android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot: દેશવ્યાપી હડતાળમાં 40 હજાર કર્મચારીઓ જોડાયા, સ્ટાફની ઘટ અને પડતર માંગણીઓ મુદ્દે દેખાવો
calendar_today February 12, 2026

Rajkot: દેશવ્યાપી હડતાળમાં 40 હજાર કર્મચારીઓ જોડાયા, સ્ટાફની ઘટ અને પડતર માંગણીઓ મુદ્દે દેખાવો

ભારતીય જીવન વીમા નિગમ (LIC) ના કર્મચારીઓએ આજે પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને દેશવ્યાપી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. રાજકોટ સહિત દેશભરના અંદાજે 40 હજારથી વધુ કર્મચારીઓ આ એક દિવસીય હડતાળમાં જોડાતા વીમા સેવાઓને વ્યાપક અસર પહોંચી છે.રાજકોટમાં LICના કર્મીઓની હડતાળહડતાળમાં જોડાયેલા યુનિયનના અગ્રણીઓના જણાવ્યા મુજબ, લાંબા સમયથી ક્લાસ-3 અને ક્લાસ-4 ના કર્મચારીઓની ભરતી કરવામાં આવી નથી, જેના કારણે સ્ટાફની ભારે અછત વર્તાઈ રહી છે. કામનું ભારણ વધવા છતાં નવી નિમણૂકો ન થતા અને અન્ય પડતર આર્થિક તથા વહીવટી પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કર્મચારીઓએ આક્રમક વલણ અપનાવ્યું છે.LIC ના વહીવટી માળખા પર તેની સીધી અસર  રાજકોટ સ્થિત LIC ની વિવિધ કચેરીઓ બહાર આજે સવારથી જ કર્મચારીઓએ એકઠા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. 'અમારી માંગણીઓ પૂરી કરો' ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વર્ગ-3 અને વર્ગ-4 ના કર્મચારીઓ સંપૂર્ણપણે કામથી અળગા રહેતા પ્રીમિયમ ભરવા કે અન્ય કામકાજ માટે આવતા ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ માત્ર સ્થાનિક નહીં પણ દેશવ્યાપી આંદોલન હોવાથી LIC ના વહીવટી માળખા પર તેની સીધી અસર જોવા મળી છે. જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા આ પડતર પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવે, તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ કર્મચારી સંગઠનો દ્વારા આપવામાં આવી છે.આ પણ વાંચો: Kutch: ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાંથી 7 લાખના કિંમતી કેબલની ચોરી, પોલીસમાં ફરિયાદ

Read Full Story arrow_forward
Amreli News: તંત્રની લાચારી અને કામ ચલાઉ જુગાડ, ધારીમાં જેટીંગ મશીનથી આગ બુઝાઈ
calendar_today February 12, 2026

Amreli News: તંત્રની લાચારી અને કામ ચલાઉ જુગાડ, ધારીમાં જેટીંગ મશીનથી આગ બુઝાઈ

અમરેલી જિલ્લાના ધારી શહેરમાં આજે એક ભયાનક આગની ઘટના સામે આવી છે. ધારીની અજંટા સોસાયટી પાસે ઉભેલી એક 'છોટા હાથી' ગાડી, જેમાં રાજસ્થાની આઈસ્ક્રીમ પાર્લર ચલાવવામાં આવતું હતું, તેમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ લાગવાની ઘટના પેટ્રોલ પંપ નજીક બની હતી. જે કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.પેટ્રોલ પંપ નજીક હોવાથી મોટો ખતરો જે સ્થળે આ આગ લાગી હતી તેની બિલકુલ નજીકમાં જ એક સીએનજી (CNG) પેટ્રોલ પંપ આવેલો હતો. ગાડીમાં આગ લાગતા જ લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. કારણ કે, જો આગ પેટ્રોલ પંપ સુધી પહોંચી હોત તો મોટી હોનારત સર્જાઈ શકી હોત. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોઈ શકાતા હતા. તંત્રની લાચારી અને કામ ચલાઉ જુગાડ આશ્ચર્યજનક વાત એ રહી કે ધારી નગરપાલિકા પાસે આ સમયે કોઈ કાર્યરત ફાયર ફાઈટર ઉપલબ્ધ ન હતું. આવી ગંભીર સ્થિતિમાં સમયસૂચકતા વાપરીને ધારી પાલિકાના જેટીંગ મશીન (ગટર સાફ કરવાનું મશીન) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેટીંગ મશીન દ્વારા પાણીનો મારો ચલાવીને મહામુસીબતે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જાનહાનિ ટળી પણ ભારે નુકસાન આ આગની દુર્ઘટનામાં આઈસ્ક્રીમ પાર્લરની ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે, જેના કારણે સંચાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે મોટી રાહતની વાત છે. સ્થાનિકોમાં નગરપાલિકા પાસે ફાયર ફાઈટરની સુવિધા ન હોવા અંગે રોષ પણ જોવા મળ્યો હતો. આ પણ વાંચો - Amreli News: લીલીયાના કણકોટમાં જંગલી રોઝ હડકાયુ બનતાં બે લોકોને ઈજા પહોંચાડી

Read Full Story arrow_forward
Ahmedabad: પેરોલ અને ફર્લો પરથી ફરાર થયેલા 29 રીઢા ગુનેગારોને દબોચી જેલના સળિયા પાછળ ધકેલ્યા
calendar_today February 12, 2026

Ahmedabad: પેરોલ અને ફર્લો પરથી ફરાર થયેલા 29 રીઢા ગુનેગારોને દબોચી જેલના સળિયા પાછળ ધકેલ્યા

અમદાવાદ શહેરમાં ગુનાખોરી ડામવા અને જેલમાંથી પેરોલ કે ફર્લો રજા પર છૂટ્યા બાદ પરત ન આવી કાયદાનો ભંગ કરનારા તત્વો સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેર પોલીસ દ્વારા આયોજિત ખાસ ડ્રાઈવ દરમિયાન કુલ 29 જેટલા ફરાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.10 દિવસની સ્પેશિયલ ડ્રાઈવ અમદાવાદ પોલીસ કમિશનરની સૂચનાથી શહેરના વિવિધ વિસ્તારોમાં પેરોલ-ફર્લો જમ્પ કરનારા આરોપીઓને પકડવા માટે 27 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી એક ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. આ 10 દિવસના સમયગાળા દરમિયાન પોલીસની વિવિધ ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી અલગ-અલગ ગુનામાં સંડોવાયેલા અને ફરાર આરોપીઓનું પગેરું મેળવ્યું હતું.29 આરોપીઓની ધરપકડ પોલીસની આ સફળ કામગીરી દરમિયાન કુલ 29 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ એવા ગુનેગારો છે જેઓ કોર્ટ કે જેલ પ્રશાસન પાસેથી રજા મેળવી બહાર આવ્યા હતા, પરંતુ નિયત સમયે જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયા હતા. પકડાયેલા આરોપીઓમાં અનેક ગંભીર ગુનાના ગુનેગારોનો પણ સમાવેશ થાય છે.આ પણ વાંચો: Rajkot: દેશવ્યાપી હડતાળમાં 40 હજાર કર્મચારીઓ જોડાયા, સ્ટાફની ઘટ અને પડતર માંગણીઓ મુદ્દે દેખાવો

Read Full Story arrow_forward