android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jamnagar News:  શહેરમાં 35 લાખના ખર્ચે મુકેલા કચરાના ટ્વિન્સ બિનમાં કૌભાંડનો આક્ષેપ, સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો
calendar_today February 12, 2026

Jamnagar News: શહેરમાં 35 લાખના ખર્ચે મુકેલા કચરાના ટ્વિન્સ બિનમાં કૌભાંડનો આક્ષેપ, સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા સ્થળે ભીનો અને સૂકા કચરાના ટવીન બીન્સ મૂકવા માટે કરવામાં આવેલા રૂ.35 લાખનો ખર્ચ આંધણ થયાનો ઘાટ સર્જાતા કૌભાંડની આંશકા નકારી શકાતી નથી. મનપા દ્રારા મૂકવામાં આવેલા ટીવીન બીન્સ અમુક સ્થળો પરથી ગાયબ છે તો અમુક સ્થળો પર તૂટી ગયા છે. મનપા દ્વારા આડેધડ ટવીનબીન્સ મૂકી બુઘ્ધિનું દેવાળુ ફૂંકયા બાદ નાણાંનો પણ ધુમાડો કરવામાં આવતા સ્વચ્છ અને ગ્રીન જામનગર અભિયાનનો ફીયાસ્કો થયો છે. મનપા દ્વારા સાતત્યનો અભાવ સ્વચ્છ અને ગ્રીન જામનગરના દાવા ચરિતાર્થ કરવા અને સ્વચ્છતા સર્વેક્ષણમાં જામનગરનો અગ્ર ક્રમ આવે તે માટે મહાનગરપાલિકા દ્વારા જંગી ખર્ચ કરવામાં આવે છે. પરંતુ જંગી ખર્ચ કર્યા બાદ કામગીરીમાં મનપા દ્વારા સાતત્યનો અભાવ જોવા મળે છે. ઘોર બેદરકારીથી સ્વચ્છ અને ગ્રીન જામનગરના અભિયાનનો ફીયાસ્કો થઇ રહ્યો છે. શહેરમાં 10 મહીના પહેલા મહાનગરપાલીકા દ્રારા શહેરના જુદા-જુદા માર્ગો અને વિસ્તારોમાં ભીના અને સૂકા કચરાના ટવીનબીન્સ મૂકવાની કામગીરી કરવામાં આવી હતી. આ માટે અમદાવાદની એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. 35 લાખનો જંગી ખર્ચ કરવામાં આવ્યો આ કામગીરી પાછળ 35 લાખનો જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ આ કામગીરીમાં જે તે સમયે મહાનગરપાલીકા દ્રારા બુઘ્ધિનું દેવાળું ફૂંકવામાં આવ્યું હતું. બીજી તરફ શહેરમાં જિલ્લા પંચાયતની સામે ક્રીકેટ બંગલાની દિવાલની ફરતે 100મીટરના અંતરમાં કે જયાં બે તો મોટી કચરાપેટી હોવા છતાં બાજુ બાજુમાં 7 ટીવીનબીન્સ મૂકવામાં આવ્યા હતાં. આથી આ કામગીરી શંકાના દાયરામાં આવી હતી. શહેરના ઘણા મહત્વના માર્ગો અને સ્થળો પર ટીવીન બીન્સ મૂકવામાં ન આવતા કયાં પ્રકારે, કેવી રીતે આ કામગીરી કરવામાં આવી છે તે પણ તપાસનો વિષય બન્યો હતો. 500 જેટલા ટીવીનબીન્સમાંથી અમુક સ્થળો પર મૂકવામાં આવેલા ટીવીનબીન્સ ગાયબ થઇ ગયા છે. ફકત સ્ટેન્ડ ઉભા છે અને મૂકવામાં આવેલા ટીવીનબીન્સના તળીયા નીકળી ગયા છે. આ પણ વાંચોઃ Kheda News: નડિયાદ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદ

Read Full Story arrow_forward
Panchmahal News: પાવાગઢ જનારા યાત્રાળુઓ માટે મોટા સમાચાર, 6 દિવસ સુધી રોપ-વે સેવા રહેશે બંધ, જાણો ક્યારથી થશે શરૂ
calendar_today February 12, 2026

Panchmahal News: પાવાગઢ જનારા યાત્રાળુઓ માટે મોટા સમાચાર, 6 દિવસ સુધી રોપ-વે સેવા રહેશે બંધ, જાણો ક્યારથી થશે શરૂ

પંચમહાલ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ શક્તિપીઠ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન પાવાગઢ ખાતે આગામી દિવસોમાં રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રાળુઓની સુરક્ષા અને ટેકનિકલ ચકાસણીના ભાગરૂપે મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી ભક્તોએ દર્શન માટે પગપાળા જવું પડશે.16 થી 21 ફેબ્રુઆરી સુધી સેવા બંધ પાવાગઢ રોપ-વેનું સંચાલન કરતી કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, તારીખ 16 ફેબ્રુઆરી થી 21 ફેબ્રુઆરી સુધી રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે. આ 6 દિવસ દરમિયાન રોપ-વેના વાયર, ટ્રોલી અને અન્ય ટેકનિકલ પાસાઓનું જીવવટભર્યું નિરીક્ષણ અને સમારકામ કરવામાં આવશે. દર વર્ષે નિયત સમયે સુરક્ષાના કારણોસર આ પ્રકારનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. પગપાળા જવું પડશે પાવાગઢ રોપ-વે સેવા બંધ રહેવાના કારણે વૃદ્ધો અને અશક્ત શ્રદ્ધાળુઓને મુશ્કેલી પડી શકે છે, કારણ કે નિજ મંદિર સુધી પહોંચવા માટે હવે પગથિયાં ચઢીને જવું પડશે. જોકે, આ મેન્ટેનન્સ પૂર્ણ થયા બાદ એટલે કે 22 ફેબ્રુઆરીથી રોપ-વે સેવા ફરીથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે. યાત્રાળુઓને અપીલ પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને રોપ-વે વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓને અપીલ કરવામાં આવી છે કે, તેઓ આ દિવસો દરમિયાન પોતાની યાત્રાનું આયોજન મેન્ટેનન્સના સમયગાળાને ધ્યાનમાં રાખીને કરે. ખાસ કરીને જે લોકો રોપ-વેના ભરોસે દર્શન માટે આવતા હોય તેમણે આ 6 દિવસની મુદત ખાસ નોંધી લેવી. આ પણ વાંચો -  પાવાગઢ પ્રવાસમાં કાળમુખી દુર્ઘટના, નર્મદા કેનાલમાં ડૂબેલા બે શિક્ષકો પૈકી એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ જારી

Read Full Story arrow_forward
Gandhinagar News:  ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરાઈ
calendar_today February 12, 2026

Gandhinagar News: ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરાઈ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ અંગે વિદ્યા સમીક્ષા કેન્દ્ર - ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, રાજ્યના વિદ્યાર્થીઓ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેની તમામ વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે. રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે તા. 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ, 2026 સુધી યોજાશે. આ જ સમયગાળા દરમિયાન ધોરણ 12 સામાન્ય પ્રવાહના 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રીએ અધિકારીઓ સાથે બેઠક કરી આ ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1.19 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા તા. 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ, 2026 દરમિયાન યોજાશે. વધુમાં, રાજ્યના 1.35 લાખથી વધુ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ 'ગુજકેટ 2026ની પરીક્ષા પણ આપશે. આમ, કુલ મળી 15.27 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેશે. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ રાજ્યના તમામ જિલ્લાઓમાં સમીક્ષા કરીને કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા શિક્ષણાધિકારી સહિત તમામની કામગીરી બિરદાવતા જણાવ્યું હતું કે, ગુજરાતના બાળકો ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે. ભૂતકાળમાં બનેલા બનાવોનો અભ્યાસ કરવો જોઈએ આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, તમામ અધિકારીઓએ ભૂતકાળમાં બનેલા બનાવોનો અભ્યાસ કરવો જોઈએ અને આ વર્ષે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવી જોઈએ. વર્ષ-2025માં યોજાયેલી ધોરણ 10 અને 12ના પરીક્ષાના પરિણામોના પૃથ્થકરણના આધારે વિશેષ તકેદારી રાખવા પાત્ર જિલ્લાઓ તેમજ કેન્દ્રોમાં વધુમાં વધુ ચોકસાઈપૂર્વક તૈયારીઓ રાખવી જોઈએ. પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને ગભરાહટ અથવા અન્ય કોઈ સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ ન પડે તે માટે પરીક્ષા કેન્દ્રો પર 'ફર્સ્ટ એઇડ' ટીમ સુનિશ્ચિત કરવા પણ મંત્રીએ સૂચના આપી હતી. રાજ્યના સંવેદનશીલ જિલ્લાઓ અને કેન્દ્રો પર મેટલ ડિટેક્ટર મશીન મૂકવા પણ તેમણે તાકીદ કરી હતી, જેથી કોઈ વિદ્યાર્થી ભૂલથી મોબાઈલ કે સ્માર્ટવોચ જેવા ઉપકરણો લઈને આવે તો તેની જાણકારી મળી શકે. કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા આ સમીક્ષા બેઠકમાં જિલ્લા પરીક્ષા સમિતિને તકેદારી રાખવાના કેન્દ્રો, જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓને દેખરેખની ફરજ સોંપવા, કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા, જાહેરનામાની પ્રસિદ્ધિ, પ્રશ્નપત્રના સ્ટ્રોંગરૂમ ખાતે હથિયારધારી પોલીસ બંદોબસ્ત, એસ.ટી. બસોના રૂટની ગોઠવણી તેમજ વીજ પુરવઠો સાતત્યપૂર્ણ રીતે મળી રહે તે અંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ વિગતવાર માહિતી મેળવી અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યમાં આ પરીક્ષા 146 ઝોન, 1701 કેન્દ્રો, 5565 બિલ્ડિંગ તેમજ 53764 બ્લોકમાં યોજાશે. આ ઉપરાંત ગુજકેટ-2026ની પરીક્ષા 34 ઝોન, 34 કેન્દ્રો, 658 બિલ્ડિંગ અને 6803 બ્લોકમાં યોજાશે. આ પણ વાંચોઃ Jamnagar News: શહેરમાં 35 લાખના ખર્ચે મુકેલા કચરાના ટ્વિન્સ બિનમાં કૌભાંડનો આક્ષેપ, સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો

Read Full Story arrow_forward