્પુભાઈનું મૂળ નામ હરિવદનભાઈ છે. પરંતુ પપ્પુભાઈના હુલામણા નામે જાણીતા આ પશુપાલક ડેરી ફાર્મિંગ સાથે ભેંસોના ગોબરમાંથી દર વર્ષે ૮ થી ૧૦ હજાર બેગ જૈવિક ખાતર બનાવે છે. દુધણી ભેંસોને દોહવા માટે 6 વ્યક્તિઓ રાખ્યા છે જેને પોતાના ખેતરમાં તેમજ આસપાસના ખેડૂતોને વેચાણથી આપે છે. તેઓ કહે છે કે, ડેરી ફાર્મિંગ એક એવો વ્યવસાય છે, જ્યાં અનુભવ સૌથી મહત્વપૂર્ણ હોય છે. આ વ્યવસાય દેખાદેખીથી નહીં, પણ મહેનત, નિયમિતતા અને અનુભવના સંયોજનથી જ સફળ બને છે. તાજેતરમાં ગાંધીનગર ખાતે પશુપાલન રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારાના હસ્તે રાજ્યના બીજા ક્રમના શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ અને રૂ.૫૧ હજારની પુરસ્કાર પ્રાપ્ત થયો હતો, આ સન્માન બદલ રાજ્ય સરકારનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. પિતા ખંડુભાઈ અને પુત્ર પપ્પુભાઈની જર્ની શૂન્યમાંથી સર્જન જેવી છે. પપ્પુભાઈ કહે છે કે, મારા તબેલામાં હાલ ૮૫ પુખ્ત ભેંસો છે જેમાંથી ૬૫ ભેંસો દૂઝણી છે. ૨૬ હીફર (પાડીઓ) છે. દૂઝણી ભેંસ વર્ષના ૧૦ મહિના દૂધ આપે છે. દુધણી ભેંસોને દોહવા માટે ૬ વ્યક્તિઓ રાખ્યા છે. મીઠાઈની નિકાસ કરીને ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે સુમુલ ડેરીમાં દૂધ ભરવા, વેચાણ, રસીકરણ, ગર્ભધારણમ શ્રમિકોના પગાર અને વ્યવસાયિક મેનેજમેન્ટ માટે ૧ મહેતાજી એમ કુલ ૭ વ્યક્તિઓ તબેલા માટે કાર્યરત છે. માત્ર દૂધ વેચવાને બદલે પિતાજીની પ્રેરણાથી મૂલ્યવર્ધન કર્યું છે. હાલ હું ૨૭ જેટલી વેરાયટીના શ્રીખંડ અને મઠ્ઠા (૧૮ પ્રકારના શ્રીખંડ અને ૯ પ્રકારના મઠ્ઠા) બનાવું છું. વાર્ષિક ૨૫ હજારથી ૩૫ હજાર કિલો શ્રીખંડનું વેચાણ કરીએ છીએ. બારડોલી, મહુવા, કામરેજ સહિત સુરત શહેર, અમદાવાદ, ગાંધીનગર સુધી શ્રીખંડ અને મઠ્ઠાની માંગ છે, વિદેશમાં યુ.કે., યુ.એસ., કેનેડા જેવા દેશોમાં પણ અમારા ડેરીફાર્મના શુદ્ધ દૂધમાંથી બનાવેલા શ્રીખંડ, મઠ્ઠા, મીઠાઈની નિકાસ કરીને ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે. પિતાજી ખંડુભાઈ વર્ષના અમુક મહિના અમરિકામાં રહેતી પુત્રીઓ પાસે વિતાવે છે જેથી પિતાના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૧૫ વર્ષથી પશુપાલનનો વ્યવસાય સાંભળી રહ્યો છું એમ જણાવી વધુમાં તેઓ ઉમેરે છે કે, એક વર્ષ સુધી ન બગડતા મકાઇના સાઈલેજ તેમજ રજકો, ઘાસ, ગ્રીન ફીડ, મિનરલ પાવડર, પાલનપુરનું ફેટકિંગ મિક્સ પશુદાણ ભેંસોને આપીએ છીએ. ભેંસોને બેલેન્સ્ડ ન્યુટ્રીશન મળે એ માટે નિયત વજન પ્રમાણે યોગ્ય માત્રામાં દિવસમાં બે વાર ભેંસોને નવડાવી સાફ કરીએ છીએ. તબેલામાં મચ્છર અને માખીનો ઉપદ્રવ બિલકુલ નથી, કારણ કે નિયમિતપણે એન્ટી મોસ્કીટો દવાનો છંટકાવ કરીએ છીએ. વ્યવસ્થિત સંભાળના કારણે પશુઓ તંદુરસ્ત રહે છે અને દૂધની ગુણવત્તા ઉત્તમ રહે છે. દિવસમાં બે ટાઈમ ભેંસો દોહવામાં આવે છે દરરોજ વહેલી સવારે ૪.૦૦ વાગ્યે અને સાંજે ૫.૦૦ વાગ્યે એમ દિવસમાં બે ટાઈમ ભેંસો દોહવામાં આવે છે. મારી કોઈ પણ ભેંસના દૂધનું ફેટ ૭.૫૦ થી નીચે આવતું નથી. સુમુલ ડેરી દ્વારા તબેલાના વિસ્તરણ અને નવી ભેંસો ખરીદવા માટે સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓપ.બેંકમાંથી રૂ.બે કરોડની લોન લીધી હતી, જે પશુપાલન વ્યવસાયમાં પ્રગતિ માટે ખૂબ ઉપયોગી બની છે. તબેલાનું ગોબર અને મૂત્ર ઉત્તમ ફર્ટીલાઈઝર હોવાથી પોતાની ખેતીની જમીનમાં ઉપયોગ કરતા હોવાનું જણાવ્યું હતું. ખંડુભાઈ અને પુત્ર પપ્પુભાઈ પશુપાલકોને સંદેશ આપતા કહે છે કે, પશુઓને યોગ્ય ચારો આપો. નિયમિત રસીકરણ અને સારસંભાળ રાખો. વૈજ્ઞાનિક અભિગમ સાથે સેક્સ સીમનનો ઉપયોગ કરીને ઉત્તમ ઓલાદ મેળવો. દુધની ગુણવત્તા સાથે ક્યારેય બાંધછોડ ન કરો. પશુપાલકનો સાયન્ટિફિક અભિગમ: સમયસર રસીકરણ અને સેક્સ્ડ સોર્ટેડ સિમેનનો કરે છે ઉપયોગ પપ્પુભાઈએ અન્ય પશુપાલકોને ભલામણ કરતા કહ્યું કે, પશુપાલનમાં હવે ટેકનોલોજી અપનાવવી જરૂરી છે. મેં ભેંસોમાં 'સેક્સ્ડ સોર્ટેડ સિમેન'નો પ્રયોગ કર્યો, જેમાં ૧૧ માંથી ૬ ભેંસોમાં સફળ પરિણામ મળ્યું છે. આ પદ્ધતિથી સારી ઓલાદની પાડીઓ જન્મે છે, જે ભવિષ્યમાં દૂધનું ઉત્પાદન અને પશુપાલકની આવક બમણી કરવામાં મદદરૂપ થાય છે. તેઓ કહે છે કે, ભેંસોના સ્વાસ્થ્ય અને દૂધના ઉત્પાદનને જાળવી રાખવા માટે સમયસર રસીકરણ કરાવવું ખૂબ જ જરૂરી છે.અમે પશુઓને સ્વસ્થ રાખવા માટે ગળસુંડા, ડિવોર્મિંગ, ખરવા-મોવાસા, ચેપી ગર્ભપાત જેવી રસીઓ મૂકાવીએ છીએ. ખાસ કરીને એમ્બીપ્લેક્સ, લિવોટોનિક દવાઓને દર મહિનાની ૧ થી ૭ તારીખ દરમિયાન પશુદાણ સાથે મિક્સ કરીને આપીએ છીએ. જેથી ભેંસો સ્વસ્થ-નિરોગી અને પાચનક્રિયા યોગ્ય રહે. આમ, પશુપાલન ક્ષેત્રે જ્યારે પરંપરાગત પદ્ધતિઓને છોડીને આધુનિક મેનેજમેન્ટ અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં આવે, ત્યારે તે માત્ર વ્યવસાય નહીં પણ એક 'સફળ મોડેલ' બની જાય છે, જેનું જીવંત ઉદાહરણ ડુંગરી ગામના પશુપાલક પિતા-પુત્રએ પૂરૂ પાડ્યું છે. આ પણ વાંચો : ગીર સોમનાથના તાલાલા નપાની રોડના કામને લઈ બેદરકારી, જુઓ Video 

Read Full Story arrow_forward
Palanpur: હનુમાન ટેકરી પાસે મોડી રાત્રે સર્જાયો અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીનું કરુણ મોત
calendar_today February 13, 2026

Palanpur: હનુમાન ટેકરી પાસે મોડી રાત્રે સર્જાયો અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીનું કરુણ મોત

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં મોડી રાત્રે હિટ એન્ડ રનની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના હનુમાન ટેકરી વિસ્તારમાં એક અજાણ્યા વાહન ચાલકે બાઇક સવાર યુવકને જોરદાર ટક્કર મારતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. મૃતક યુવક મેડિકલનો વિદ્યાર્થી હોવાનું જાણવા મળતા શૈક્ષણિક જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પાલનપુરમાં મોડી રાત્રે હિટ એન્ડ રનપ્રાપ્ત માહિતી અનુસાર, પાલનપુરના હનુમાન ટેકરી વિસ્તારમાંથી પસાર થઈ રહેલા બાઇક સવાર યુવકને કોઈ અજાણ્યા વાહન ચાલકે ગફલતભરી રીતે હંકારી ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક અંધારાનો લાભ ઉઠાવી પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.મેડિકલ કોલેજનો હતો વિદ્યાર્થીમૃતક યુવકની ઓળખ વિધિ કરતા જાણવા મળ્યું છે કે તે પાલનપુરના મોરિયા સ્થિત બનાસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતો હતો. ભવિષ્યમાં ડોક્ટર બની સેવા કરવાનું સપનું જોનારા આશાસ્પદ યુવાનનું અકાળે અવસાન થતાં તેના પરિવાર અને કોલેજના મિત્રોમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.ઘટનાની જાણ થતા જ પાલનપુર પશ્ચિમ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો: Vadodara: માંજલપુર અપમૃત્યુ કેસ, પોલીસે ઈજારો ધરાવનાર મહિલા સંચાલિકાની કરી ધરપકડ

Read Full Story arrow_forward
Railway News : ભારતભરમાં 164 વંદે ભારત ટ્રેન સેવાઓ ચાલુ, 274 જિલ્લાઓમાં કનેક્ટિવિટી અને પર્યટનને પ્રોત્સાહન મળ્યું
calendar_today February 13, 2026

Railway News : ભારતભરમાં 164 વંદે ભારત ટ્રેન સેવાઓ ચાલુ, 274 જિલ્લાઓમાં કનેક્ટિવિટી અને પર્યટનને પ્રોત્સાહન મળ્યું

વૈશ્વિક સ્તરના વંદે ભારત સેવાઓ ઝડપી, સુરક્ષિત અને આરામદાયક પ્રવાસ માટે નવો ધોરણ સ્થાપિત કરી રહી છે. તેની વધતી લોકપ્રિયતા મુસાફરોની સતત વધતી સંખ્યાથી સ્પષ્ટ થાય છે. ગુજરાતમાંથી ચલાવવામાં આવતી વંદે ભારત એક્સપ્રેસ સેવાઓએ ભારતીય રેલવેના આધુનિકીકરણ અને મુસાફર સુવિધાઓના ક્ષેત્રમાં એક નવું કીર્તિમાન સ્થાપિત કર્યું છે. જાન્યુઆરી 2025થી જાન્યુઆરી 2026 સુધીની 13 મહિનાની અવધિમાં ગુજરાતથી ચાલતી 5 જોડી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને મુસાફરોનો અપ્રતિમ પ્રતિસાદ મળ્યો છે. આ અવધિમાં લગભગ 32 લાખ મુસાફરોએ આ પ્રીમિયમ ટ્રેનોની મુસાફરી કરી.આ સેવા ભારતના બે મુખ્ય ટેક્નોલોજી કેન્દ્રોને જોડે છે આ સેવાઓમાં માત્ર મુસાફરોની સંખ્યામાં સતત વધારો નોંધાયો નથી, પરંતુ અનેક માર્ગો પર માંગ ક્ષમતાથી ઘણું વધુ, મુંબઇ-અમદાવાદ-મુંબઇ વચ્ચે લગભગ 140% ઓક્યુપન્સી નોંધાઈ છે, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે. અમદાવાદ-ઓખા વચ્ચે ઓક્યુપન્સી લગભગ 90% રહી છે, સાબરમતી-જોધપુર વચ્ચે ઓક્યુપન્સી 81% થી વધુ રહી છે. અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેન સેવા અનેક મુસાફરોની પ્રથમ પસંદગીઓમાં શામેલ બની ગઈ છે. વ્યાવસાયિકો, વેપારીઓ અને નિયમિત મુસાફરો દ્વારા તેનો વ્યાપક ઉપયોગ થાય છે. આ સેવા ભારતના બે મુખ્ય ટેક્નોલોજી કેન્દ્રોને જોડે છે. મેક ઈન ઈન્ડિયા પહેલ હેઠળ નિર્મિત, દરેક ટ્રેન અદ્યતન સુવિધાઓથી સજ્જ છે તેમાં સ્વચાલિત પ્લગવાળા દરવાજા, ફરતી બેઠકો અને બાયો-વેક્યુમ શૌચાલયનો સમાવેશ થાય છે. તેમાં GPS આધારિત મુસાફર માહિતી સિસ્ટમ અને સંપૂર્ણ CCTV કવરેજ પણ છે. આ સુવિધાઓ દરેક મુસાફર માટે વિશ્વસ્તરીય મુસાફરીનો અનુભવ સુનિશ્ચિત કરે છે વિશ્વસ્તરીય સુવિધાઓ: •આધુનિક અને એર્ગોનોમિક ડિઝાઇન વાળા કોચ •આરામદાયક રીક્લાઇનિંગ બેઠકો અને પૂરતી લેગરૂમ •આપોઆપ દરવાજા અને જીપીએસ આધારિત મુસાફર માહિતી પ્રણાલી •મોબાઇલ ચાર્જિંગ પોઈન્ટ અને ઓનબોર્ડ ઇન્ફોટેઇનમેન્ટ ઉત્કૃષ્ટ ઓનબોર્ડ ખાન-પાન સેવાઓ: •સ્વચ્છ અને ગુણવત્તાસભર તાજું ખોરાક •પ્રદેશીય સ્વાદ પર આધારિત વિવિધ મેનૂ •પ્રી-પેક્ડ હાયજિનિક સેવા •તાલીમપ્રાપ્ત સ્ટાફ દ્વારા સમયસર સેવા સુરક્ષિત અને આધુનિક રેલ મુસાફરીનો નવો ધોરણ સ્થાપિત ઉચ્ચ સમય પાલન, શ્રેષ્ઠ સુરક્ષા ધોરણ અને ઉત્તમ સ્વચ્છતાએ મુસાફરોનો વિશ્વાસ મજબૂત કર્યો છે. ઉચ્ચ ગતિ ક્ષમતા ધરાવતા આ ટ્રેનો ઓછા સમયમાં લાંબી દૂરી પાર કરીને વ્યાવસાયિક અને અવકાશ મુસાફરો બંને માટે અત્યંત લાભકારી સાબિત થઈ રહી છે. ગુજરાતમાં વંદે ભારત એક્સપ્રેસનું આ ઉત્તમ પ્રદર્શન ભારતીય રેલ્વેના મુસાફર-કેન્દ્રિત દૃષ્ટિકોણનો મજબૂત પુરાવો છે. આ ટ્રેનો રાજ્યમાં ઝડપી, સુરક્ષિત અને આધુનિક રેલ મુસાફરીનો નવો ધોરણ સ્થાપિત કરી રહી છે. ભારતીય રેલ્વે ભવિષ્યમાં પણ મુસાફરોને સુરક્ષિત, આરામદાયક અને વિશ્વસ્તરીય મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા માટે સતત પ્રતિબદ્ધ છે. આ પણ વાંચો : Agriculture News : રાજય સરકાર દ્વારા રાજ્યના બીજા ક્રમનો શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ મેળવતા સુરત જિલ્લાના ડુંગરી ગામના પશુપાલક ખંડુભાઈ પટેલ 

Read Full Story arrow_forward