Ahmedabad : પીજી મેડિકલ પ્રવેશ મુદ્દો, એડમિશન ન લેનાર 388 વિદ્યાર્થીઓની 1 કરોડથી વધુ ડિપોઝિટ જપ્ત, ત્રીજો રાઉન્ડ ટૂંક સમયમાં યોજાશે
PG મેડિકલ પ્રવેશ પ્રક્રિયામાં બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યા બાદ પણ 388 જેટલા વિદ્યાર્થીઓએ કન્ફર્મ ના કરવાના કારણે તેમની 1 કરોડથી વધુ રૂપિયાની ડિપોઝિટ જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી એડમિશન ન લેનાર વિદ્યાર્થીઓ પર લાગુ કરી છે.બીજા રાઉન્ડમાં કુલ 225 વિદ્યાર્થીઓએ પ્રવેશ રદ્દ કરાવ્યો માહિતી અનુસાર, બીજા રાઉન્ડમાં કુલ 225 વિદ્યાર્થીઓએ પ્રવેશ રદ્દ કરાવ્યો હતો, જ્યારે 163 વિદ્યાર્થીઓએ પ્રવેશ લેવાનો ઇનકાર કર્યો. ડિપોઝિટ રકમ લગભગ 28,000 રૂપિયા પ્રતિ વિદ્યાર્થી હતી.તે જપ્ત કરાઇ હતી. રાજ્ય ક્વોટા હેઠળ પ્રવેશ ન લેતા હોવાનું નોંધાયું હાલ PG મેડિકલમાં પ્રવેશ રાજ્ય અને ઓલ ઇન્ડિયા ક્વોટા પર થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓને નેશનલ ક્વોટા પર મનપસંદ જગ્યા મળતી હોય તો તેઓ રાજ્ય ક્વોટા હેઠળ પ્રવેશ ન લેતા હોવાનું નોંધાયું છે. ત્રીજો અને અંતિમ રાઉન્ડ ટૂંક સમયમાં યોજાશે બીજું રાઉન્ડ પૂર્ણ થયા બાદ, ત્રીજો અને અંતિમ રાઉન્ડ ટૂંક સમયમાં યોજાશે, જેમાં બાકી વિદ્યાર્થીઓને પ્રવેશ માટે તક મળશે..આ પણ વાંચો----- Junagadh : ભવનાથમાં નાગા સાધુનો આતંક, દત્ત ચોકમાં સાધુએ તલવાર ઉગામી યાત્રીકોને ડરાવ્યા, રસ્તાની બાજુમાં સૂતેલા લોકોને સાધુએ માર માર્યો
Read Full Story arrow_forward