Ahmedabad: ત્રાગડ અંડરપાસમાં ફોર-વ્હીલરના પ્રવેશ પર બ્રેક, AUDA એ સુરક્ષાના કારણોસર હાઈટ બેરિયર લગાવવાનું શરૂ કર્યું
અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં આવેલા રેલવે અંડરપાસનો ઉપયોગ કરતા વાહનચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. AUDA દ્વારા આ અંડરપાસમાં ફોર-વ્હીલર અને મોટા વાહનોના પ્રવેશ પર કાયમી પ્રતિબંધ મૂકવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. હવેથી આ અંડરપાસનો ઉપયોગ માત્ર ટુ-વ્હીલર ચાલકો જ કરી શકશે.બેરિયર લગાવવાની કામગીરી ત્રાગડ અંડરપાસની ઊંચાઈ અને સાંકડા માર્ગને જોતા મોટા વાહનો વારંવાર ફસાઈ જવાની અથવા ટ્રાફિક જામ થવાની સમસ્યા સર્જાતી હતી. આ સમસ્યાના કાયમી નિકાલ માટે AUDA દ્વારા અંડરપાસના બંને છેડે લોખંડી હાઈટ બેરિયર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બેરિયર લાગ્યા બાદ નિર્ધારિત ઊંચાઈ કરતા વધુ ઊંચાઈ ધરાવતા વાહનો અંડરપાસમાં પ્રવેશી શકશે નહીં.માત્ર ટુ-વ્હીલરને જ પ્રવેશનવા નિયમ મુજબ, ત્રાગડ અંડરપાસમાંથી હવે માત્ર ટુ-વ્હીલર (સાયકલ અને મોટરસાયકલ) જ પસાર થઈ શકશે. કાર, રિક્ષા કે અન્ય મોટા ફોર-વ્હીલર વાહનો માટે આ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. AUDA ની આ કામગીરીને પગલે સ્થાનિક ટ્રાફિક પોલીસ દ્વારા પણ વાહનચાલકોને ડાયવર્ઝન લેવા સૂચના આપવામાં આવી છે.આ પણ વાંચો: Surat: ડિંડોલી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ચોરીની રિક્ષા સાથે આરોપી ઝડપાયો, મુદ્દામાલ જપ્ત
Read Full Story arrow_forward