android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News: કલોલમાં NIAના PSI બનીને સીધો જ DySP સુધી પહોંચી ગયો,  આઈકાર્ડે નકલી હોવાનો ભાંડો ફોડ્યો
calendar_today February 12, 2026

Gandhinagar News: કલોલમાં NIAના PSI બનીને સીધો જ DySP સુધી પહોંચી ગયો, આઈકાર્ડે નકલી હોવાનો ભાંડો ફોડ્યો

ગાંધીનગરના કલોલમાંથી એનઆઈએનો નકલી પીએસઆઈ ઝડપાયો છે. આ નકલી પીઆઈ સીધો કલોલ ડીવાયએસપી કચેરીએ પહોંચ્યો હતો. તેણે એનઆઈએના પીએસઆઈ તરીકે ઓળખ આપીને રૌફ જમાવ્યો હતો.નકલી આઈકાર્ડ બતાવીને ડીવાયએસપીને મળવાનું કહ્યું હતું. આઈ કાર્ડ પર શંકા જતાં જ તેનો ભાંડો ફૂટ્યો હતો. નકલી પીએસઆઈ ગુંજન કાંટીચાની પૂછપરછ કરવામાં આવી છે. અગાઉ તેની સોલા પોલીસે પણ ધરપકડ કરી હતી. નકલી પીસએઆઈની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. ઓળખપત્ર નકલી હોવાનું જણાતા આખો ભાંડો ફૂટ્યો ગાંધીનગરના કલોલમાં નકલી PSI બની રોફ જમાવવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગુંજન કાંટીચા નામનો વ્યક્તિ NIAમાં PSI તરીકે પોતાની ઓળખ આપીને સીધો કલોલ DySP કચેરી પહોંચ્યો હતો. તેણે અધિકારીઓને મળવા માટે દબાણ પણ કર્યું હતું. આરોપીએ પોતાનું નકલી I-Card રજૂ કરીને DySPને મળવાની માંગણી કરી હતી. જોકે, I-Cardમાં શંકાસ્પદ વિગતો દેખાતા કચેરીના સ્ટાફે તેની ચકાસણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઓળખપત્ર નકલી હોવાનું સામે આવતા આખો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે તરત જ ગુંજન કાંટીચાને લઇ પુછપરછ શરૂ કરી પોલીસે તરત જ ગુંજન કાંટીચાને લઇ પુછપરછ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપી અગાઉ પણ આવી જ હરકતો કરી ચૂક્યો છે અને સોલા પોલીસે તેની અગાઉ ધરપકડ કરી હતી. હાલ પોલીસ દ્વારા નકલી ઓળખપત્ર બનાવવાના સ્ત્રોત, તેના હેતુ અને અન્ય કોઈ સંડોવણી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચોઃ Kheda News: નડિયાદ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદ

Read Full Story arrow_forward
Ahmedabad News: 'ભારત બંધ'ના પડઘા, નવા લેબર લો અને ખાનગીકરણ વિરૂદ્ધ ટ્રેડ યુનિયનો રસ્તા પર
calendar_today February 12, 2026

Ahmedabad News: 'ભારત બંધ'ના પડઘા, નવા લેબર લો અને ખાનગીકરણ વિરૂદ્ધ ટ્રેડ યુનિયનો રસ્તા પર

કેન્દ્ર સરકારના નવા શ્રમ કાયદા અને ખાનગીકરણની નીતિના વિરોધમાં આજે વિવિધ ટ્રેડ યુનિયનો અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા આપવામાં આવેલા 'ભારત બંધ'ના એલાનની અમદાવાદ શહેરમાં વ્યાપક અસર જોવા મળી છે. અમદાવાદ શહેરના ટાઉન હોલ પાસે મોટી સંખ્યામાં વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને કર્મચારીઓ એકત્ર થઈ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.શું છે આંદોલનકારીઓની મુખ્ય માંગણીઓ? વિરોધ પ્રદર્શન કરી રહેલા સંગઠનોએ સરકાર સમક્ષ પાંચ મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. નવા 4 શ્રમ કાયદા (Labour Codes): કર્મચારી વિરોધી ગણાવી તેને તાત્કાલિક રદ કરવા OPS ની માગ: જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવાની માંગ ખાનગીકરણ પર રોક: સરકારી સંસ્થાઓનું ખાનગીકરણ બંધ કરવું નવા બિલ પર વિરોધ: વીજળી સુધારા બિલ 2025 અને સીડ બિલ 2025 પાછું ખેંચવું આંગણવાડી સુરક્ષા: આંગણવાડી બહેનોને સામાજિક રક્ષણ અને લઘુત્તમ વેતન આપવું બેંકિંગ વ્યવહાર પર મોટી અસર આ હડતાળમાં બેંક કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં જોડાતા નાણાકીય વ્યવહારો પર માઠી અસર પડી છે. બેંક યુનિયનના આગેવાનોના મતે, નવા લેબર લો મુજબ કર્મચારીઓનો વિરોધ કરવાનો અધિકાર છીનવાઈ જશે. કોઈપણ માંગણી માટે અગાઉથી લેખિત મંજૂરી લેવાની જટિલ જોગવાઈઓનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં આશરે 15 હજારથી વધુ બેંક કર્મચારીઓ હડતાળ પર હોવાથી કરોડો રૂપિયાના ક્લિયરિંગ અને ટ્રાન્જેક્શન અટકી પડ્યા છે. શોષણ પ્રથા સામે બ્યૂગલ ટાઉન હોલ ખાતે વિરોધમાં જોડાયેલા કર્મચારી નેતાઓએ જણાવ્યું કે, સરકારની શોષણ પ્રથા અને ખાનગીકરણને કારણે મધ્યમ અને શ્રમિક વર્ગ પાયમાલ થઈ રહ્યો છે. જો સરકાર આ પડતર માંગણીઓ પર ધ્યાન નહીં આપે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ પણ વાંચો - Ahmedabad Fire News : શિવાલિક હાઈ સ્ટ્રીટમાં લાગી આગ, 100 લોકોનું કરાયું રેસ્ક્યુ

Read Full Story arrow_forward
Ahmedabad Fire News : શિવાલિક હાઈ સ્ટ્રીટમાં લાગી આગ, 100 લોકોનું કરાયું રેસ્ક્યુ
calendar_today February 12, 2026

Ahmedabad Fire News : શિવાલિક હાઈ સ્ટ્રીટમાં લાગી આગ, 100 લોકોનું કરાયું રેસ્ક્યુ

અમદાવાદના શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં ચોથા માળે અચાનક આગ લાગી જતા હાહાકાર મચી ગયો છે. આગ લાગ્યાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો. પ્રાથમિક માહિતી મુજબ આગ બાદ સમગ્ર બિલ્ડિંગમાં ધુમાડો ફેલાઈ ગયો, જેના કારણે ઉપરના માળે રહેલા લોકો ફસાઈ ગયા હતા. ખાસ કરીને 8મા અને 9મા માળે કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે.25થી વધુ ફાયર કર્મચારીઓએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું આગની ઘટનાને પગલે લોકો જીવ બચાવવા માટે બિલ્ડિંગના ધાબા પર ચડી ગયા. ઘટનાસ્થળે તરત જ નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, પ્રહલાદનગર અને મણિનગર ફાયર સ્ટેશનની ટીમોને મોકલવામાં આવી. કુલ 3 ગજરાજ, 2 મીની ફાયર ફાઈટર અને 25થી વધુ ફાયર કર્મચારીઓ દ્વારા વિશાળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. અનેક લોકો જીવ બચાવવા ધાબા પર પહોંચી ગયા ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરતાં પ્રથમ તબક્કામાં 5 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. ત્યારબાદ સતત ચાલી રહેલી કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં 100 લોકોને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. હજુ પણ કેટલાક લોકો ઉપરના માળે ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેમને બહાર કાઢવા માટે સઘન પ્રયત્નો ચાલુ છે. ફાયર અધિકારીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવા તેમજ બિલ્ડિંગમાં ફેલાયેલા ધુમાડાને નિયંત્રિત કરવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આ પણ વાંચો : Junagadh : મહાશિવરાત્રીના મેળામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર સજ્જ, 3475 જેટલા સુરક્ષાકર્મીઓ તૈનાત

Read Full Story arrow_forward