Anand News: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 15 લોકો ઈજાગ્રસ્ત
આણંદ જિલ્લામાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. ડુંગરીપુરા નજીક એસ.ટી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં 15થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળે છે.અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી. 1 કિમી જેટલો ટ્રાફિક ચક્કાજામ સર્જાયો અકસ્માતને કારણે એક્સપ્રેસ વે પર અંદાજે 1 કિમી જેટલો ટ્રાફિક ચક્કાજામ સર્જાયો હતો, જેને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી માર્ગ વ્યવહાર પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.ઈજાગ્રસ્તોમાંથી 6 લોકોને વધુ સારવાર માટે આણંદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે અન્યને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.આ પણ વાંચોઃ Surat News: કુખ્યાત ચિરાગ ગોટીના આતંકનો વધુ એક મામલો સામે આવ્યો, બિલ્ડર પાસેથી 18 લાખ પડાવ્યા
Read Full Story arrow_forward