android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News : રાજકોટમાં કેરબા અને જગનું પાણી પીવા લાયક ન હોવાનો ખુલાસો, મનપા દ્વારા અત્યાર સુધીમાં 53 યુનિટ સીલ કરાયા
calendar_today February 13, 2026

Rajkot News : રાજકોટમાં કેરબા અને જગનું પાણી પીવા લાયક ન હોવાનો ખુલાસો, મનપા દ્વારા અત્યાર સુધીમાં 53 યુનિટ સીલ કરાયા

કેરબા અને જગનું પાણી પીવા લાયક ન હોવાનો ખુલાસો મનપાના રીપોર્ટમાં થયો છે અને 93 જેટલા યુનિટમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને પાણીને લઇ રાજકોટવાસીઓએ ઠાલવ્યો આક્રોશ. ‘પાણી પણ ઝેર થઇ ગયું છે તો શું પીવું?’દુકાનો અને ઘરમાં આ પીવાનું પાણી જતું હોવાની વાત સામે આવી હતી.મિનરલ વોટરના નામે બેક્ટેરિયા યુક્ત પાણીનું વિતરણ મનપા દ્વારા આજ સુધીમાં 53 યુનિટ સીલ કરવામાં આવ્યા છે અને આ પાણી પીવાલાયક નહી હોવાની વાત સામે આવી છે, 93 યુનિટમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને હજારો ઓફિસ અને ધંધાના સ્થળે આ જગનું પાણી જતું હોવાની વાત સામે આવી છે, પાણીજન્ય રોગાચાળાને કાબુમાં લેવા માટે મનપા દ્વારા આ કામગીરી શરૂ કરી છે, 'મિનરલ વોટર'ના નામે વેંચાતા શંકાસ્પદ વોટર જગ અને બરફના કારખાનાઓ સામે તંત્ર લાલઆંખ કરી રહ્યું છે. અશુદ્ધ પાણી વેચતા એકમો સામે તંત્રની લાલ આંખ રાજકોટના વેસ્ટ, સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોનમાં ફેલાયેલા વિવિધ પાણીના પ્લાન્ટ અને બરફની ફેક્ટરીઓમાં તપાસ દરમિયાન અનેક અનિયમિતતાઓ સામે આવી હતી. કેટલાક વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનું સામે આવ્યું છે. ચેકિંગ દરમિયાન એકમોમાં સ્વચ્છતાનો અભાવ અને શુદ્ધિકરણની પ્રક્રિયામાં ખામી જોવા મળતા 53 સ્થળોને સીલ કરી દેવાયા છે. આ પણ વાંચો : Railway News : ભારતભરમાં 164 વંદે ભારત ટ્રેન સેવાઓ ચાલુ, 274 જિલ્લાઓમાં કનેક્ટિવિટી અને પર્યટનને પ્રોત્સાહન મળ્યું 

Read Full Story arrow_forward
Ahmedabad News: RTI એક્ટિવિસ્ટોનો ત્રાસથી AMC ઓફિસર કંટાળ્યા, ACB સહિત PMO સુધી કરી લેખિત ફરિયાદ
calendar_today February 13, 2026

Ahmedabad News: RTI એક્ટિવિસ્ટોનો ત્રાસથી AMC ઓફિસર કંટાળ્યા, ACB સહિત PMO સુધી કરી લેખિત ફરિયાદ

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ના દક્ષિણ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર દ્વારા કરવામાં આવેલી એક લેખિત ફરિયાદે અમદાવાદ મ્યુનિસિપલ વર્તુળોમાં ભારે ચકચાર જગાવી છે. RTI એક્ટિવિસ્ટો દ્વારા કરવામાં આવતી સતત હેરાનગતિ અને બ્લેકમેલિંગથી કંટાળીને અધિકારીએ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) સહિત ઉચ્ચ સ્તરે પત્ર લખી રક્ષણની માગ કરી છે.પત્રમાં બ્લેકમેલિંગના ગંભીર આક્ષેપો વાયરલ થયેલા પત્રમાં ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે આક્ષેપ કર્યો છે કે, કેટલાક ચોક્કસ વ્યક્તિઓ RTI એક્ટિવિસ્ટના નામે ગેરકાયદે બાંધકામો અને તંત્રની કાર્યવાહીને નિશાન બનાવી અધિકારીઓને માનસિક રીતે ટોર્ચર કરી રહ્યા છે. આ વ્યક્તિઓ વોટ્સએપ, ફોન કોલ્સ અને ઈ-મેઈલ દ્વારા સતત સંપર્ક કરી બ્લેકમેલિંગ કરતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. PM અને ચીફ જસ્ટિસ સુધી પહોંચી ફરિયાદ અધિકારીએ આ પત્ર માત્ર ACBને જ નહીં, પરંતુ તેની નકલ વડાપ્રધાન (PM), મુખ્યમંત્રી (CM), નાયબ મુખ્યમંત્રી, શહેર પોલીસ કમિશનર, DCP અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસને પણ મોકલી આપી છે. પત્રમાં કયા એક્ટિવિસ્ટે કયા મુદ્દે કેટલી અરજીઓ કરી છે, તેનો પણ વિગતવાર ડેટા રજૂ કરવામાં આવ્યો છે. ગેરકાયદે બાંધકામોને હથિયાર બનાવાયું પત્રમાં ઉલ્લેખ કરાયો છે કે દક્ષિણ ઝોનમાં થતા ગેરકાયદે બાંધકામો સામે જ્યારે તંત્ર કાર્યવાહી કરે છે, ત્યારે આ એક્ટિવિસ્ટો અંગત સ્વાર્થ માટે દબાણ લાવે છે. તંત્રની કામગીરીમાં અવરોધ ઊભો કરી અધિકારીઓને ખોટી રીતે ફસાવવાની ધમકી આપતા હોવાનું પણ જણાવાયું છે. હવે જોવાનું એ રહેશે કે આટલા મોટા સ્તરે ફરિયાદ થયા બાદ ગૃહ વિભાગ અને મ્યુનિસિપલ કમિશનર આ મામલે શું તપાસના આદેશ આપે છે. આ પણ વાંચો - Ahmedabad News: સરખેજમાં પરિણિતાએ એસિડ પી જીવન ટૂંકાવ્યું

Read Full Story arrow_forward
Gold Silver Price Today : સોના ચાંદીમાં બમ્પર ઉછાળો! જાણો 10 ગ્રામ 24 કેરેટ સોનાની લેટેસ્ટ કિંમત
calendar_today February 13, 2026

Gold Silver Price Today : સોના ચાંદીમાં બમ્પર ઉછાળો! જાણો 10 ગ્રામ 24 કેરેટ સોનાની લેટેસ્ટ કિંમત

જો તમે સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો હાલ આ વિચાર માંડી વાળવો પડી શકે છે. કારણ કે છેલ્લા ઘણા દિવસથી સોના ચાંદીના ભાવમાં અનિશ્ચિતતા વધી રહી છે. ત્યારે આજે કિંમતી ધાતુઓના ભાવમાં નવો વળાંક આવ્યો છે. આજે સવારે બજાર ખુલતાની સાથે જ બંને કિંમતી ધાતુઓમાં તીવ્ર વધારો જોવા મળ્યો. ખાસ કરીને ચાંદીમાં એટલી ચમક આવી છે કે તેણે સામાન્ય ખરીદદારોને ફરીથી વિચાર કરવા મજબૂર કર્યા છે. આજે ચાંદીનો ભાવ પહેલા ચાંદી વિશે વાત કરીએ તો MCX પર સવારે 10 વાગ્યાની આસપાસ, ચાંદીના ભાવ પ્રતિ કિલો 6,000 રૂપિયાથી વધુ ઉછળ્યા છે. તાજેતરના ડેટા અનુસાર એક કિલો ચાંદીનો ભાવ ₹6,488 વધીને ₹2,42,923 પર ટ્રેડ થઈ રહ્યો છે. આ આંકડો રેકોર્ડબ્રેક છે. ટ્રેડિંગ સેશન દરમિયાન ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹2,39,626 ની નીચી સપાટીએ પહોંચી હતી પરંતુ જોરદાર ખરીદીના દબાણે તેને ₹2,43,699 ની ઊંચી સપાટીએ પહોંચાડી દીધી હતી. આ નોંધપાત્ર વધારો દર્શાવે છે કે ઔદ્યોગિક માંગ અને બજારની સ્થિતિને કારણે ચાંદી ધીમે ધીમે સામાન્ય માણસ માટે વધુને વધુ સુલભ બની રહી છે. આજે સોનાનો ભાવ ચાંદીની જેમ સોનું પણ આજે મજબૂત ગતિએ આગળ વધી રહ્યું છે. લગ્ન સિઝન માટે ઘરેણાં બનાવવાનું આયોજન કરી રહેલા લોકો માટે કદાચ નિરાશા સાંપડી શકે છે. આજે સવારે 10 વાગ્યાની આસપાસ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹1,639 નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો. આ વધારા સાથે 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,54,475 પર પહોંચી ગયો છે. આ ભાવ ₹1.55 લાખના મનોવૈજ્ઞાનિક સ્તરની ખૂબ નજીક છે. બજારમાં ચાલી રહેલી આ ઉથલપાથલ વચ્ચે આજના સેશનમાં સોનાનો ભાવ ₹1,53,750 પ્રતિ 10 ગ્રામના નીચલા સ્તરે પહોંચી ગયો. જ્યારે ₹1,54,837 ની ઊંચી સપાટીએ પહોંચ્યો. આનો અર્થ એ થયો કે સોનાએ દિવસભરના કારોબાર દરમિયાન પોતાની મજબૂતી જાળવી રાખી. ભાવમાં આ સતત વધારો એ વાતનો પુરાવો છે કે રોકાણકારો પીળી ધાતુ પર સલામત રોકાણ તરીકે વિશ્વાસ રાખે છે. બજારમાં ઉથલપાથલ છેલ્લા કેટલાક દિવસોથી બુલિયન બજારની ગતિવિધિઓને સમજવી મુશ્કેલ બની રહી છે. ક્યારેક ભાવમાં થોડો ઘટાડો થાય છે પછી બીજી જ ક્ષણે તીવ્ર વધારો થાય છે. આજનો દિવસ આ ઉછાળાનો દિવસ હતો. સોના અને ચાંદી બંને ધાતુઓમાં ઝડપી વધારો સ્પષ્ટપણે દર્શાવે છે કે બજારની અસ્થિરતા ચાલુ રહેશે. જ્યારે MCX પર ભાવ ખૂબ ઊંચા હોય છે, ત્યારે સ્થાનિક બજારના ઝવેરીઓ અંતિમ ભાવ નક્કી કરવા માટે મેકિંગ ચાર્જ અને ટેક્સ ઉમેરે છે, જે આ ભાવોને વધુ ઊંચા બનાવે છે.

Read Full Story arrow_forward