android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Loksabha Speaker: સ્પીકરની ચેમ્બરમાં ઘુસ્યા વિપક્ષી સાંસદો,  કિરેન રિજિજૂએ શેર કર્યો વીડિયો
calendar_today February 12, 2026

Loksabha Speaker: સ્પીકરની ચેમ્બરમાં ઘુસ્યા વિપક્ષી સાંસદો, કિરેન રિજિજૂએ શેર કર્યો વીડિયો

આજે સંસદના બજેટ સત્રનો 12મો દિવસ છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ લોકસભા અધ્યક્ષના ચેમ્બરમાં થયેલા હોબાળાનો એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયો પહેલા પણ તેમણે કોંગ્રેસના સાંસદો પર આરોપ લગાવ્યા હતા. કિરણ રિજિજુએ વિપક્ષી પક્ષો પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે 20-25 કોંગ્રેસના સાંસદોએ અધ્યક્ષના ચેમ્બરમાં ઘૂસીને તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો.કિરણ રિજજૂએ શેર કર્યો વીડિયો સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે આ એક ગેરકાયદેસર વિડીયો ક્લિપ છે જે કોંગ્રેસના એક સાંસદ દ્વારા લેવામાં આવી હતી જ્યારે 20-25 કોંગ્રેસ સાંસદો માનનીય સ્પીકરના ચેમ્બરમાં ઘૂસી ગયા હતા. તેમણે દુર્વ્યવહાર કર્યો હતો અને માનનીય પ્રધાનમંત્રીને ધમકી આપી હતી. અમારો પક્ષ ચર્ચામાં માને છે અને ક્યારેય સાંસદોને શારીરિક ધમકી આપવા માટે પ્રોત્સાહિત કરતો નથી. લોકસભા સ્પીકરના ચેમ્બરમાં હોબાળોનો વીડિયો રિજિજુના હેન્ડલ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં કોંગ્રેસના સાંસદો લોકસભા સ્પીકર ઓમ બિરલાના ચેમ્બરમાં પ્રવેશતા અને જોરથી વિરોધ કરતા જોવા મળે છે. વિરોધની આ વીડિયો ક્લિપ સાથે, રિજિજુએ તેમનું નિવેદન પણ શેર કર્યું.પ્રિયંકા ગાંધી અને કેસી વેણુગોપાલ સામે ગંભીર આરોપો તેમણે કહ્યું કે પ્રિયંકા ગાંધી અને કેસી વેણુગોપાલની હાજરીમાં, વિપક્ષી સાંસદોએ લોકસભા સ્પીકર અને પીએમ મોદી સાથે દુર્વ્યવહાર કર્યો અને એમ પણ કહ્યું કે જ્યારે વડા પ્રધાન સંસદમાં આવશે ત્યારે તમે જોશો કે અમે શું કરીએ છીએ. કિરણ રિજિજુએ કહ્યું કે જો આપણે આપણા સાંસદોને સંયમ રાખવા અને તેમને નિયંત્રિત કરવા ન કહ્યું હોત તો સંસદમાં મહાભારત ફાટી શક્યું હોત.બુધવારે લોકસભામાં બોલ્યા હતા રાહુલ ગાંધી એ નોંધવું જોઈએ કે મંગળવારે લોકસભામાં કેન્દ્રીય બજેટ પર ચર્ચા થઈ હતી. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સહિત ઘણા સાંસદોએ તેમાં ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, હંગામાને કારણે લાંબા સમય સુધી ગતિરોધ રહ્યા બાદ મંગળવારે ગૃહમાં કાયદાકીય કામગીરી ફરી શરૂ થઈ હતી. ચર્ચા પૂર્ણ થયા બાદ, નાણામંત્રી નિર્મલા સીતારમણે ચર્ચાનો જવાબ આપ્યો હતો.

Read Full Story arrow_forward
Bhavnagar News: તણસા ગામ પાસે એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે ભીષણ અકસ્માત
calendar_today February 12, 2026

Bhavnagar News: તણસા ગામ પાસે એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે ભીષણ અકસ્માત

ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે વહેલી સવારે તણસા ગામ પાસે રાજ્ય પરિવહન નિગમની (ST) બસ અને એક ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે ટ્રેક્ટર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલી એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે તણસા ગામના પાટિયા પાસે અચાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ટ્રેક્ટર ચાલકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. સદનસીબે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ કાર્યવાહી અકસ્માતની જાણ થતા જ હાઈવે ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતના કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચીને ક્રેઈન મારફતે વાહનોને સાઈડમાં કરાવી ટ્રાફિક હળવો કરાવ્યો હતો. હાલ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે, આ અકસ્માત કોની બેદરકારીથી સર્જાયો હતો.નેશનલ હાઈવે પર વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે વાહનચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા હાલમાં અકસ્માતનું પંચનામું કરી આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ પણ વાંચો - Bhavnagar News: સોનગઢમાં દંપતીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Read Full Story arrow_forward
Ahmedabad : નરોડાના દાદા ઠાકોર સાહેબ અને તેના સાગરીતોએ પોલીસ સામે કાન પકડી માફી માગી, રિક્ષામાં બેસાડી યુવકને માર માર્યો હતો
calendar_today February 12, 2026

Ahmedabad : નરોડાના દાદા ઠાકોર સાહેબ અને તેના સાગરીતોએ પોલીસ સામે કાન પકડી માફી માગી, રિક્ષામાં બેસાડી યુવકને માર માર્યો હતો

અમદાવાદ શહેરના વસ્ત્રાલના એક યુવકને નિકોલ-નરોડા રોડ પર રિક્ષામાં બેસાડીને નરોડાના દાદા ગણાવતા ચાર શખ્સોએ માર મારવાની ઘટના સામે આવી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને ચારેય દાદાને પકડીને પોલીસ સ્ટેશન લાવી શાન ઠેકાણે લાવી હતી. નરોડાના આ ચાર દાદાઓએ પોલીસની સામે કાન પકડીને માફી માગી હતીયુવકને રિક્ષામાં બેસાડી માર મારવામાં આવ્યો હતો માહિતી અનુસાર, ભોગ બનનાર યુવકને રિક્ષામાં બેસાડી માર મારવામાં આવ્યો હતો. વિડીયો વાયરલ થતા નરોડા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને ઘટના સાથે સંકળાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોતે “ઠાકોર સાહેબ નરોડાનો દાદા” હોવાનું બોલાવ્યું મળતી માહિતી મુજબ, પીડિત યુવકને માત્ર 7 સેકંડમાં 8 થપ્પડ મારવામાં આવ્યા હતા. માર મારતા આરોપીએ પોતે “ઠાકોર સાહેબ નરોડાનો દાદા” હોવાનું બોલાવી દાદાગીરી દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસમાં અન્ય સંભવિત સાથીઓ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.આ પણ વાંચો----    Junagadh : ભવનાથમાં નાગા સાધુનો આતંક, દત્ત ચોકમાં સાધુએ તલવાર ઉગામી યાત્રીકોને ડરાવ્યા, ​રસ્તાની બાજુમાં સૂતેલા લોકોને સાધુએ માર માર્યો

Read Full Story arrow_forward