android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad Plane Crash : એર ઈન્ડિયા પ્લેન દુર્ઘટના પાયલટે જાણી જોઈને કરી હતી? દાવા પર સરકારે આપી પ્રતિક્રિયા
calendar_today February 12, 2026

Ahmedabad Plane Crash : એર ઈન્ડિયા પ્લેન દુર્ઘટના પાયલટે જાણી જોઈને કરી હતી? દાવા પર સરકારે આપી પ્રતિક્રિયા

એર ઈન્ડિયા ફ્લાઈટ AI-171 ક્રેશને લઈને સોશિયલ મીડિયામાં ચાલી રહેલી અટકળો વચ્ચે વિમાન અકસ્માત તપાસ બ્યુરો (AAIB) દ્વારા સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે. ઈટાલીના એક અખબારમાં પ્રકાશિત થયેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ અકસ્માત જાણી જોઈને કરવામાં આવ્યો હોય શકે છે. આ દાવા બાદ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.પ્લેન ક્રેશની તપાસ હજૂ પૂર્ણ થઈ નથી: AAIB આ અટકળો પર વિરામ મૂક્તા AAIBએ સ્પષ્ટ કર્યું છે કે એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 સંબંધિત તપાસ હજુ ચાલુ છે અને અત્યાર સુધી કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવામાં આવ્યું નથી. બ્યુરોએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થઈ ગઈ હોવાના સમાચાર ભ્રામક અને પાયાવિહોણી છે. કોઈપણ વ્યક્તિ અથવા પક્ષને મજબૂત પુરાવા વગર દોષિત ઠેરવવું સંપૂર્ણપણે ગેરજવાબદાર અને અયોગ્ય છે. અફવાઓથી દૂર રહેવા સરકારની અપીલ AAIBએ સોશિયલ મીડિયા સંસ્થાઓ અને સામાન્ય જનતાને અપીલ કરી છે કે તેઓ માત્ર સત્તાવાર નિવેદનો અને અંતિમ તપાસ અહેવાલની રાહ જુએ. તપાસ પ્રક્રિયા ટેકનિકલ અને વિગતવાર હોય છે, જેમાં વિવિધ પાસાઓની ગંભીરતાથી તપાસ કરવામાં આવે છે. અધૂરી અથવા અપુષ્ટ માહિતીના આધારે નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી. ત્યારે સરકારની તરફથી પણ જણાવાયું છે કે તપાસ એજન્સીઓ પારદર્શિતા અને વ્યાવસાયિક રીતે કાર્ય કરી રહી છે. અંતિમ અહેવાલ જાહેર થયા બાદ જ અકસ્માતના સાચા કારણો વિશે માહિતી આપવામાં આવશે. ત્યાં સુધી કોઈપણ પ્રકારની અટકળોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 250થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ સવાર હતા અને પ્લેન અમદાવાદથી લંડન જવા માટે રવાના થયું હતું. આ પણ વાંચો : Brazil President Visit India: બ્રાઝિલના રાષ્ટ્રપતિ લૂલા 5 દિવસ ભારતના પ્રવાસે આવશે, બંને દેશ વચ્ચેના સંબંધો બનશે વધુ ગાઢ

Read Full Story arrow_forward
Gir Somnath News : તાલાલામાં મહિલા કોર્પોરેટરના પુત્ર પર છરી વડે હુમલો, હુમલાખોરો જૂનાગઢથી ઝડપાયા
calendar_today February 12, 2026

Gir Somnath News : તાલાલામાં મહિલા કોર્પોરેટરના પુત્ર પર છરી વડે હુમલો, હુમલાખોરો જૂનાગઢથી ઝડપાયા

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાં મહિલા કોર્પોરેટરના પુત્ર પર જીવલેણ હુમલો થતાં ભયનો માહોલ સર્જાયો હતો. આંબેડકર નગર વિસ્તારમાં બનેલી ઘટનામાં વિજય સોંદરવા પર ત્રણ શખ્સોએ છરીથી હુમલો કર્યો હતો. બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા આરોપીઓએ વિજય પર પ્રહાર કર્યો હતો. હુમલામાં તેના હાથ અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્રણેય હુમલાખોરોને પકડી લેવાયા ઘટનાની જાણ થતાં જ તાલાલા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વેરાવળથી DYSP પણ દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાતિપ્રત્યે અપમાન અને ગાળાગાળીના આક્ષેપો સામે આવતા પોલીસે એસ્ટ્રોસિટી એક્ટ, જીવલેણ હુમલો અને જાહેરનામા ભંગ સહિતના ગુનાઓ દાખલ કર્યા છે. હુમલા બાદ ત્રણેય આરોપી ફરાર થઈ ગયા હતા. જોકે, ગીર સોમનાથ LCBએ ઝડપી કાર્યવાહી કરતાં જૂનાગઢમાંથી ત્રણેય આરોપીઓને દબોચી લીધા છે. આરોપીઓએ નશો કરીને હુમલો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું છે કે કાયદેસરની કાર્યવાહી કડકાઈથી હાથ ધરવામાં આવશે. આ પણ વાંચોઃ Ahmedabad News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસને લઈને પોલીસ કમિશ્નરે નો ડ્રોન ફ્લાય અંગે જાહેરનામું બહાર પાડ્યું

Read Full Story arrow_forward
Gujarat News: સુરતના કુખ્યાત ચિરાગ ગોટીના કાંડનો મામલો નવસારી પહોંચ્યો, બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ
calendar_today February 12, 2026

Gujarat News: સુરતના કુખ્યાત ચિરાગ ગોટીના કાંડનો મામલો નવસારી પહોંચ્યો, બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ

સુરતના કુખ્યાત ચિરાગ ગોટીના કાંડનો રેલો નવસારી સુધી પહોંચ્યો છે. ગોટીના ઢોર મારનો ભોગ બનેલા પાર્થ મિયાણીએ બીલીમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. માર મારવાની ઘટના બીલીમોરા પોલીસ મથક વિસ્તારમાં બની હોવાથી અહીં ગુનો નોંધાયો છે. ભોગ બનનાર પાર્થ ગોટીની કંપનીમાં નોકરી કરતો હતો. ગોટીની પત્નીએ તેના ત્રાસના કારણે આત્મહત્યા કરી હોવાનો પાર્થ મિયાણીએ ખુલાસો કર્યો છે. બીલીમોરા પોલીસે ચિરાગ ગોટી વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં ચિરાગ ગોટીના કાંડનો વધુ એક કેસ સુરતમાં ચિરાગ ગોટીના આતંકનો વધુ એક કેસ સામે આવ્યો છે. તેણે બિલ્ડર પાસેથી જબરદસ્તી પૂર્વક 18 લાખ પડાવ્યા હતાં. તેની સામે ત્રણ લાખની સામે 18 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. બિલ્ડર રજની વાવડિયાએ આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત તેની પર 40 લોકો સાથે આતંક મચાવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ડ્રગ્સના કેસમાં ચિરાગ ગોટીએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. સુરતના વેડ રોડ પર રહેતા જમીન દલાલનું અપહરણ કરી તેની પાસે બે લાખની ખંડણી માંગી હતી અને 50 હજાર પડાવી લેવા બદર ગોટી, તેનો પિતા અને ભાઈ સહિત સાત શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ પોલીસે હવે ગોટીના આખા પરિવાર સામે ગાળિયો મજબૂત કર્યો છે. આ પણ વાંચોઃ Jamnagar News: શહેરમાં 35 લાખના ખર્ચે મુકેલા કચરાના ટ્વિન્સ બિનમાં કૌભાંડનો આક્ષેપ, સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો

Read Full Story arrow_forward