android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kheda News: નડિયાદ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદ
calendar_today February 12, 2026

Kheda News: નડિયાદ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદ

ખેડા જિલ્લાની નડિયાદ સેશન્સ કોર્ટ દ્વારા સગીર બાળકી પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. લગ્ન કરવાની લાલચ આપી સગીરાને લલચાવી-ફોસલાવીને દુષ્કર્મ આચરનાર આરોપી વિરેન્દ્ર ઉર્ફે કાળાને અદાલત દ્વારા 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે.શું હતી સમગ્ર ઘટના? કેસની મળતી વિગતો અનુસાર, ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ફાગવેલ ગામ (ગોકળલેરજીના મુવાડા તાબે) નો રહેવાસી આરોપી વિરેન્દ્ર ઉર્ફે કારો એક સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. આરોપી સગીરાને રાજકોટ જિલ્લાના શાપર GIDC વિસ્તારમાં એક કંપનીની ઓરડીમાં લઈ ગયો હતો, જ્યાં તેની મરજી વિરૂદ્ધ અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. આ મામલે ઠાસરા પોલીસ સ્ટેશનમાં IPCની વિવિધ કલમો અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કોર્ટની કાર્યવાહી અને પુરાવા નડિયાદના સ્પેશિયલ પોક્સો જજ પી. પી. પુરોહિતની કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો. સરકારી વકીલ યોગીબેન બારોટ દ્વારા ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી. કેસ દરમિયાન કુલ 13 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી અને 16 જેટલા દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ પુરાવાઓના આધારે આરોપી વિરેન્દ્ર ઉર્ફે કારો દોષિત સાબિત થયો હતો. સજા અને વળતર કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આરોપીને 20 વર્ષની સખત કેદ અને રૂપિયા 35,000નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, માનવીય અભિગમ અપનાવીને કોર્ટે ભોગ બનનાર સગીરાને સરકારના ઠરાવ મુજબ રૂપિયા 1 લાખનું વળતર ચૂકવવાનો પણ મહત્વનો હુકમ કર્યો છે. આ ચુકાદાથી મહિલાઓ અને બાળકીઓ વિરૂદ્ધ ગુના આચરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે, અને ન્યાયતંત્ર પર લોકોનો વિશ્વાસ વધુ દ્રઢ થયો છે. આ પણ વાંચો - Nadiadમાં મોટી શાક માર્કેટની દુકાનોમાં ભીષણ આગ, અચાનક લાગેલી આગમાં 6 જેટલી દુકાનો લપેટાઇ

Read Full Story arrow_forward
Gujarat News: એન્ટી નાર્કોટિક્સ માટે રાજ્યમાં 6 ઝોન બનાવાયા, 213 કર્મચારીઓની ફાળવણી
calendar_today February 12, 2026

Gujarat News: એન્ટી નાર્કોટિક્સ માટે રાજ્યમાં 6 ઝોન બનાવાયા, 213 કર્મચારીઓની ફાળવણી

ગુજરાતમાં નાર્કોટિક્સ વિરૂદ્ધ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માટે રાજ્યમાં કૂલ છ ઝોન બનાવવામાં આવ્યા છે. એન્ટી નાર્કોટિક્સ ફોર્સમાં 213 કર્મચારીઓ અને અધિકારીની ફાળવણી કરવામાં આવી છે. 213 કર્મચારીઓ અને અધિકારીઓની ફાળવણી એન્ટી નાર્કોટિક્સ ફોર્સના એસપી લોકેશ યાદવે કહ્યું હતું કે, ગુજરાતમાં નાર્કોટિક્સ સામે કડક કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માટે રાજ્યમાં કૂલ છ ઝોન બનાવવામાં આવ્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર અને બોર્ડર રેન્જના યુનિટ સાથે આ ઝોન કાર્યરત થશે. રાજકોટ અને વડોદરા બાદ હવે અમદાવાદમાં યુનિટની શરૂઆત કરાઈ છે. એન્ટી નાર્કોટિક્સ યુનિટમાં 213 કર્મચારીઓ અને અધિકારીઓની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યમાં નાર્કોટિક્સના 1058 ગુના નોંધાયા રાજ્યમાં વર્ષ 2025માં રાજ્યમાં નાર્કોટિક્સના 1058 ગુના નોંધાયા છે. વર્ષ 2025માં 2248 કરોડની કિંમતનું 20995 કિલો ડ્રગ્સ પકડાયું છે. એન્ટી નાર્કોટિક્સ ફોર્સ માત્ર નશાના દૂષણને નાથવા માટે કાર્યવાહી કરશે. જે માટે એક હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. 1908 નંબર અને 9904001908 વોટ્સેપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ પણ વાંચોઃ Kheda News: નડિયાદ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદ

Read Full Story arrow_forward
Kheda News: સેવાલિયામાં સનસનાટી, સ્વામિનારાયણ મંદિર બહારથી મહિલાનો મૃતદેહ મળ્યો
calendar_today February 12, 2026

Kheda News: સેવાલિયામાં સનસનાટી, સ્વામિનારાયણ મંદિર બહારથી મહિલાનો મૃતદેહ મળ્યો

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ગામમાં આજે વહેલી સવારે સ્વામિનારાયણ મંદિર પાસે એક મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. 33 વર્ષીય મહિલાની હત્યા કરીને મૃતદેહને રોડ પર ફેંકી દેવામાં આવી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.પરિવારમાં શોકનો માહોલ મૃતક મહિલાની ઓળખ પૂજાબેન પટેલ (ઉંમર વર્ષ 33) તરીકે થઈ છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, પૂજાબેનના પતિ વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં ફરજ બજાવે છે. શંકાસ્પદ હાલતમાં પૂજાબેનનો મૃતદેહ જાહેર રસ્તા પર મંદિરની બહાર મળી આવતા પરિવારે હત્યાનો આક્ષેપ કર્યો છે. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે એક શખ્સને નજરકેદ કર્યો સેવાલિયા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો અને તેને પોસ્ટ મોર્ટમ (PM) માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને આ મામલો હત્યાનો હોવાનું જણાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે આ કેસમાં શંકાના આધારે એક વ્યક્તિને નજરકેદ કરી પૂછપરછ શરૂ કરી દીધી છે.https://x.com/sandeshnews/status/2021915210832044075 શું છે હત્યા પાછળનું કારણ? પૂજાબેનની હત્યા કયા કારણોસર કરવામાં આવી અને શું આમાં કોઈ અંગત અદાવત કે અન્ય કોઈ ભેદ છુપાયેલો છે, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા આસપાસના CCTV ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે. આ પણ વાંચો - Kheda News: નડિયાદ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, સગીરા પર દુષ્કર્મના આરોપીને 20 વર્ષની સખત કેદ

Read Full Story arrow_forward