android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Red Fort Blast : લાલ કિલ્લા હુમલા મામલે UNનો મોટો ખુલાસો
calendar_today February 12, 2026

Red Fort Blast : લાલ કિલ્લા હુમલા મામલે UNનો મોટો ખુલાસો

નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટ મામલે સંયુક્ત રાષ્ટ્ર (UN) ની આતંકવાદ વિરોધી દેખરેખ ટીમે મહત્વપૂર્ણ માહિતી જાહેર કરી છે. અહેવાલ મુજબ, એક સભ્ય દેશે જણાવ્યું છે કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ ખુલાસા બાદ પાકિસ્તાનની ભૂમિકા અંગે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા તેજ બની છે.  હુમલામાં 15 લોકોના મૃત્યુ UNના અહેવાલ પ્રમાણે, 9 નવેમ્બરના રોજ નવી દિલ્હીના લાલ કિલ્લા પર થયેલા હુમલામાં 15 લોકોના મૃત્યુ થયા હતા. આ હુમલો ભારત માટે ખૂબ જ સંવેદનશીલ અને ગંભીર હતો, કારણ કે લાલ કિલ્લો દેશના ગૌરવ અને ઇતિહાસનું પ્રતિક માનવામાં આવે છે. અહેવાલમાં જણાવાયું છે કે જૈશ-એ-મોહમ્મદે અનેક હુમલાઓની જવાબદારી સ્વીકારી છે, જેમાં લાલ કિલ્લાનો હુમલો પણ સામેલ છે. વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો જૈશ-એ-મોહમ્મદનો ઇતિહાસ મુખ્યત્વે ભારત વિરોધી આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો રહ્યો છે. આ સંગઠનનો વડો મસૂદ અઝહર છે, જે અગાઉ પણ અનેક હુમલાઓ માટે જવાબદાર માનવામાં આવ્યો છે. UNના અહેવાલ મુજબ, 8 ઓક્ટોબરે મસૂદ અઝહરે ‘જમાત-ઉલ-મુમિનત’ નામની નવી મહિલા શાખાની રચના કરવાની જાહેરાત કરી હતી. આ શાખાનો હેતુ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સહાયતા અને સમર્થન આપવાનો હોવાનું કહેવાય છે. મહિલા પાંખની રચના આતંકવાદી સંગઠન આ નવી મહિલા પાંખની રચના આતંકવાદી સંગઠનની બદલાતી વ્યૂહરચનાનું સંકેત આપે છે. નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે સુરક્ષા દળો દ્વારા દબાણ વધે છે, ત્યારે આવા સંગઠનો નવા રસ્તાઓ શોધે છે — જેમ કે નવી ભરતી મોડેલો, પ્રચાર માધ્યમો અને પ્રતીકાત્મક સ્થળોને નિશાન બનાવવું. UN મોનિટરિંગ ટીમે ચેતવણી UN મોનિટરિંગ ટીમે ચેતવણી આપી છે કે સતત આતંકવાદ વિરોધી કામગીરી છતાં, જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનો સંપૂર્ણ રીતે નબળા પડ્યા નથી. કેટલાક દેશો આ સંગઠનને હજુ સક્રિય અને ખતરનાક માને છે, જ્યારે કેટલાક દેશોનું માનવું છે કે તેની શક્તિ ઘટી ગઈ છે. આ મતભેદો આંતરરાષ્ટ્રીય સ્તરે આતંકવાદ વિરોધી કાર્યવાહી માટે પડકાર ઉભો કરે છે. દક્ષિણ એશિયામાં આતંકવાદ એક ગંભીર સમસ્યા છે. ખાસ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર આવા આરોપો અને ખુલાસાઓનો સીધો પ્રભાવ પડે છે. જ્યારે એક દેશ કોઈ સંગઠનને ખતરનાક માને છે અને બીજો દેશ તેને નિષ્ક્રિય ગણાવે છે, ત્યારે સંયુક્ત કાર્યવાહી મુશ્કેલ બની જાય છે. આતંકવાદ સામે લડવા માટે એકતા વિશ્વભરમાં આતંકવાદ સામે લડવા માટે એકતા અને સ્પષ્ટતા જરૂરી છે. યુએનના અહેવાલે ફરી એકવાર બતાવ્યું છે કે આતંકવાદી સંગઠનો સતત પોતાના સ્વરૂપમાં ફેરફાર કરે છે અને નવી રીતોથી ખતરો ઉભો કરે છે. આવી પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સહકાર, માહિતી વહેંચણી અને કડક કાર્યવાહી ખૂબ જ જરૂરી બની જાય છે. આ ઘટના એ પણ દર્શાવે છે કે પ્રતીકાત્મક અને ઐતિહાસિક સ્થળો હજુ પણ આતંકવાદીઓ માટે નિશાન બની રહ્યા છે. તેથી સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવી અને વૈશ્વિક સ્તરે એકજૂટ અભિગમ અપનાવવો સમયની માંગ છે.આ પણ વાંચો : Bangladesh Referendum 2026 : બાંગ્લાદેશનું લોકમત, ઇતિહાસ શું કહે છે અને હવે શું થશે?

Read Full Story arrow_forward
Gold Silver Price Today: 12 ફેબ્રુઆરીએ ઘટ્યો સોનાનો ભાવ, જાણો ચાંદીની શું છે લેટેસ્ટ કિંમત
calendar_today February 12, 2026

Gold Silver Price Today: 12 ફેબ્રુઆરીએ ઘટ્યો સોનાનો ભાવ, જાણો ચાંદીની શું છે લેટેસ્ટ કિંમત

સોના ચાંદીના ભાવમાં સતત વધારો ઘટાડો થઇ રહ્યો છે. ક્યારેક ભાવ વધે છે તો ક્યારેક ભાવમાં ઘટાડો થાય છે. પહેલા ચાંદી 4 લાખ સુધી પહોંચી હતી જો કે હવે ભાવ 2.50 લાખને પાર પહોંચ્યા છે. તો બીજી તરફ સોનું પણ દોઢ લાખને પાર પહોંચ્યુ છે. તેવામાં 12 ફેબ્રુઆરીએ સોના ચાંદીના ભાવ શું છે તે જાણીએ. આજે સોનાનો ભાવગુરુવારે 12  ફેબ્રુઆરીના રોજ સ્થાનિક વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સમાપ્તિ તારીખ સાથેનો સોનાનો વાયદો ગુરુવારે મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 158000  રૂપિયા (પ્રતિ 10 ગ્રામ) પર ખુલ્યો હતો. તેના છેલ્લા ટ્રેડિંગ દિવસે, MCX પર સોનું 158755 રૂપિયા પર બંધ થયું હતું.12  ફેબ્રુઆરીના રોજ સવારે 10.22 કલાકે MCX પર 2 એપ્રિલના રોજ સમાપ્તિ તારીખ સાથેનો સોનો 158001  રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે 0.47 ટકા અથવા 754  રૂપિયા હતો. શરૂઆતના કારોબારમાં સોનાનો વાયદો 158173 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આજે ચાંદીનો ભાવ MCX પર 5 માર્ચ, 2026 ની સમાપ્તિ તારીખવાળી ચાંદી 1.24 % અથવા 3,268 રૂપિયા ઘટીને 2,59,750 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી હતી. ચાંદી ટ્રેડિંગના દિવસે 2,61,361 રૂપિયા પર ખુલી હતી. દિવસની ઉચ્ચતમ કિંમત 2,61,924 રૂપિયા હતી.મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામઅમદાવાદ  1,58,450 1,45,250 રાજકોટ 1,58,450 1,45,250વડોદરા 1,58,450  1,45,250સુરત 1,58,450 1,45,250દિલ્હી 1,58,550 1,45,350મુંબઈ 1,58,400 1,45,200

Read Full Story arrow_forward
Jharkhand News: રાંચીમાં બેફામ થારે રસ્તા પર ઉભેલા 6 લોકોને કચડ્યા, એકનું મોત
calendar_today February 12, 2026

Jharkhand News: રાંચીમાં બેફામ થારે રસ્તા પર ઉભેલા 6 લોકોને કચડ્યા, એકનું મોત

ઝારખંડની રાજધાની રાંચીમાં બુધવારે મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. શહેરના ચુટિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી દક્ષિણ રેલવે કોલોની પાસે એક અનિયંત્રિત થાર કારે રસ્તા પર ઉભા રહી વાતો કરી રહેલા છ લોકોને અડફેટે લીધા હતા. આ ભયાનક ટક્કરમાં 40 વર્ષીય ધર્મેન્દ્ર કુમારનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે પાંચ અન્ય લોકો લોહીલુહાણ થયા છે. કેવી રીતે સર્જાઈ દુર્ઘટના? પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, દુર્ગા મંદિર પાસે કેટલાક લોકો એક ગૃહસ્થી સમારોહ પતાવીને પરત ફરી રહ્યા હતા અને રસ્તાની બાજુમાં ઉભા રહીને વાતો કરી રહ્યા હતા. ત્યારે જ રેલવે સ્ટેશન તરફથી અત્યંત ઝડપે આવી રહેલી એક થાર ગાડીએ સંતુલન ગુમાવ્યું હતું. વાહન એટલી ઝડપે હતું કે તે પલટી ખાઈ ગયું અને સીધું ત્યાં ઉભેલા લોકોને હડફેટે લીધા. લોકોને સંભાળવાની તક મળે તે પહેલા જ અકસ્માત સર્જાયો. ઘાયલોને નજીકની હોસ્પિટલ ખસેડ્યા સ્થાનિક લોકોએ તુરંત જ બચાવ કામગીરી શરૂ કરી અને ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં ખસેડ્યા હતા. ઈજાગ્રસ્તોમાં રેલવે ટીટી અન્નપૂર્ણા નાયડુ અને તેમના પુત્ર કુણાલ નાયડુનો સમાવેશ થાય છે, જેમની હાલત ગંભીર હોવાથી રાજ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત પ્રશાંત ગૌરવ ગુરુનાનક હોસ્પિટલમાં દાખલ છે. મૃતક ધર્મેન્દ્ર કુમાર, જેઓ એક ખાનગી ટેલિકોમ કંપનીમાં કામ કરતા હતા, તેમણે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. ડ્રાઇવર વાહન મૂકીને ભાગી ગયો અકસ્માત સર્જીને ડ્રાઈવર વાહન સાથે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, પ્રારંભિક તપાસમાં કાર ડોરાન્ડા તરફ ભાગી હોવાના સંકેત મળ્યા છે. ચુટિયા પોલીસે ડ્રાઈવરની ઓળખ કરી લીધી છે અને તેને પકડવા માટે નેપાળ હાઉસ તથા સ્ટેશન રોડના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. આખા શહેરમાં નાકાબંધી કરીને વાહન તપાસ તેજ કરવામાં આવી છે.આ પણ વાંચોઃ 'લોકો મુશ્કેલીમાં સાથ છોડી દેશે.. 'પ્રેમાનંદ મહારાજના આ શબ્દો Rajpal Yadav માટે ભવિષ્યવાણી સાબિત થયા?

Read Full Story arrow_forward