android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : કાંકરીયા કાર્નિવલમાં બટરફ્લાય પાર્ક અને વેક્સ મ્યુઝિયમની ટિકિટ સસ્તી થશે
calendar_today February 11, 2026

Ahmedabad : કાંકરીયા કાર્નિવલમાં બટરફ્લાય પાર્ક અને વેક્સ મ્યુઝિયમની ટિકિટ સસ્તી થશે

અમદાવાદમાં કાકરીયા કાર્નિવલ અને તેના પાર્કોમાં ટિકિટના દર ઘટાડવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય ટુંક સમયમાં લેવામાં આવશે. AMCની રીક્રીએશન અને કલ્ચર કમિટીની બેઠકમાં આ પ્રસ્તાવો અંગે નિર્ણય લેવામાં આવશે.આ પગલાં અંતર્ગત AMCના બટરફ્લાય પાર્ક અને વેક્સ મ્યુઝિયમમાં ટિકિટના દર ઘટાડવામાં આવશે, જેથી વધુ લોકોને પ્રવાસ માટે પ્રોત્સાહન મળી શકે.હાલમાં કેટલો છે બટરફ્લાય પાર્કની ટિકિટનો દર? બટરફ્લાય પાર્કની ટિકિટનો દર હાલમાં રૂપિયા 100 છે, જે ઘટાડીને રૂપિયા 60 કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. વેક્સ મ્યુઝિયમની ટિકિટનું હાલનું દર રૂપિયા 130 હતું, જે ઘટાડીને રૂપિયા 80 કરવાનું નક્કી થયું છે. બંને આકર્ષણ કાકરીયા ફન કાર્નિવલ પાર્કમાં આવેલા છે અને મોજમજાની સાથે શૈક્ષણિક અને મનોરંજક પ્રવૃત્તિઓ માટે જાણીતા છે. કાંકરીયા ફન કાર્નિવલનું ઉદ્ઘાટન 2023માં કરવામાં આવ્યું હતું. તે સમયથી આ કાર્નિવલ અમદાવાદમાં મનોરંજન, કુટુંબ મજા અને પ્રવાસન માટે લોકપ્રિય સ્થળ બની ગયું છે. રિક્રિએશનલ પ્રવૃત્તિઓને વધારે પ્રોત્સાહન અપાશે AMCના અધિકારીઓએ જણાવ્યું કે ટિકિટના દર ઘટાડવાથી બાળકો, પરિવાર અને વિદેશી મુલાકાતીઓ માટે આ પાર્ક વધુ સસ્તું અને આકર્ષક બની જશે. બટરફ્લાય પાર્ક અને વેક્સ મ્યુઝિયમમાં પ્રવાસીઓ માટે સરળતા વધારવા માટે આગલા મહિનાથી ટિકિટના નવા દર લાગુ થશે. આ નિર્ણયનો હેતુ શહેરમાં રિક્રિએશનલ પ્રવૃત્તિઓને વધારે પ્રોત્સાહન આપવું અને કાંકરીયા કાર્નિવલને વધુ જનપ્રિય બનાવવાનો છે.આ પણ વાંચો : Gujarat News: અનાજ પણ પૈસાની જેમ ATMથી મળશે, સાબરમતીમાં અનાજ ATM શરૂ થશે

Read Full Story arrow_forward
knowledge: જો ભારતને UNનું કાયમી સભ્યપદ મળે તો કેટલું શક્તિશાળી બનશે, કેવી રીતે બદલાશે રાજકારણ?, જાણો
calendar_today February 11, 2026

knowledge: જો ભારતને UNનું કાયમી સભ્યપદ મળે તો કેટલું શક્તિશાળી બનશે, કેવી રીતે બદલાશે રાજકારણ?, જાણો

આ પરિસ્થિતિમાં, ફક્ત ચીન જ નહીં પરંતુ સમગ્ર ભારત એશિયાઈ ખંડમાં એક મુખ્ય રાજકીય શક્તિ તરીકે ઉભરી આવશે. કાયમી સભ્યપદ માટે પ્રયાસ સ્વતંત્રતા પછી, ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે, UNSCમાં કાયમી સભ્યપદ માટે પ્રયત્નશીલ છે. આ પ્રયાસને વિશ્વભરના ઘણા મોટા અને શક્તિશાળી દેશોનો ટેકો મળ્યો છે, પરંતુ 80 વર્ષ પછી પણ, ભારત UNSCમાં કાયમી બેઠક મેળવી શક્યું નથી. છેલ્લા નવ વર્ષમાં ચીને આ સંદર્ભમાં ચાર વખત દરખાસ્તોને વીટો કરી છે. જો કે, હવે પરિસ્થિતિ બદલાતી દેખાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ગરબડ અને બેઇજિંગના વલણમાં ફેરફારથી વૈશ્વિક રાજદ્વારીમાં ઉથલપાથલ વધુ તીવ્ર બની છે. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપનામાં ભારતની શું ભૂમિકા ? બીજા વિશ્વયુદ્ધ પછી વૈશ્વિક શાંતિ જાળવવા માટે 24 ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી હતી. ભારત યુએન ચાર્ટર પર હસ્તાક્ષર કરનારા પ્રથમ દેશોમાંનો એક હતો. જોકે તે સમયે ભારતને હજુ સ્વતંત્રતા મળી ન હતી. પરંતુ તેને આંતરરાષ્ટ્રીય મંચ પર એક જવાબદાર અને સક્રિય સહભાગી તરીકે માન્યતા આપવામાં આવી હતી. જ્યારે સુરક્ષા પરિષદની રચના કરવામાં આવી. ત્યારે પાંચ દેશોને કાયમી સભ્યો તરીકે વીટો કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. તેમે યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, રશિયા અને ચીન હતા. કાયમી સભ્ય, તો વીટો પાવર જો ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મેળવે તો શું બદલાશે? શું ભારત પહેલા કરતાં વધુ શક્તિશાળી બનશે? નિષ્ણાતો માને છે કે જો ભારતને વીટો પાવર મળે છે, તો એશિયામાં શક્તિ સંતુલન સંપૂર્ણપણે બદલાઈ જશે. આ પરિસ્થિતિમાં, ફક્ત ચીન જ નહીં, પરંતુ ભારત પણ એશિયા ખંડમાં એક મુખ્ય રાજકીય શક્તિ તરીકે ઉભરી આવશે. જે વિશ્વ સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કરશે. આનાથી વિશ્વમાં ભારતનો પ્રભાવ અને શક્તિ વધશે. વીટો પાવર શું છે અને મહત્વનું કેમ ? જો સુરક્ષા પરિષદમાં કોઈ ઠરાવ રજૂ કરવામાં આવે અને એક પણ સ્થાયી સભ્ય દેશ તેની વિરુદ્ધ ઉભો થાય અને અસંમત થાય, તો ઠરાવ પસાર થશે નહીં અને તેનો અમલ થશે નહીં. સરળ શબ્દોમાં કહીએ તો, સુરક્ષા પરિષદમાં પસાર થનારા કોઈપણ ઠરાવ માટે પાંચેય સ્થાયી સભ્યોની સંમતિ જરૂરી છે. જો એક પણ દેશ ઠરાવનો વિરોધ કરે અને તેની વિરુદ્ધ મતદાન કરે, તો તેને વીટો કહેવામાં આવે છે. હાલમાં, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્યો કોઈપણ પ્રસ્તાવને અવરોધિત અથવા મર્યાદિત કરી શકે છે. આ પણ વાંચોઃ Loksabhaમાં નાણામંત્રી Nirmala Sitharamanનો જવાબ, આ બજેટથી MSMEને થશે ફાયદો

Read Full Story arrow_forward
Exercise Vayushakti 2026 : 77 ફાઈટર જેટ, 43 હેલિકોપ્ટર, 12,000 કિલો વિસ્ફોટક દ્વારા પોખરણમાં વાયુસેના બતાવશે એક્શન, પાકિસ્તાનની ધરતી ધ્રુજશે
calendar_today February 11, 2026

Exercise Vayushakti 2026 : 77 ફાઈટર જેટ, 43 હેલિકોપ્ટર, 12,000 કિલો વિસ્ફોટક દ્વારા પોખરણમાં વાયુસેના બતાવશે એક્શન, પાકિસ્તાનની ધરતી ધ્રુજશે

ભારતીય વાયુસેનાની સૌથી મોટી ફાયરપાવર ડેમોસ્ટ્રેશન એક્સરસાઈઝ 'વાયુ શક્તિ 2026' આગામી 27 ફેબ્રુઆરીએ રાજસ્થાનના પોખરણ ફાયરિંગ રેન્જમાં યોજાવવાની છે. આ ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ મેગા એક્સરસાઈઝ હશે, જેમાં દિવસે, સાંજે અને રાત્રે ઓપરેશન્સમાં વાયુસેના પોતાના સટીક હુમલાની તાકાત બતાવશે.'વાયુ શક્તિ 2026' વાયુસેનાનું ફાયરપાવર ડેમોસ્ટ્રેશન લગભગ 2.5 કલાકના આ શોમાં 277થી વધારે હથિયારોથી 12,000 કિલોગ્રામ વિસ્ફોટકનો ઉપયોગ થશે. આ ડેમો આતંકવાદની વિરૂદ્ધ ઝીરો ટોલરન્સ અને વાયુસેનાની તૈયારીઓને મજબૂત સંદેશ આપશે. વાયુ શક્તિ વાયુસેનાનું ફાયરપાવર ડેમોસ્ટ્રેશન છે. જેમાં ફાઈટર વિમાન, હેલિકોપ્ટર અને મિસાઈલ સિસ્ટમ પોતાની તાકાત બતાવશે. આ એક્સરસાઈઝ પોખરણ રેન્જમાં હશે, જે પાકિસ્તાન બોર્ડરની નજીક જેસલમેરમાં છે. એક્સરસાઈઝમાં કૂલ 77 ફાઈટર જેટનો ઉપયોગ કરાશે વાયુસેનાના વાઈસ ચીફ એર માર્શલે જણાવ્યું કે આ એક્સરસાઈઝ ભવિષ્યના યુદ્ધ જીતવાની ક્ષમતા, ડિટરેન્સ અને લાંબા અંતરના ટાર્ગેટમાં વાયુસેનાની શ્રેષ્ઠતા બતાવશે. આ એક્સરસાઈઝમાં રાફેલ, Su-30 MKI, તેજસ, પ્રચંડ, મિરાજ 2000, મિગ-29, જગુઆરનો ઉપયોગ કરાશે. એક્સરસાઈઝમાં કૂલ 77 ફાઈટર, 43 હેલીકોપ્ટર, 8 ટ્રાન્સપોર્ટ વિમાન, 277 હથિયાર અને વિસ્ફોટકનો ઉપયોગ કરાશે. આ ઓપરેશન સિંદૂર બાદ મેગા એક્સરસાઈઝ છે. જેમાં વાયુસેનાએ આતંકી ઠેકાણાઓ પર સટીક હુમલા કર્યા હતા. એર માર્શલે કહ્યું કે રાફેલ ઓપરેશન સિંદૂરનો હીરો છે અને હવે મલ્ટી રોલ ફાઈટરની ઈંડક્શન પર વિચાર ચાલી રહ્યો છે. સ્વદેશી અને સ્માર્ટ હથિયારો પર ખાસ ફોક્સ હશે. સાઉથ-વેસ્ટર્ન એર કમાન્ડ લીડ કરી રહ્યું છે. વિમાન જેસલમેર, ફ્લોદી, ઉત્તરલાઈ, જોધપુર, વડોદરા અને હિંડનથી આવશે. આર્મી પણ ઈન્ટીગ્રેટેડ ઓપરેશન્સમાં સામેલ હશે.    આ પણ વાંચો : Loksabhaમાં નાણામંત્રી Nirmala Sitharamanનો જવાબ, આ બજેટથી MSMEને થશે ફાયદો

Read Full Story arrow_forward