Surat News: કુખ્યાત ચિરાગ ગોટીના આતંકનો વધુ એક મામલો સામે આવ્યો, બિલ્ડર પાસેથી 18 લાખ પડાવ્યા
સુરત શહેરના કુખ્યાત ગુનેગાર ચિરાગ ગોટી તેના ભાઈ અને પિતા સહિત કુલ 7 લોકો પર ખંડણી વસૂલવા અને અપહરણની ફરિયાદ નોંધાઈ છે.ચિરાગ ગોટીનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે.તેણે પોતાની જ કંપનીના ટેન્કરના ડ્રાઇવરને ઢોર માર માર્યો હોવાનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો હતો. તેના વારંવાર વીડિયો વાયરલ થઈ રહ્યા હોવાથી લોકોમાં ભય ફેલાયો છે. સુરતમાં ચિરાગ ગોટીના આતંકનો વધુ એક કેસ સામે આવ્યો સુરતમાં ચિરાગ ગોટીના આતંકનો વધુ એક કેસ સામે આવ્યો છે. તેણે બિલ્ડર પાસેથી જબરદસ્તી પૂર્વક 18 લાખ પડાવ્યા હતાં. તેની સામે ત્રણ લાખની સામે 18 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. બિલ્ડર રજની વાવડિયાએ આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત તેની પર 40 લોકો સાથે આતંક મચાવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ડ્રગ્સના કેસમાં ચિરાગ ગોટીએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. ગોટીના આખા પરિવાર સામે ગાળિયો મજબૂત સુરતના વેડ રોડ પર રહેતા જમીન દલાલનું અપહરણ કરી તેની પાસે બે લાખની ખંડણી માંગી હતી અને 50 હજાર પડાવી લેવા બદર ગોટી, તેનો પિતા અને ભાઈ સહિત સાત શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ પોલીસે હવે ગોટીના આખા પરિવાર સામે ગાળિયો મજબૂત કર્યો છે. આ પણ વાંચો: Surat : નામચીન ચિરાગ ગોટીનો આતંક, પોતાની જ કંપનીના ડ્રાઇવરને ઢોર માર માર્યો, લાયસન્સ વગર પિસ્તોલ લઇને ફરતો હોવાનો આરોપ
Read Full Story arrow_forward