railway મુસાફરો સાવધાન! 1 માર્ચથી UTS એપ થઈ જશે બંધ, હવે આ નવી 'સુપર એપ' થી બુક થશે ટિકિટ
ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને ડિજિટલ સેવાઓને વધુ સરળ બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવેની વર્ષો જૂની UTS એપ આગામી ૧ માર્ચથી કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવશે. તેના સ્થાને હવે નવી સુપર એપ 'RailOne' કાર્યરત થશે, જે મુસાફરો માટે "વન-સ્ટોપ ડિજિટલ સોલ્યુશન" સાબિત થશે. કેમ બંધ થઈ રહી છે UTS એપ? અત્યાર સુધી મુસાફરોને જનરલ ટિકિટ માટે UTS, રિઝર્વેશન માટે IRCTC અને ટ્રેન સ્ટેટસ જોવા માટે NTES જેવી અલગ-અલગ એપ ડાઉનલોડ કરવી પડતી હતી. રેલવેએ આ જટિલતા દૂર કરવા માટે તમામ સેવાઓને એક જ પ્લેટફોર્મ 'RailOne' પર સંકલિત કરી છે. ૧ માર્ચથી જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ બુક કરવા માટે RailOne એપનો ઉપયોગ કરવો ફરજિયાત બનશે. RailOne એપની મુખ્ય વિશેષતાઓ આ નવી સુપર એપ માત્ર ટિકિટ બુકિંગ પૂરતી મર્યાદિત નથી,તેમાં આ દરેક સેવાઓ મળશે જનરલ, પ્લેટફોર્મ અને રિઝર્વ્ડ ટિકિટ બુકિંગ. ટ્રેનનું રનિંગ સ્ટેટસ, PNR સ્ટેટસ અને પ્લેટફોર્મની માહિતી. કોચ પોઝિશન જાણવી, 'રેલ મદદ' દ્વારા ફરિયાદ કરવી અને 'ફૂડ ઓન ટ્રેક' મારફતે જમવાનું મંગાવવું. તમારા R-Wallet બેલેન્સનું શું થશે? ઘણા મુસાફરોને ચિંતા છે કે UTS એપ બંધ થવાથી તેમના વોલેટમાં રહેલા પૈસાનું શું થશે? રેલવેએ સ્પષ્ટતા કરી છે કે મુસાફરોનું બેલેન્સ સુરક્ષિત છે. તમે જે લોગિન ID અને પાસવર્ડ UTS એપમાં વાપરતા હતા, તેનો જ ઉપયોગ કરીને RailOne એપમાં સાઇન-ઇન કરી શકશો. તમારું તમામ R-Wallet બેલેન્સ ઓટોમેટિક નવી એપમાં ટ્રાન્સફર થઈ જશે. જનરલ ટિકિટ પર ૩% ડિસ્કાઉન્ટની ઓફર રેલવેએ નવી એપના પ્રચાર માટે એક ખાસ ઓફર જાહેર કરી છે. જો તમે RailOne એપ દ્વારા ડિજિટલ પેમેન્ટ (UPI, કાર્ડ કે વોલેટ) કરીને જનરલ ટિકિટ બુક કરશો, તો તમને ૩% ડિસ્કાઉન્ટ મળશે. આ ઓફર ૧૪ જુલાઈ, ૨૦૨૬ સુધી માન્ય રહેશે. મુસાફરો માટે સૂચના છેલ્લી ઘડીની દોડધામથી બચવા માટે રેલવેએ સલાહ આપી છે કે મુસાફરો અત્યારથી જ પ્લે સ્ટોર કે એપ સ્ટોર પરથી RailOne એપ ડાઉનલોડ કરી લે અને પોતાની પ્રોફાઇલ સેટ કરી દે. ૧ માર્ચ પછી જૂની UTS એપ કામ કરવાનું બંધ કરી દેશે, તેથી અત્યારથી જ નવી સિસ્ટમ સાથે અનુકૂલન સાધવું હિતાવહ છે.આ પણ વાંચોઃ UPSC CSE 2026: ફોર્મ ભરવામાં ભૂલ થઈ છે? ગભરાશો નહીં, કમિશન આપશે સુધારાની છેલ્લી તક, જાણો સમયગાળો
Read Full Story arrow_forward