android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Donald Trumpનું ગયા વર્ષમાં આપેલું નિવેદન ફરીથી સોશિયલ મીડિયામાં વાયરલ, વિદેશ મંત્રાલયે શું આપી પ્રતિક્રિયા?
calendar_today February 12, 2026

Donald Trumpનું ગયા વર્ષમાં આપેલું નિવેદન ફરીથી સોશિયલ મીડિયામાં વાયરલ, વિદેશ મંત્રાલયે શું આપી પ્રતિક્રિયા?

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે વિડિઓ પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પીએમ મોદીના રાજકીય કારકિર્દી અંગે નિવેદન ભારતના વિદેશ મંત્રાલયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિવાદાસ્પદ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. આ અગાઉનું નિવેદન પીએમ મોદીના રાજકીય કારકિર્દી અંગે આપવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ટ્રમ્પે ગયા વર્ષે ઓક્ટોબરમાં આ વિચિત્ર ટિપ્પણી કરી હતી. આ એવા સમયે હતું જ્યારે ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદીને લઈને અમેરિકા-ભારતના સંબંધો તણાવપૂર્ણ હતા. અમે યોગ્ય કાર્યવાહી કરીશુઃ વિદેશ મંત્રાલય વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં પ્રવક્તા રણધીર જયસ્વાલને ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું હતુ. સ્પષ્ટ ટિપ્પણીઓ માટે જાણીતા અમેરિકન રાષ્ટ્રપતિએ 15 ઓક્ટોબર 2025ના રોજ આ નિવેદન આપ્યું હતું. જોકે, આ વીડિયો સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થઈ રહ્યો છે. તેમણે પીએમ મોદીની પણ પ્રશંસા કરી હતી, અને ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારતે અમેરિકાને ખાતરી આપી હતી કે તે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે. સોશિયલ મીડિયામાં ચર્ચા થઇ તેજ ભારતે હંમેશા કહ્યું છે કે તેના 1.4 અબજ ભારતીયોની ઉર્જા સુરક્ષા તેના માટે મહત્વપૂર્ણ છે અને તે તેને ધ્યાનમાં રાખીને કામ કરશે. વ્હાઇટ હાઉસમાં બોલતા, ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા કરી, તેમને "મહાન માણસ" અને સમયની કસોટી પામેલા નેતા ગણાવ્યા હતા. પછી અમેરિકન રાષ્ટ્રપતિ એક સેકન્ડ માટે થોભ્યા અને વિચાર્યું. ટ્રમ્પે તરત જ આગ્રહ કર્યો કે "પ્રેમ" શબ્દને બીજી કોઈ રીતે ન લેવો જોઈએ, કારણ કે તેઓ પીએમ મોદીની રાજકીય કારકિર્દી બગાડવા માંગતા ન હતા. આ પણ વાંચોઃ Lifestyle: દૂધના બેક્ટેરિયા કેટલા ખતરનાક, તેને કેવી રીતે કરશો દૂર? 

Read Full Story arrow_forward
Valsad News : વાપીના ભંગારના વેપારીનું 50 હજારની ઉઘરાણીમાં 4 શખ્સોએ કર્યું અપહરણ, 15 કલાક બંધક બનાવી ઢોર માર માર્યો
calendar_today February 12, 2026

Valsad News : વાપીના ભંગારના વેપારીનું 50 હજારની ઉઘરાણીમાં 4 શખ્સોએ કર્યું અપહરણ, 15 કલાક બંધક બનાવી ઢોર માર માર્યો

વાપી શહેરમાં ભંગારના વેપારી પર ચાર શખ્સોએ અઘોર બનાવો કર્યો છે. ઘટનામાં વેપારીને 50 હજાર રૂપિયાની ઉઘરાણીના મુદ્દે અપહરણ કરીને 15 કલાક સુધી બંધક બનાવી માર મારવામાં આવ્યો.વેપારીને તેની જ કારમાં સીટબેલ્ટથી બાંધી ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. અંતે મિત્રની મધ્યસ્થીથી છૂટેલા વેપારીએ ભીલાડ પોલીસ મથકે ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વાપીના ભંગારના વેપારીનું અપહરણ કરી માર માર્યો પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ, આરોપીઓએ વેપારીને કારમાં સીટ બેલ્ટથી બાંધી અને અલગ-અલગ જગ્યાએ લઈ જઇને ગુડગલીત અને ક્રૂર હિંસાની ઘટનાને અંજામ આપ્યો. ભોગ બનનાર વેપારીની ગંભીર ઈજાઓ થઈ હોવાની જાણ છે. આ બનાવ અંગે ભીલાડ પોલીસ સ્ટેશનમાં વેપારીએ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ઘટના સ્થળની તપાસ સાથે જ આરોપીઓની ઓળખ અને ઝડપી પકડ માટે કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચોઃ Surat News: કુખ્યાત ચિરાગ ગોટીના આતંકનો વધુ એક મામલો સામે આવ્યો, બિલ્ડર પાસેથી 18 લાખ પડાવ્યા

Read Full Story arrow_forward
Morbi News: શહેરમાં રખડતા શ્વાનનો આતંક, આઠ લોકોને બચકાં ભરતા ભય ફેલાયો
calendar_today February 12, 2026

Morbi News: શહેરમાં રખડતા શ્વાનનો આતંક, આઠ લોકોને બચકાં ભરતા ભય ફેલાયો

મોરબીમાં રખડતા શ્વાનને લઈને ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. એક જ દિવસમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 8 લોકોને શ્વાન કરડ્યાં હતાં જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડીને સારવાર આપવામાં આવી છે. સ્થાનિક લોકોમાં રોષ અને ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. રખડતા શ્વાનને લઈને ચિંતાનો માહોલ શહેરમાં ટીનાબેન તુમલભાઈ ,તેજલબેન કંઝારીયા,ભાર્ગવ દેવજીભાઈ,આરજુબેન રિયાઝભાઇ,શર્માબેન પ્રકાશભાઈ,રાકેશભાઈ નાનાભાઇ, કિશોરભાઇ ઊકાભાઈ ઉડેચાને રખડતા શ્વાનોએ બચકાં ભર્યા હતાં. આ તમામ લોકોને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. તંત્રના અધિકારીઓએ જણાવ્યું કે રખડતા કૂતરાઓને નિયંત્રણમાં લેવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે. આ પણ વાંચોઃ Anand News: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 15 લોકો ઈજાગ્રસ્ત

Read Full Story arrow_forward