android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News : સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 50નો વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ 2900ને પાર પહોંચ્યો
calendar_today February 13, 2026

Rajkot News : સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 50નો વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ 2900ને પાર પહોંચ્યો

રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે, છેલ્લા બે દિવસમાં સિંગતેલના ભાવમાં રૂપિયા 50નો વધારો થયો છે અને ડબ્બાનો ભાવ પહોંચ્યો 2885-2935 રૂપિયાએ પહોંચ્યો છે, લગ્ન ગાળો અને નફાખોરીની શંકાએ ભાવ વધારો થયો છે. 23 જાન્યુઆરી 2026ના રોજ પણ ભાવ વધ્યો હતો સિંગતેલનો ખાદ્યતેલના ભાવમાં તેજી યથાવત રહી છે અને સિંગતેલના ભાવમાં ડબ્બે રૂ. 20નો વધારો થયો હતો, સિંગતેલનો ભાવ વધીને રુ. 2760એ પહોંચ્યો હતો, લગ્નની સિઝન શરુ થતા ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. 02 જાન્યુઆરી 2026ના રોજ પણ ભાવ વધ્યો હતો સિંગતેલનો નવા વર્ષના પ્રારંભે સિંગતેલના ભાવમાં રૂ.20નો વધારો થયો હતો અને ડબ્બાનો ભાવ રૂ.2660 થી વધીને રૂ. 2680 થયો હતો. ચાલુ વર્ષે હજુ પણ સિંગતેલના ભાવ વધવાની શક્યતા વેપારીઓ દ્વારા સેવાઈ રહી છે. 18 ડિસેમ્બર 2025ના રોજ પણ ભાવ વધ્યો હતો સિંગતેલનો રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં જોવા મળી વધ-ઘટ અને સિંગતેલના ભાવમાં વધારો જ્યારે કપાસિયામાં થયો ઘટાડો થયો હતો. સિંગતેલના ભાવમાં 15 રૂપિયાનો વધારો થતા ડબ્બાનો ભાવ 2555-2605 રૂપિયાએ પહોંચ્યો હતો, કપાસીયા તેલના ભાવમાં 30 રૂપિયાનો ઘટાડો થતાં ડબ્બાનો ભાવ 2160-2210 રૂપિયાએ પહોંચ્યો હતો, આ ભાવ છેલ્લે 18 ડિસેમ્બર 2025ના રોજ હતો. શુદ્ધ સીંગતેલ મળી રહે તે માટે એક આગવી પહેલ ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં વર્ષ ૨૦૨૫ને ‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર વિવિધ સહકારી પ્રવૃત્તિઓને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. જેના ભાગરૂપે રાજ્યના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના સહયોગથી પ્રથમવાર દેવભૂમિ દ્વારકામાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-APMC ખંભાળિયા ખાતે રૂ. ૧ કરોડથી વધુના ખર્ચે સીંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતો તેમની ખેતપેદાશોના યોગ્ય ભાવે ખરીદ-વેચાણ કરી શકે તેવા હેતુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં રાજ્ય સરકારના સહયોગથી ખંભાળિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નાગરિકોને શુદ્ધ સીંગતેલ મળી રહે તે માટે એક આગવી પહેલ કરવામાં આવી છે. આ પણ વાંચો : Surat News : સુરતની નવી સિવિલનું નવું નજરાણું, સુપર સ્પેશિયાલિટી પ્રોજેક્ટ હેઠળ કેથેટરાઇઝેશન લેબોરેટરી સેવાનો શુભારંભ 

Read Full Story arrow_forward
Surat: એરપોર્ટ પર મોટી વિમાન દુર્ઘટના ટળી, રન-વે પર 140ની ઝડપે ઇન્ડિગો ફ્લાઇટના ટાયર ઘસડાયા
calendar_today February 13, 2026

Surat: એરપોર્ટ પર મોટી વિમાન દુર્ઘટના ટળી, રન-વે પર 140ની ઝડપે ઇન્ડિગો ફ્લાઇટના ટાયર ઘસડાયા

સુરત એરપોર્ટ પર બુધવારે રાત્રે એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી હતી, જેમાં ઇન્ડિગોની કોલકત્તા-સુરત ફ્લાઇટ ઉતરતી વખતે મોટી દુર્ઘટનાનો શિકાર બનતા સહેજમાં બચી ગઈ હતી. પાયલટની સમયસૂચકતા અને વ્યાવસાયિક કુશળતાને કારણે વિમાનમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.પ્લેનના ટાયર રન-વે પર ઘસડાયા બુધવારે રાત્રે જ્યારે ઇન્ડિગોની ફ્લાઇટ સુરત એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહી હતી, ત્યારે ટચ-ડાઉન થતાની સાથે જ પ્લેનના ટાયર રન-વે પર જોરદાર અવાજ સાથે ઘસડાયા હતા. આ સમયે પ્લેનની ઝડપ અંદાજે 140 કિમી પ્રતિ કલાક હતી. રન-વે પર ટાયર ઘસડાવાને કારણે પ્લેન પરનું નિયંત્રણ ગુમાવવાની ભીતિ સેવાઈ રહી હતી.પાયલટનો ‘લાઇફ સેવિંગ’ નિર્ણયપરિસ્થિતિની ગંભીરતા પારખીને પાયલટે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર "પ્રિ-કોશનરી ગો અરાઉન્ડ" (Pre-cautionary Go Around) લેવાનો નિર્ણય કર્યો હતો. પ્લેન રન-વે પર ટચ થઈ ગયું હોવા છતાં, પાયલટે ‘ઝીરો ફૂટ’ થી ફૂલ પાવર આપીને વિમાનને ફરી હવામાં ટેક-ઓફ કરી દીધું હતું. અચાનક વિમાન ફરી હવામાં ફંગોળાતા મુસાફરોના જીવ ટાળવે ચોંટ્યા હતા.વિમાનનું ફરીથી સુરક્ષિત લેન્ડિંગહવામાં થોડો સમય ચક્કર લગાવ્યા બાદ, પાયલટે વિમાનનું ફરીથી સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. વિમાન રન-વે પર સ્થિર થતા જ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો અને પાયલટનો આભાર માન્યો હતો. આ સમગ્ર ઘટનાને કારણે ફ્લાઇટ નિર્ધારિત સમય કરતા 20 મિનિટ મોડી પડી હતી.આ પણ વાંચો: Surat: લિંબાયતમાં 10 લાખની ઘરફોડ ચોરી, સોના-ચાંદીના ઘરેણાં લઈ તસ્કરો ફરાર

Read Full Story arrow_forward
Ahmedabad News: સોલા સિવિલ કેમ્પસમાં ત્યજી દીધેલું નવજાત શિશુ મળ્યું, સડી ગયેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર
calendar_today February 13, 2026

Ahmedabad News: સોલા સિવિલ કેમ્પસમાં ત્યજી દીધેલું નવજાત શિશુ મળ્યું, સડી ગયેલી હાલતમાં મૃતદેહ મળતા ચકચાર

અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાંથી એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલની નવી બની રહેલી સાઈટ પરથી એક ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવ્યું છે. કમનસીબે, આ બાળક મૃત હાલતમાં હતું અને તેનો દેહ સડી ગયેલી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.સિક્યુરિટી ગાર્ડે સુપરવાઈઝરને કરી જાણ ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદા સોલા સિવિલ કેમ્પસમાં નવી સાઈટ પર ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડને શંકાસ્પદ વસ્તુ દેખાતા તેણે તપાસ કરી હતી. તપાસ દરમિયાન ત્યાં એક નવજાત બાળક મળી આવ્યું હતું. ગાર્ડે તુરંત આ બાબતની જાણ તેના સુપરવાઈઝરને કરી હતી, ત્યારબાદ હોસ્પિટલ પ્રશાસન અને પોલીસને જાણ કરવામાં આવી હતી. બે દિવસનું નવજાત હોવાનો અંદાજ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ શિશુ અંદાજે બે દિવસનું છે. ખુલ્લામાં અને ગંદકી વચ્ચે હોવાથી બાળકનો મૃતદેહ સડી ગયેલી હાલતમાં જોવા મળ્યો હતો. કોઈ અજાણી મહિલાએ પાપ છુપાવવા અથવા અન્ય કોઈ કારણોસર નવજાતને અહીં ત્યજી દીધું હોવાની આશંકા સેવાઈ રહી છે. સોલા પોલીસે તપાસ તેજ કરી આ મામલે સોલા પોલીસ મથકે અજાણી મહિલા વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સોલા પોલીસ દ્વારા હોસ્પિટલ કેમ્પસ અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ, તાજેતરમાં હોસ્પિટલમાં થયેલી ડિલિવરીનો ડેટા પણ તપાસવામાં આવી રહ્યો છે, જેથી બાળકને તરછોડનાર સુધી પહોંચી શકાય. આ પણ વાંચો - Ahmedabad News: બેંક કર્મચારી પતિની ક્રૂરતા, પત્નીને તરછોડી ડિવોર્સ માટે ઈ-મેઈલ મોકલ્યો

Read Full Story arrow_forward