android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : કચ્છના બિટ્ટામાં સર્વે નંબર 619માં ખેતી વિષયક દબાણ દૂર કરાયું, પોલીસની ટીમ રહી હાજર
calendar_today February 13, 2026

Gujarat Latest News Live : કચ્છના બિટ્ટામાં સર્વે નંબર 619માં ખેતી વિષયક દબાણ દૂર કરાયું, પોલીસની ટીમ રહી હાજર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 13 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Surendranagar News: ગોપાલગઢના જંગલમાંથી મળ્યું માનવ કંકાલ, પોલીસ તપાસ તેજ
calendar_today February 13, 2026

Surendranagar News: ગોપાલગઢના જંગલમાંથી મળ્યું માનવ કંકાલ, પોલીસ તપાસ તેજ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામની સીમમાં આવેલા જંગલ વિસ્તારમાંથી એક અજાણ્યા પુરૂષનું માનવ કંકાલ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ગોપાલગઢ જંગલની ઝાડીઓમાં હાડપિંજર હાલતમાં પડેલા આ અવશેષો જોતા કોઈ ગંભીર ઘટના બની હોવાની આશંકા સેવાઈ રહી છે.30 થી 35 વર્ષના યુવકનું હોવાનું અનુમાન ઘટનાની મળતી માહિતી અનુસાર, ધ્રાંગધ્રાના ગોપાલગઢ ગામથી આશરે ચાર કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાં આ કંકાલ મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ કંકાલ અંદાજે 30 થી 35 વર્ષની વયના યુવાનનું હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળેથી પુરાવા કબ્જે લેવાયા પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કંકાલની આસપાસથી ગરમ સ્વેટર, પેન્ટ, ચપ્પલ અને તમાકુનું એક પેકેટ મળી આવ્યું છે. પોલીસે આ તમામ વસ્તુઓ તપાસ અર્થે કબ્જે લીધી છે. આ વસ્તુઓના આધારે મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. FSL તપાસ માટે રાજકોટ મોકલાયું ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા આ માનવ કંકાલનો કબ્જો મેળવી તેને વૈજ્ઞાનિક તપાસ માટે રાજકોટ એફએસએલ (FSL) ખાતે મોકલી આપ્યું છે. એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું ચોક્કસ કારણ અને સમય જાણી શકાશે. હાલમાં પોલીસે આસપાસના ગામોમાં ગુમ થયેલા વ્યક્તિઓની યાદી તપાસવાની અને આ હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ પણ વાંચો - Surendranagar: મૂળીમાં વનકર્મી પર મારી નાંખવાના ઈરાદે કાર ચડાવવાના કેસના ફરાર ત્રિપુટી પકડાઈ

Read Full Story arrow_forward
Surat: અઠવા વિસ્તારમાં કરિયાણાના વેપારીની કાળી કરતૂત, પત્નીના બેંક ખાતામાંથી બારોબાર નાણાં ઉપાડી લીધા
calendar_today February 13, 2026

Surat: અઠવા વિસ્તારમાં કરિયાણાના વેપારીની કાળી કરતૂત, પત્નીના બેંક ખાતામાંથી બારોબાર નાણાં ઉપાડી લીધા

કહેવાય છે કે પતિ-પત્નીનો સંબંધ વિશ્વાસ પર ટકેલો હોય છે, પરંતુ સુરતના અઠવા વિસ્તારમાં એક પતિએ આ પવિત્ર સંબંધને લજવ્યો છે. પોતાની જ પત્નીની જાણ બહાર તેના બેંક ખાતામાંથી લાખો રૂપિયાની ઉચાપત કરનાર કરિયાણાના વેપારીની અઠવા પોલીસે ધરપકડ કરી છે.સુરતમાં પત્નીની બચત પર પતિનો હાથફેરોઅઠવા વિસ્તારમાં રહેતા અને કરિયાણાનો વેપાર કરતા એક શખ્સે પોતાની પત્નીની વર્ષોની મહેનતની બચત પર નજર બગાડી હતી. પત્નીએ પોતાના ભવિષ્ય માટે બેંકમાં જે નાણાં બચાવ્યા હતા, તેની જાણ પતિને હતી. લાલચમાં આવીને પતિએ પત્નીની ખોટી સહીઓ કરવાનું શરૂ કર્યું હતું.17.46 લાખની છેતરપિંડીઆરોપી પતિએ પત્નીના બેંક દસ્તાવેજો અને ચેકબુકનો દુરુપયોગ કરી, તેની નકલી સહીઓ બનાવીને સમયાંતરે કુલ રૂપિયા 17.46 લાખ જેટલી માતબર રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી અથવા ઉપાડી લીધી હતી. પત્નીને જ્યારે પોતાની વર્ષોની બચત ગાયબ હોવાની જાણ થઈ, ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોતાના જ પતિ દ્વારા થયેલા આ વિશ્વાસઘાત મામલે પત્નીએ હિંમત દાખવી અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આર્થિક છેતરપિંડી અને દસ્તાવેજોમાં ચેડાં કરવા બદલ ગુનો નોંધી, તપાસના અંતે આરોપી પતિની ધરપકડ કરી છે.આ પણ વાંચો: Gandhinagar: ગુજરાત વિધાનસભા ડેપ્યુટી સ્પીકરના પદ માટે પૂર્ણેશ મોદીએ ફોર્મ ભર્યું

Read Full Story arrow_forward