android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Valsad News: જિલ્લામાં 28 ફેબ્રુઆરી સુધી આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે મેગા ડ્રાઈવ યોજાશે
calendar_today February 8, 2026

Valsad News: જિલ્લામાં 28 ફેબ્રુઆરી સુધી આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે મેગા ડ્રાઈવ યોજાશે

આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત વલસાડ જિલ્લામાં એનએફએસએના કુલ ૧૦૬૨૯૭૪ લાભાર્થી છે, જેમાંથી ૭૭૮૨૪૪ લાભાર્થીના પીએમજેએવાય કાર્ડ બનાવવામાં આવ્યા છે. જ્યારે હજુ ૨૬૪૭૩૦ લાભાર્થીઓના કાર્ડ બનાવવાના બાકી હોય જિલ્લા કલેકટર ભવ્ય વર્મા અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અરવિંદકુમાર સિંહના નેતૃત્વમાં તા. ૯ થી ૨૮ ફેબ્રુઆરી સુધી મેગા ડ્રાઈવનું આયોજન કરાયુ છે. જેમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવાના બાકી હોય તેવા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવશે. મેગા ડ્રાઈવનું માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું આ બાબતે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મેગા ડ્રાઈવનું માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે.આયુષ આરોગ્ય મંદિર (પેટા કેન્દ્ર)માં ફરજ બજાવતા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા હાઉસ ટૂ હાઉસ સર્વે કરી એનએફએસએના બાકી લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ બનાવી ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ કામગીરીનું સઘન મોનીટરીંગ તાલુકા અને પીએચસી કક્ષાએથી કરવાનું રહેશે. જે માટે જિલ્લાના ૬ તાલુકાઓમાં મોનીટરીંગ માટે ટીમ બનાવવામાં આવી છે.કેમ્પના સ્થળે જે તે કર્મચારી દ્વારા કાર્ડ બનાવવામાં આવે છે તે કર્મચારીને BIS 2.0 પોર્ટલમાં કાર્ડ બનાવતા આવડે છે કે નહીં તેની તપાસ કરવાની રહેશે. આ પણ વાંચોઃ Ahmedabad News: સધર્ન કમાન્ડના આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠની ગુજરાત મુલાકાત

Read Full Story arrow_forward
Japan : ચૂંટણીમાં PM તાકાઈચીની ઐતિહાસિક જીત, PM મોદીએ અભિનંદન પાઠવ્યા
calendar_today February 8, 2026

Japan : ચૂંટણીમાં PM તાકાઈચીની ઐતિહાસિક જીત, PM મોદીએ અભિનંદન પાઠવ્યા

જાપાનના વડાપ્રધાન સનાએ તાકાચીએ રવિવારે ઐતિહાસિક જીત મેળવી છે. મતદાન પૂર્ણ થયાના 2 કલાકથી પણ ઓછા સમયમાં તાકાચીના ગઠબંધને બહુમતી માટે જરૂરી 233 બેઠકોનો આંકડો પાર કરી લીધો. તેમની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)એ જબરદસ્ત વિજય મેળવ્યો, જે અત્યાર સુધીના તેમના શ્રેષ્ઠ પ્રદર્શનમાંનો એક માનવામાં આવે છે.એલડીપીએ 465 બેઠકોમાંથી 312 બેઠકો જીતી મતદાન પૂર્ણ થયાના બે કલાક પછી જ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીએ બહુમતીનો આંકડો પાર કરી લીધો. પીએમ તાકાઈચીની પાર્ટીને બહુમતી માટે 233 બેઠકોની જરૂર હતી, જે તેણે સરળતાથી મેળવી લીધી. 64 વર્ષીય તાકાઈચીની આગેવાની હેઠળના એલડીપીએ 465 બેઠકોમાંથી 312 બેઠકો જીતી, જે 233 બેઠકોના બહુમતી આંકડાથી ઘણી વધારે છે. ઘણા દેશોના રાષ્ટ્રપતિઓ અને વડાપ્રધાનોએ પીએમ તાકાઈચીને તેમની શાનદાર જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. યુએસ પ્રમુખ ટ્રમ્પ અને પીએમ મોદીએ પણ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા તાકાઈચીને તેમની શાનદાર જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. તાકાઈચી વ્યક્તિગત રીતે ખૂબ જ લોકપ્રિય હતા હાલમાં 86 બેઠક માટે મતગણતરી ચાલી રહી છે. આમાંથી, તાકાઈચીનો પક્ષ 50થી વધુ બેઠકો પર આગળ છે. વિરોધ પક્ષો અત્યાર સુધીમાં ફક્ત 68 બેઠકો જીતી શક્યા છે. તાકાઈચીએ ઓક્ટોબરમાં જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે પદ સંભાળ્યું હતું, જેના કારણે વિપક્ષ તરફથી પ્રતિક્રિયાઓ આવી હતી. એક અહેવાલ મુજબ તાકાઈચી વ્યક્તિગત રીતે ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ તેમનો પક્ષ ઓછો લોકપ્રિય છે. આના કારણે તાકાઈચીએ અચાનક ચૂંટણીની જાહેરાત કરી, જે નિર્ણય હવે સાચો સાબિત થયો છે. તાકાઈચીની ભાવનાત્મક અપીલ કામ કરી ગઈ જો તેઓ બહુમતી મેળવવામાં નિષ્ફળ જાય તો તાકાઈચીએ ચૂંટણીના મધ્યમાં રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો તેમનો પક્ષ, LDP, ગઠબંધન મેળવવામાં નિષ્ફળ જાય તો તેઓ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશે. આ અપીલનો જાપાની જનતા પર ઊંડો પ્રભાવ પડ્યો. ત્યારબાદ જનતાએ તાકાઈચીને પ્રચંડ સમર્થન આપ્યું, જેનાથી તેમને અત્યાર સુધીની તેમની સૌથી ઐતિહાસિક જીત મળી. જાપાની મીડિયા અહેવાલો અનુસાર વિરોધી પક્ષો તાકાઈચીની ભાવનાત્મક અપીલનો સામનો કરવામાં અસમર્થ રહ્યા, જેના કારણે તેમની કારમી હાર થઈ. ભારત-જાપાન મિત્રતાને વધુ ઊંચાઈએ લઈ જઈશું: પીએમ મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાની પ્રતિનિધિ સભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ સના તાકાઈચીને અભિનંદન પાઠવ્યા. તેમના સોશિયલ મીડિયા હેન્ડલ, X પરથી પોસ્ટ કરતા તેમણે લખ્યું, "ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મને વિશ્વાસ છે કે તમારા સક્ષમ નેતૃત્વ હેઠળ, અમે ભારત-જાપાન મિત્રતાને વધુ ઊંચાઈએ લઈ જઈશું."આ પણ વાંચો : Iran US Talk: અમેરિકા સાથેની વાતચીતમાં ઈરાને Donald Trumpને યુરેનિયમ સંવર્ધન અંગે સ્પષ્ટ શબ્દોમાં આપી ચેતવણી

Read Full Story arrow_forward
Ahmedabad News : ભાજપનું સંગઠન પર્વ, મહીસાગર, અરવલ્લી અને ભાવનગર જિલ્લાના નવા માળખાની જાહેરાત
calendar_today February 8, 2026

Ahmedabad News : ભાજપનું સંગઠન પર્વ, મહીસાગર, અરવલ્લી અને ભાવનગર જિલ્લાના નવા માળખાની જાહેરાત

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનને વધુ સુદ્રઢ અને વેગવંતુ બનાવવાના ભાગરૂપે આજે મહીસાગર, અરવલ્લી અને ભાવનગર જિલ્લાના નવા સંગઠન માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલી આ યાદીમાં સંતુલિત સમીકરણો જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ત્રણ જિલ્લાઓમાં કુલ 8 ઉપાધ્યક્ષો અને 3 મહામંત્રીઓની મહત્વની નિમણૂકો કરવામાં આવી છે. આગામી સ્થાનિક અને વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પક્ષે પાયાના સ્તરે કાર્યકરોને સક્રિય કરવા માટે આ કવાયત હાથ ધરી છે.સંગઠન મજબૂત કરવાની કવાયત નવા માળખાની ખાસિયત એ છે કે તેમાં પક્ષ પ્રત્યે વફાદાર જૂના જોગીઓની સાથે અનેક નવા અને આધુનિક વિચારધારા ધરાવતા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ખાસ કરીને જ્ઞાતિગત સમીકરણો અને ભૌગોલિક વિસ્તારને પ્રાધાન્ય આપીને હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી છે. ભાવનગર જેવા મહત્વના જિલ્લામાં પણ સંગઠનને નવો ઓપ આપીને વિરોધ પક્ષો સામે મજબૂત કિલ્લેબંધી કરવાની રણનીતિ સ્પષ્ટ દેખાઈ રહી છે. આ નિમણૂકો બાદ હવે આગામી દિવસોમાં મંડલ સ્તરના બાકી રહેલા માળખાઓ પણ વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. આ પણ વાંચો : Kutch News : ભચાઉના આધોઈમાં સગીરાના અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ, પોલીસે ત્રણ નરાધમોને દબોચ્યા

Read Full Story arrow_forward