android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : ઘાટલોડિયામાં પતિ માનસિક તણાવમાં રહેતા નણંદે તાંત્રિક વિધી કરાવી, પરિણિતાએ વિરોધ કરતા માર માર્યો હોવાનો આક્ષેપ
calendar_today February 12, 2026

Ahmedabad : ઘાટલોડિયામાં પતિ માનસિક તણાવમાં રહેતા નણંદે તાંત્રિક વિધી કરાવી, પરિણિતાએ વિરોધ કરતા માર માર્યો હોવાનો આક્ષેપ

અમદાવાદ શહેરમાં ઘાટલોડિયા વિસ્તારમાં એક પરિણીતાએ પોતાના સાસરિયા વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે.નણંદે તાંત્રિક વિધી કરાવી મહિલાના જણાવ્યા મુજબ, તેમના પતિ માનસિક તાણમાં રહેતા હોવાથી નણંદે તાંત્રિક વિધી કરાવી હતી. સાસરિયાઓએ માર માર્યો જો કે પરિણીતાએ આ વિધીનો વિરોધ કરતા તેને સાસરિયાઓએ માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. સાથે જ, છૂટાછેડા માટે દબાણ કરવામાં આવતું હોવાનો પણ આરોપ કરાયો છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી મહિલાની ફરિયાદના આધારે પશ્ચિમ પોલીસ સ્ટેશન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટનાની ગંભીરતા દર્શાવી, સંબંધિત તમામ પક્ષોની પૂછપરછ શરૂ કરી છે.આ પણ વાંચો-----    AAPમાંથી રાજીનામા બાદ રાજુ કરપડાનું નિવેદન, જે મોઢે પાન ચાવ્યા તે મોઢે કોલસો નથી ચાવવો

Read Full Story arrow_forward
Gandhinagar : ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ, એક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશે
calendar_today February 12, 2026

Gandhinagar : ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ, એક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશે

ગાંધીનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે . ગુજરાત વિધાનસભા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે વિધાનસભામાં ઉપાધ્યક્ષ માટેની ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ ગૃહમાં યોજાશે.13 ફેબ્રુઆરી (બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી) દરખાસ્ત રજૂ થશે વિધાનસભાએ જણાવ્યું છે કે ઉમેદવારી માટેની દરખાસ્ત 13 ફેબ્રુઆરી બપોરે 12:00 વાગ્યા સુધી રજૂ કરવાની રહેશે. ચૂંટણી પ્રક્રિયા વિધાનસભાના નિયમ-11 અને 10(2) મુજબ હાથ ધરવામાં આવશે. રેક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશે જાહેરનામા મુજબ, દરેક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશે અને કોઈપણ સભ્ય પોતાનું નામ ધારક તરીકે દરખાસ્ત કરી શકશે નહીં. આ પણ વાંચો----   AAPમાંથી રાજીનામા બાદ રાજુ કરપડાનું નિવેદન, જે મોઢે પાન ચાવ્યા તે મોઢે કોલસો નથી ચાવવો

Read Full Story arrow_forward
Mahesana news: કડીમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોનો મોરચો: લઘુત્તમ વેતન મુદ્દે આવેદન
calendar_today February 12, 2026

Mahesana news: કડીમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોનો મોરચો: લઘુત્તમ વેતન મુદ્દે આવેદન

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર નજીક આવી રહ્યું છે, ત્યારે સમગ્ર રાજ્યમાં વિવિધ કર્મચારી મંડળો પોતાની માંગણીઓ સંતોષવા મેદાનમાં ઉતર્યા છે. આજે મહેસાણાના કડી તાલુકામાં આંગણવાડી કાર્યકર અને આશા વર્કર બહેનોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ પોતાની પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો હતો.લઘુત્તમ વેતન અને કાયમી દરજ્જાની માગ આંદોલનકારી બહેનોએ હાઈકોર્ટના હુકમનો હવાલો આપતા જણાવ્યું હતું કે, તેમને સન્માનજનક લઘુત્તમ વેતન આપવામાં આવે અને લાંબા સમયથી પડતર એવી કાયમી દરજ્જાની માંગણી સંતોષવામાં આવે. "સમાન કામ, સમાન વેતન" ના સૂત્રોચ્ચાર સાથે બહેનોએ કડી તાલુકા પંચાયત કચેરી ગજવી મૂકી હતી. ડિજિટલ કામગીરીનો સખત વિરોધ સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવેલી ઓનલાઈન કામગીરી સામે પણ બહેનોએ રોષ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને MMY એપમાં આવતી ટેકનિકલ ખામીઓને કારણે કામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી છે. બહેનોએ સ્પષ્ટ માગ કરી છે કે, "સરકાર સારા મોબાઈલ આપે અથવા અમને ફરીથી રજિસ્ટર નિભાવવાની છૂટ આપે." ખામીયુક્ત મોબાઈલ અને સર્વરની સમસ્યાઓને કારણે ડિજિટલ કામગીરી બોજ બની હોવાનું તેમણે જણાવ્યું હતું. નાયબ TDOને આવેદન અને અલ્ટીમેટમ આ વિરોધ પ્રદર્શનના અંતે આંગણવાડી અને આશા વર્કર બહેનોએ નાયબ TDOને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી બજેટમાં તેમની માંગણીઓ પ્રત્યે હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે. મોટી સંખ્યામાં બહેનોની હાજરીને જોતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. આ પણ વાંચો - Mahesana: ગાંધીનગરથી દિલ્હી વાયા હિંમતનગર-શામળાજીની વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવા રાજ્યસભામાં માંગ

Read Full Story arrow_forward