android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: સરખેજમાં પરિણિતાએ એસિડ પી જીવન ટૂંકાવ્યું
calendar_today February 13, 2026

Ahmedabad News: સરખેજમાં પરિણિતાએ એસિડ પી જીવન ટૂંકાવ્યું

અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સરખેજના ભરવાડવાસમાં રહેતી એક 21 વર્ષીય પરિણિતાએ અગમ્ય કારણોસર એસિડ પીને આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. યુવાન પરિણિતાના આ પગલાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.3 વર્ષ પહેલા જ થયા હતા લગ્ન ઘટનાની મળતી માહિતી અનુસાર, આત્મહત્યા કરનારી પરિણિતાના લગ્ન માત્ર 3 વર્ષ પહેલા જ થયા હતા. લગ્નના ટૂંકા ગાળામાં જ 21 વર્ષની વયે પરિણિતાએ આવું અંતિમ પગલું કેમ ભર્યું તે અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આત્મહત્યાનું કારણ અકબંધ પરિણિતાએ કયા સંજોગોમાં અને કયા કારણોસર એસિડ પીને આત્મહત્યા કરી છે તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ આ કૌટુંબિક કલેશનો મામલો છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પરિણિતાના પિયર પક્ષ અને સાસરી પક્ષના સભ્યોના નિવેદન લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સરખેજ પોલીસની તપાસ સરખેજ પોલીસ દ્વારા આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 3 વર્ષના ટૂંકા લગ્નગાળામાં પરિણિતાના મોતને પગલે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો - Ahmedabad News : અમદાવાદના વેજલપુરમાં અંગત અદાવતમાં 2 રાઉન્ડ ફાયરિંગ, ફરિયાદીને પગના ભાગે વાગે ગોળી

Read Full Story arrow_forward
Surat News : સુરતના રૂઢનાથપુરામાં ગેસની બોટલથી કારખાનામાં બ્લાસ્ટ, ધડાકા સાથે બારણા-બારીના કાંચ તૂટી ગયા
calendar_today February 13, 2026

Surat News : સુરતના રૂઢનાથપુરામાં ગેસની બોટલથી કારખાનામાં બ્લાસ્ટ, ધડાકા સાથે બારણા-બારીના કાંચ તૂટી ગયા

બ્લાસ્ટ થતા દરવાજા-બારીના કાચ તૂટ્યા છે અને કામદાર બહાર નીકળી જતા આબાદ બચાવ થયો છે, તો બીજી તરફ મશીન, ટેબલ સહિતના સામાનને નુકસાન થયું છે અને આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી, ફાયર વિભાગે ઘટના સ્થળે જઈ તપાસ શરૂ કરી હતી અને જ્વેલર્સના કારખાનામાં બ્લાસ્ટ થયો છે. મશીન, ટેબલ, ખુરશી, વાયરીંગ સહિતના સામાનને નુકસાન સુરતના રૂઢનાથપુરા વિસ્તારમાં જ્વેલર્સના દાગીના બનાવવાના કારખાનામાં ગેસની બોટલમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા અફરાતફરી મચી હતી અને લોકો જીવ બચાવવા માટે દોડયા હતા, જોકે કામદારો બહાર નીકળી જતા કોઈ જાનહાની થઈ નથી, બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે બારી-બારણાના કાંચ પણ તૂટી ગયા હતા, જોકે આગ ના લાગતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, તો વાયરીંગને પણ મોટું નુકસાન થયું હોવાની વાત સામે આવી છે. ફાયર અને પોલીસ વિભાગે તપાસ કરી શરૂ તો જ્વેલર્સના દાગીના બનાવવાનું કારખાનું આવેલું છે અને દાગીના બનાવવા માટે બ્લુકેમ પ્રોટેબલ ગેસ કારટેજ એટલે કે ટીનમાં જે ગેસ આવે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો, અને અચાનક બ્લાસ્ટ થતા લોકો બહાર દોડી આવ્યા હતા. આ બનાવમાં કોઇ ઇજા જાનહાનિ થઇ નહી હોવાનું ફાયર ઓફિસરે કહ્યુ હતું. આ પણ વાંચો : Gandhinagar News : આદિજાતિ વિસ્તારના 11 જિલ્લાના 258 ગામોને ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના’ હેઠળ રૂ.5 કરોડથી વધુની રકમ અપાઈ 

Read Full Story arrow_forward
Ahmedabad: મોબાઈલ ચોરતી ઝારખંડની ગેંગનો પર્દાફાશ, LCBએ બે આરોપીઓને દબોચ્યા
calendar_today February 13, 2026

Ahmedabad: મોબાઈલ ચોરતી ઝારખંડની ગેંગનો પર્દાફાશ, LCBએ બે આરોપીઓને દબોચ્યા

અમદાવાદ શહેરના ભીડભાડવાળા વિસ્તારો અને એસ.ટી. બસ સ્ટેન્ડ પરથી મુસાફરોના મોબાઈલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે સાગરીતોને ઝોન-૩ એલસીબી (LCB) ની ટીમે ઝડપી પાડ્યા છે. પકડાયેલા બંને આરોપીઓ મૂળ ઝારખંડના વતની હોવાનું ખુલ્યું છે, જેઓ ખાસ મોબાઈલ ચોરી કરવા માટે અમદાવાદ આવતા હતા.મોબાઈલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગઆ ગેંગ ખાસ કરીને ગીતા મંદિર બસ સ્ટેન્ડ અને નરોડા બસ સ્ટેન્ડ જેવા ભરચક વિસ્તારોને નિશાન બનાવતી હતી. બસમાં ચઢતી વખતે કે ઉતરતી વખતે મુસાફરોની નજર ચૂકવીને ખિસ્સામાંથી અથવા બેગમાંથી મોબાઈલ ચોરી લેવામાં તેઓ માહિર હતા. તેમની ધરપકડથી નરોડા અને કાગડાપીઠ પોલીસ મથકમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના કુલ 7 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.7 ગુનાના ભેદ ઉકેલાયાએલસીબીની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને બંને શખ્સોને આંતર્યા હતા. તેમની તલાશી લેતા તેમની પાસેથી અલગ-અલગ કંપનીના કુલ 9 મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેની કિંમત અંદાજે રૂપિયા 2.64 લાખ જેટલી થાય છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ ઝારખંડથી આવી અહીં ચોરી કરતા અને ચોરીના મોબાઈલ અન્ય રાજ્યોમાં વેચી દેતા હતા. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે તેમની સાથે અન્ય કેટલા શખ્સો સંકળાયેલા છે અને અત્યાર સુધીમાં તેમણે કેટલા મોબાઈલની ચોરી કરી છે.આ પણ વાંચો: Surat: અઠવા વિસ્તારમાં કરિયાણાના વેપારીની કાળી કરતૂત, પત્નીના બેંક ખાતામાંથી બારોબાર નાણાં ઉપાડી લીધા

Read Full Story arrow_forward