android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Porbandar News : પોરબંદર જિલ્લાને 1.05 લાખ વૃક્ષો દ્વારા લીલોછમ્મ બનાવવા માટેની થઈ જાહેરાત
calendar_today February 12, 2026

Porbandar News : પોરબંદર જિલ્લાને 1.05 લાખ વૃક્ષો દ્વારા લીલોછમ્મ બનાવવા માટેની થઈ જાહેરાત

પોરબંદર શહેરમાં પણ ૯૫૦૦ વૃક્ષો વવાઈ ગયા બાદ વધુ ૩૦૦૦ વૃક્ષો વાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પોરબંદર જિલ્લાને દોઢ લાખ વૃક્ષોથી હરિયાળો બનાવવામાં આવશે અને તેના માટેની વાવવાથી માંડીને ઉછેરની વ્યવસ્થા સદભાવના ટ્રસ્ટ અને સોંપવામાં આવી છે અને જરૂરી નાણા ઉપલબ્ધ કરવાની વ્યવસ્થા કરી આપવા બદલ વન અને પર્યાવરણ મંત્રીનો આપણું પોરબંદર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વનું પગલું પર્યાવરણનું સંરક્ષણ અને હરિયાળો વિકાસ આજના યુગની સૌથી મોટી જરૂરીયાત બની ગયો છે.વધતું પ્રદુષણ,ગરમીનું પ્રમાણ, પાણીની અછત અને આબોહવાના પરિવર્તન જેવી ગંભીર સમસ્યાઓ સામે લડવા માટે વૃક્ષારોપણએ સૌથી અસરકારક ઉપાય છે.ત્યારે પોરબંદર શહેરમાં પર્યાવરણ બચાવ માટે એક ઐતિહાસિક પહેલ હાથ ધરવામાં આવી છે. પોરબંદરમાં 15000 વૃક્ષોનો સંકલ્પ પૂર્ણતાના આરે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા અને પાયોનિયર ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે “ગ્રીન પોરબંદર” અભિયાન અંતર્ગત પોરબંદર શહેરમાં ૧૫,૦૦૦થી વધુ વૃક્ષો વાવવાનો દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો છે.આ સંકલ્પ પુ.રમેશભાઈ ઓઝાના આશીર્વાદ અને પાવન હાજરીમાં તેમજ શહેરના અગ્રણી શ્રેષ્ઠીઓ, સામાજિક આગેવાનો અને પર્યાવરણપ્રેમીઓની ઉપસ્થિતિમાં લેવામાં આવ્યો હતો. 9500 વૃક્ષો વાવી હરિયાળું બનતું પોરબંદર આ મહત્ત્વાકાંક્ષી અભિયાનનો પરિપાક હવે દેખાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આશરે ૯,૫૦૦ જેટલા વૃક્ષો સફળતાપૂર્વક વાવી દેવામાં આવ્યા છે.ખાસ વાત એ છે કે, વાવેલા વૃક્ષોનો વૃદ્ધિ દર ખૂબ જ સારો છે, જે આ કામગીરીની ગુણવત્તા અને સંભાળ દર્શાવે છે.શહેરના રસ્તાઓ, બગીચાઓ, શાળાઓ, સરકારી કચેરીઓ, જાહેર સ્થળો અને ખાલી પડેલા વિસ્તારોમાં વ્યાપક રીતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.જેના પરિણામે વાતાવરણમાં શુદ્ધતા વધે છે, છાંયો મળે છે અને નગરવાસીઓને પ્રાકૃતિક શાંતિનો અનુભવ થાય છે. વધુ 3000 વૃક્ષો માટે નાણાકીય વ્યવસ્થા પુર્ણ અભિયાન અહીં અટકતું નથી.આગામી તબક્કામાં વધુ ૩,૦૦૦ જેટલા વૃક્ષો વાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે.આ માટે જરૂરી નાણાંની વ્યવસ્થા પણ પુર્ણ થઈ ગઈ છે.આ રીતે ટૂંક સમયમાં પોરબંદર શહેરમાં કુલ ૧૨,૫૦૦ જેટલા વૃક્ષો વાવાઈ જશે, જે શહેરના પર્યાવરણ માટે એક ઐતિહાસિક સિદ્ધિ ગણાશે. તેમ છતાં આયોજકોનો સંકલ્પ ૧૨,૫૦૦ વૃક્ષો સુધી મર્યાદિત નથી.૧૫,૦૦૦થી પણ વધુ વૃક્ષો વાવીને પોરબંદરને સંપૂર્ણ હરિયાળું શહેર બનાવવા માટે સતત પ્રયત્નો ચાલુ રાખવામાં આવ્યા છે. “ગ્રીન પોરબંદર”થી “હરિયાળો જિલ્લો”તરફ પોરબંદર શહેરમાં સફળ કામગીરી બાદ હવે આ અભિયાનને જિલ્લા સ્તરે વિસ્તૃત કરવાની યોજના હાથ ધરવામાં આવી છે.“ગ્રીન પોરબંદર” અંતર્ગત શહેરનો લક્ષ્યાંક પુર્ણ થાય તે પહેલાં જ આયોજકોએ પોરબંદર સમગ્ર જિલ્લાને હરિયાળો બનાવવાનો દ્રઢ નિશ્ચય કર્યો છે.ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણ જાળવવા અને ગામડાઓને હરિયાળા બનાવવા માટે ૧,૫૦,૦૦૦ જેટલા વૃક્ષો વાવવાનો ભવ્ય સંકલ્પ કરવામાં આવ્યો છે.આ યોજના અંતર્ગત દરેક ગામમાં વૃક્ષારોપણ કરીને હરિયાળી વધારવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. જિલ્લા સ્તરની મહત્ત્વપુર્ણ બેઠક યોજાઈ આ મહત્ત્વાકાંક્ષી યોજનાને સફળ બનાવવા માટે પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે જિલ્લા સ્તરની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા,પુર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા કલેકટર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, ત્રણેય તાલુકાના ટી.ડી.ઓ, મ્યુનિસિપલ કમિશ્નર સહિત વિવિધ અધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા.સાથે સાથે જિલ્લાના સરપંચો, તલાટી મંત્રીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ પણ ભાગ લઈને આ અભિયાનને સફળ બનાવવા માટે પોતાનો સહકાર આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સદભાવના ટ્રસ્ટને સોંપાઈ કામગીરી વૃક્ષારોપણ માત્ર વાવવાથી પૂરતું નથી,પરંતુ તેનું સંવર્ધન અને સંભાળ પણ એટલું જ જરૂરી છે.આ બાબતને ધ્યાનમાં રાખીને જિલ્લા સ્તરે ૧,૫૦,૦૦૦ વૃક્ષો વાવવાની અને ઉછેર કરવાની સમગ્ર કામગીરી સદભાવના ટ્રસ્ટને સોંપવામાં આવી છે.સદભાવના ટ્રસ્ટ દ્વારા યોગ્ય આયોજન, પાણી, રક્ષણ અને સંભાળની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી દરેક વૃક્ષ જીવંત રહી વિકસે.આ માટે જરૂરી નાણાં અને સહાય ઉપલબ્ધ કરાવવા પણ સરકાર અને સંસ્થાઓ દ્વારા સક્રિય સહયોગ આપવામાં આવી રહ્યો છે. રામદેવભાઈ મોઢવાડીયાએ આભાર વ્યક્ત કર્યો “ગ્રીન પોરબંદર” અને “હરિયાળા પોરબંદર” જિલ્લાના પ્રણેતા રામદેવભાઈ મોઢવાડીયાએ સમગ્ર જિલ્લાવતી વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, “પર્યાવરણનું સંરક્ષણ આજની પેઢી માટે જ નહીં પરંતુ આવનારી પેઢીઓ માટે પણ જરૂરી છે.વૃક્ષો વાવવું એ માત્ર સેવા નહી પરંતુ સમાજ અને પ્રકૃતિ પ્રત્યેની આપણી જવાબદારી છે.”તેમણે વધુમાં ઉમેર્યું કે, આ અભિયાનમાં નાગરિકો, સંસ્થાઓ અને સરકારી તંત્રનો સહકાર મળશે તો પોરબંદર જિલ્લો ખરેખર હરિયાળો બની શકશે. પર્યાવરણ બચાવ માટે સૌની ભાગીદારી જરૂરી વિદ્વાનોના મત મુજબ એક વૃક્ષ વર્ષભર હજારો લોકોને શુદ્ધ ઓક્સિજન આપે છે,પ્રદૂષણ ઘટાડે છે, વરસાદનું સંતુલન જાળવે છે અને પર્યાવરણને ઠંડક આપે છે.તેથી દરેક નાગરિકે વર્ષમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરવો જોઈએ. શાળાઓ, કોલેજો, સંસ્થાઓ અને સામાજિક સંગઠનો પણ આ અભિયાનમાં જોડાય તો હરિયાળો પોરબંદર બનાવવાનું સ્વપ્ન સરળતાથી સાકાર થઈ શકે. ભવિષ્ય માટે આશાજનક દિશા પોરબંદરમાં ચાલી રહેલું આ અભિયાન માત્ર વૃક્ષારોપણ સુધી મર્યાદિત નથી,પરંતુ એક પર્યાવરણ ક્રાંતિ સમાન છે.આ પ્રયત્નો દ્વારા શહેર અને જિલ્લો બંને હરિયાળો, સ્વચ્છ અને સ્વસ્થ બનશે.આ પહેલ અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે.“ગ્રીન પોરબંદર” અભિયાન ભવિષ્યમાં પોરબંદરને એક આદર્શ પર્યાવરણમિત્ર શહેર તરીકે ઓળખ આપશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ પણ વાંચો : Ahmedabadથી રાજસ્થાન જતી ટ્રેનો હાઉસફૂલ, જુઓ Video

Read Full Story arrow_forward
Surat : કુખ્યાત ચિરાગ ગોટીનો આંતક, ગોટી સહિત 7 લોકો પર ખંડણીનો ગુનો, તેના ભાઈ-પિતા સામે પણ ફરિયાદ દાખલ
calendar_today February 12, 2026

Surat : કુખ્યાત ચિરાગ ગોટીનો આંતક, ગોટી સહિત 7 લોકો પર ખંડણીનો ગુનો, તેના ભાઈ-પિતા સામે પણ ફરિયાદ દાખલ

સુરત શહેરના કુખ્યાત ગુનેગાર ચિરાગ ગોટી અને તેના પરિવારના સભ્યો સામે વધુ એક ગુનો દાખલ થયો છે. ચિરાગ ગોટી તથા તેના ભાઈ અને પિતા સહિત કુલ 7 લોકો પર ખંડણી વસૂલવા અને અપહરણની ફરિયાદ નોંધાઈ છે.ચોક બજાર પોલીસ મથકમાં ગુનો દાખલ ઘટના અંગે ચોક બજાર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ તપાસ હેઠળ ચિરાગ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ચાલુ છે.ગોટીએ પોતાના જ કંપનીના ટેન્કરના ડ્રાઇવરને ઢોર માર માર્યો  ઉલ્લેખનિય છે કે ચિરાગ ગોટીનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ગઇકાલે ચિરાગ ગોટીએ પોતાના જ કંપનીના ટેન્કરના ડ્રાઇવરને ઢોર માર માર્યો હોવાનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો હતો અગાઉ પણ યુવકને માર મારતો હોવાનો વીડિયો વાયરલ ચિરાગ ગોટીનો અગાઉ પણ યુવકને માર મારતો હોવાનો વીડિયો વાયરલ થયા બાદ આજે ફરી તેનો વીડિયો વાયરલ થયો છે. પોતાને દાદા માનતા ચિરાગ ગોટીએ તેની કંપનીનો ડ્રાઇવર ડ્રાઇવરે ટેન્કરમાં પથ્થર નાખ્યા હોવાની શંકા રાખી તેને ઢોર માર માર્યો હોવાનું વીડિયોમાં જોવા મળે છે. ઉલ્લેખનિય છે કે તેના પર આરોપ પણ લાગેલા હતા કે ચિરાગ ગોટી જાહેરમાં પિસ્તોલ લઈને ફરતો હતો અને લોકોને રોફ જમાવતો હતો. આ પણ વાંચો----    AAPમાંથી રાજીનામા બાદ રાજુ કરપડાનું નિવેદન, જે મોઢે પાન ચાવ્યા તે મોઢે કોલસો નથી ચાવવો

Read Full Story arrow_forward
લાઠી નગરપાલિકાના ભવાની ગાર્ડનનું ₹1.26 કરોડના ખર્ચે સૌંદર્યીકરણ, જુઓ તસવીરો
calendar_today February 12, 2026

લાઠી નગરપાલિકાના ભવાની ગાર્ડનનું ₹1.26 કરોડના ખર્ચે સૌંદર્યીકરણ, જુઓ તસવીરો

ભારતના શહેરોને ‘વૉટર સિક્યોર’ (જળ સુરક્ષિત) અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ 1 ઓક્ટોબર, 2021ના રોજ અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન 2.0 (AMRUT 2.0) યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મિશનની મુખ્ય પહેલોમાં જળસ્ત્રોતોને પુનર્જીવિત કરવાનો, નોન-રેવેન્યુ વોટર (NRW)માં ઘટાડો કરવાનો તેમજ શુદ્ધ કરેલા ગંદા પાણીના પુનઃઉપયોગને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. પરંતુ, તે સાથે જ આ મિશન શહેરી વિસ્તારોની સુવિધઓમાં વધારો કરવા માટે સારી રીતે જાળવણી કરાયેલી ગ્રીન સ્પેસ એટલે કે હરિત સ્થળો અને ઉદ્યાનોના વિકાસ પર પણ ભાર મૂકે છે. 

Read Full Story arrow_forward