android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : નવસારી જિલ્લા ભાજપમાં સંગઠનનું માળખું જાહેર થયા બાદ અસંતોષ, વધુ 3 હોદ્દેદારોએ આપ્યા રાજીનામાં
calendar_today February 12, 2026

Gujarat Latest News Live : નવસારી જિલ્લા ભાજપમાં સંગઠનનું માળખું જાહેર થયા બાદ અસંતોષ, વધુ 3 હોદ્દેદારોએ આપ્યા રાજીનામાં

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 12 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Vadodara News : ડભોઇના MLA શૈલેષ મહેતાએ કૃષિ મંત્રીને લખ્યો પત્ર, MSPના ભાવે મકાઇની ખરીદી માટે ચિંતા વ્યકત કરી
calendar_today February 12, 2026

Vadodara News : ડભોઇના MLA શૈલેષ મહેતાએ કૃષિ મંત્રીને લખ્યો પત્ર, MSPના ભાવે મકાઇની ખરીદી માટે ચિંતા વ્યકત કરી

જેમાં MSPના ભાવે મકાઇની ખરીદી માટે કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. મકાઈની ટેકાના ભાવે ખરીદી ન થતા ખેડૂતોને હાલાકી પડશે અને અગાઉ પણ MLAએ રજૂઆત માટે પત્ર લખ્યો હતો, Mspના ભાવે ખેડૂતોની મકાઈ ખરીદાય તે માટે કૃષિ મંત્રીને પત્ર અગાઉ પણ શૈલેષ મહેતાએ ખેડૂતો કૃષિ પેકેજ સહાય માટે રજૂઆત કરી હતી કૃષિ મંત્રીને અને ટેકાના ભાવે ખરીદી ના થાય તો ખેડૂતોને મફતના ભાવે મકાઈ વેચવાનો વખત આવે છે તેવો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો અને જેની ખરીદી એપીએમસી દ્વારા કરવામાં આવે તેવી ધારાસભ્યની ભલામણ કરતો પત્ર જીતુ વાઘાણીને. ચણાની રૂ.5875પ્રતિ કિવ. (રૂ.1175 પ્રતિ મણ) અને રાઇની રૂ. 6200 પ્રતિ ક્વિ. (રૂ. 1240 પ્રતિ મણ)ના ભાવે ખરીદી કરાશે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પણ વાંચો : Railway News : મહાશિવરાત્રિના મેળાને લઈ રેલવે વિભાગે વિશેષ ભાડા પર 4 જોડી “મહાશિવરાત્રિ મેળા સ્પેશિયલ” ટ્રેનનું આયોજન કર્યુ

Read Full Story arrow_forward
Patan : બેફામ દોડતા ડમ્પર ચાલકો સામે પોલીસે કરી લાલ આંખ, 15 જેટલા ડમ્પરો કર્યા ડિટેન
calendar_today February 12, 2026

Patan : બેફામ દોડતા ડમ્પર ચાલકો સામે પોલીસે કરી લાલ આંખ, 15 જેટલા ડમ્પરો કર્યા ડિટેન

પાટણ શહેરમાં પાટણ બી ડીવિઝન પોલીસ દ્વારા હાઇવે પર બેફામ દોડતા ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.15 જેટલા વાહનો પોલીસ દ્વારા ડિટેન પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ડ્રાઇવ યોજીને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા અને ઓવરલોડ ડમ્પરો ચલાવતા કુલ 15 જેટલા વાહનો પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે. હાઇવે પર બેફામ ચાલતા ડંપરોના કારણે અકસ્માત પોલીસના જણાવ્યા અનુસાર, હાઇવે પર બેફામ ચાલતા ડંપરોના કારણે અકસ્માત અને ભારે જોખમ સર્જાય છે, જેના પગલે પોલીસ તંત્ર સખ્ત પગલાં ભરવાનું શરૂ કર્યું છે. અલગ-અલગ વિસ્તારોમાંથી ડ્રાઈવર સહિત વાહનોને ડિટેન કરીને કાર્યવાહી કરવામાં આવી છે. આ પણ વાંચો-----    Junagadh : ભવનાથમાં નાગા સાધુનો આતંક, દત્ત ચોકમાં સાધુએ તલવાર ઉગામી યાત્રીકોને ડરાવ્યા, ​રસ્તાની બાજુમાં સૂતેલા લોકોને સાધુએ માર માર્યો

Read Full Story arrow_forward