android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસને લઈને પોલીસ કમિશ્નરે નો ડ્રોન ફ્લાય અંગે જાહેરનામું બહાર પાડ્યું
calendar_today February 12, 2026

Ahmedabad News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસને લઈને પોલીસ કમિશ્નરે નો ડ્રોન ફ્લાય અંગે જાહેરનામું બહાર પાડ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદ મુલાકાતને પગલે શહેર પોલીસ કમિશનર દ્વારા “નો ડ્રોન ફ્લાય” અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગૃહમંત્રીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. જાહેરનામા મુજબ અમદાવાદ શહેર વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ ડ્રોન, પેરાગ્લાઈડર, હોટ એર બેલૂન કે અન્ય અનમેન્ડ એરિયલ વ્હીકલ ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી આ જાહેરનામું 14 અને 15 ફેબ્રુઆરી દરમિયાન રાત્રે 10 વાગ્યા સુધી અમલમાં રહેશે. સુરક્ષા એજન્સીઓના સૂચન આધારે આ પગલું લેવામાં આવ્યું છે જેથી ગૃહમંત્રીના કાર્યક્રમો દરમિયાન કોઈપણ પ્રકારની સુરક્ષા ચિંતાઓ ઊભી ન થાય. જાહેરનામામાં પોલીસ વિભાગ, સુરક્ષાદળો અને સત્તાવાર ફરજ બજાવતા શાસકીય તંત્રને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.આ પણ વાંચોઃ Jamnagar News: શહેરમાં 35 લાખના ખર્ચે મુકેલા કચરાના ટ્વિન્સ બિનમાં કૌભાંડનો આક્ષેપ, સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો

Read Full Story arrow_forward
Valsad જિલ્લામાં ગુંડારાજ! વાપીમાં ભંગારના વેપારીનું અપહરણ કરી બંધક બનાવી ઢોર માર મરાયો
calendar_today February 12, 2026

Valsad જિલ્લામાં ગુંડારાજ! વાપીમાં ભંગારના વેપારીનું અપહરણ કરી બંધક બનાવી ઢોર માર મરાયો

વલસાડ જિલ્લામાં ગુંડાગીરીના બનાવોમાં વધારો થતો હોવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાપીમાં ભંગારનો વેપાર કરતા એક વેપારીનું અપહરણ કરી તેને આશરે 15 કલાક સુધી બંધક બનાવી ઢોર માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. માત્ર 50 હજાર રૂપિયાની ઉઘરાણીના મુદ્દે ચાર શખ્સોએ આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે.કારમાં સીટ બેલ્ટથી બાંધીને વેપારીને માર માર્યો મળતી માહિતી મુજબ આરોપીઓએ વેપારીને તેની જ કારમાં જબરદસ્તી બેસાડી દીધો હતો અને સીટબેલ્ટથી બાંધી દીધો હતો, જેથી તે ભાગી ન શકે. ત્યારબાદ તેને વાપીના પરેટી ગ્રાઉન્ડ અને સરીગામ ગૌશાળા નજીક લઈ જઈ લાકડી અને પટ્ટાથી માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન વેપારીને સતત ધમકીઓ આપવામાં આવી અને પૈસા ચુકવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ભીલાડ પોલીસ સ્ટેશનમાં વેપારીએ નોંધાવી ફરિયાદ આરોપીઓએ વેપારીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપ્યો હતો. લગભગ 15 કલાક સુધી ચાલેલી આ હેરાનગતિ બાદ અંતે વેપારીના એક મિત્રની મધ્યસ્થીથી મામલો શમ્યો અને તેને મુક્ત કરવામાં આવ્યો હતો. ગંભીર હાલતમાં છૂટેલા વેપારીએ સમગ્ર ઘટનાની જાણ ભીલાડ પોલીસ મથકે કરી ચાર શખ્સો વિરુદ્ધ અપહરણ, મારામારી અને ધમકીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે. જિલ્લામાં વધતા ગુનાખોરીના બનાવોને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.આ પણ વાંચો : Kheda News: નડિયાદ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદ

Read Full Story arrow_forward
Surat News: 'રામ રાખે તેને કોણ ચાખે', પાંડેસરામાં 2 વર્ષનું બાળક ત્રીજા માળેથી નીચે પટકાયું, આબાદ બચાવ
calendar_today February 12, 2026

Surat News: 'રામ રાખે તેને કોણ ચાખે', પાંડેસરામાં 2 વર્ષનું બાળક ત્રીજા માળેથી નીચે પટકાયું, આબાદ બચાવ

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક બે વર્ષનું માસૂમ બાળક અચાનક બિલ્ડિંગના ત્રીજા માળેથી નીચે પટકાયું હતું. આટલી ઊંચાઈએથી પડવા છતાં બાળકનો જીવ બચી જતા લોકો તેને 'કુદરતનો કરિશ્મા' માની રહ્યા છે. હાલ બાળક સારવાર હેઠળ છે.રમત-રમતમાં બની દુર્ઘટનાઘટનાની મળતી માહિતી અનુસાર, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી એક રહેણાંક ઇમારતમાં આ માસૂમ બાળક રમી રહ્યું હતું. રમતા-રમતા અચાનક તેનું સંતુલન બગડતા તે ત્રીજા માળેથી સીધું નીચે પટકાયું હતું. બાળક નીચે પડતા જ આસપાસના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ઘટના બાદ બાળકને તાત્કાલિક ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. તબીબોના જણાવ્યા અનુસાર, બાળકની હાલત હાલમાં સ્થિર છે અને તે સુધારા પર છે. ઊંચાઈએથી પડવાને કારણે તેને કેટલીક ઇજાઓ પહોંચી છે, પરંતુ તે ભયમુક્ત હોવાનું જાણવા મળ્યું છે. વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો આ ઘટનાએ ફરી એકવાર બહુમાળી ઇમારતોમાં રહેતા પરિવારો માટે લાલબત્તી ધરી છે. નાનાં બાળકો જ્યારે ગેલેરી કે બારી પાસે રમતા હોય ત્યારે વાલીઓની થોડી પણ બેદરકારી મોટી હોનારત નોતરી શકે છે. સદનસીબે આ કિસ્સામાં બાળકનો બચાવ થયો છે, પરંતુ સમગ્ર વિસ્તારમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. આ પણ વાંચો - Surat News: યુપીથી કિશોરીને ભગાડી લાવનાર શખ્સની ધરપકડ

Read Full Story arrow_forward