android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mumbai : જાન્યુઆરીમાં સ્ટેમ્પ ડ્યુટી કલેક્શન રૂપિયા 1,012 કરોડને થયું પાર
calendar_today February 8, 2026

Mumbai : જાન્યુઆરીમાં સ્ટેમ્પ ડ્યુટી કલેક્શન રૂપિયા 1,012 કરોડને થયું પાર

દેશના સૌથી મોટા અને સૌથી મોંઘા પ્રોપર્ટી માર્કેટ મુંબઈએ જાન્યુઆરીમાં સ્ટેમ્પ ડ્યુટી કલેક્શનનો નવો રેકોર્ડ બનાવ્યો છે. મિલકત નોંધણીની કુલ સંખ્યામાં વાર્ષિક ધોરણે ઘટાડો થયો હોવા છતાં મોટા અને વધુ મોંઘા ઘરોની ખરીદીથી સરકારી આવકમાં વધારો થયો છે.મહારાષ્ટ્રના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન (IGR) અને કંટ્રોલર ઓફ સ્ટેમ્પ્સના ડેટા મુજબ જાન્યુઆરીમાં મુંબઈમાં કુલ 11,219 મિલકતોની નોંધણી થઈ છે. આ વ્યવહારોથી રાજ્ય સરકારને રૂપિયા 1,012 કરોડથી વધુની સ્ટેમ્પ ડ્યુટી આવક થઈ છે, જે જાન્યુઆરીમાં અત્યાર સુધીની સૌથી વધુ નોંધાયેલી છે. ગયા વર્ષની સરખામણીમાં નોંધણીઓની સંખ્યામાં આશરે 8% ઘટાડો થયો હોવા છતાં તે હજુ પણ બીજા ક્રમનો સૌથી સક્રિય જાન્યુઆરી મહિનો રહ્યો. વાર્ષિક ધોરણે 2% વૃદ્ધિ નોંધાઈ નિષ્ણાતો માને છે કે નોંધણીમાં ઘટાડો મોસમી પરિબળોને કારણે છે. જાન્યુઆરીમાં સામાન્ય રીતે રિયલ એસ્ટેટ પ્રવૃત્તિમાં થોડી મંદી જોવા મળે છે. વધુમાં, મહિનાના અંતે કેટલીક કામગીરીની સમસ્યાઓ પણ નોંધણીને અસર કરે છે. તેમ છતાં, મજબૂત સ્ટેમ્પ ડ્યુટી કલેક્શન સૂચવે છે કે ઘર ખરીદનારાઓ બજારમાં વિશ્વાસ રાખે છે. સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં વાર્ષિક ધોરણે 2%નો વધારો થયો છે. આ મુખ્યત્વે હાઈ-એન્ડ અને પ્રીમિયમ ઘરોના હિસ્સામાં વધારો થવાને કારણે છે. રૂપિયા 5 કરોડ થી વધુ કિંમતના ઘરોનો હિસ્સો વધીને 7% થયો છે, જ્યારે રૂપિયા 1 કરોડથી ઓછી કિંમતના ઘરોનો હિસ્સો ઘટ્યો છે. કનેક્ટિવિટી અને મજબૂત માળખાગત સુવિધા પ્રાથમિકતા ખરીદદારો હવે ફક્ત સસ્તો ભાવ નથી જોતા, પરંતુ ઉચ્ચ ગુણવત્તા, સારી કનેક્ટિવિટી અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાથમિકતા આપી રહ્યા છે. મેટ્રો વિસ્તારો અને બિઝનેસ ડિસ્ટ્રિક્ટ્સમાં મધ્યમ અને પ્રીમિયમ-સેગમેન્ટ પ્રોજેક્ટ્સ વધુ લોકપ્રિય બની રહ્યા છે. જાન્યુઆરીમાં કુલ નોંધણીઓમાં રહેણાંક મિલકતોનો હિસ્સો લગભગ 80% હતો. સાઈઝની દ્રષ્ટિએ 1,000 ચોરસ ફૂટ સુધીના ઘરો સૌથી વધુ ખરીદવામાં આવ્યા હતા. જગ્યાની દ્રષ્ટિએ પશ્ચિમ અને મધ્ય ઉપનગરોમાં સૌથી વધુ નોંધણીઓ જોવા મળી હતી, જે કુલ નોંધણીના 87% હતી.આ પણ વાંચો : Jammu Kashmir : સંગ્રહાલય, રોજગાર અને તીર્થયાત્રામાં સુધારો, બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો

Read Full Story arrow_forward
Agriculture News: પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ખેતીને મળશે નવજીવન, કરોડોની યોજનાઓને મંજૂરી
calendar_today February 8, 2026

Agriculture News: પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં ખેતીને મળશે નવજીવન, કરોડોની યોજનાઓને મંજૂરી

પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના પરિશ્રમી ખેડૂતો માટે વિકાસના એક નવા સુવર્ણ પ્રભાતનો ઉદય થયો છે.રાજ્યસભા સાંસદ ડૉ.જશવંતસિંહ પરમાર દ્વારા ડિસેમ્બર–૨૦૨૪થી સતત કરવામાં આવેલી રજૂઆતો અને લોકસેવાની તપશ્ચર્યાના પરિણામે ખેડૂતોના હિત માટેનો આ સંકલ્પ આજે સાકાર થયો છે. તેમણે જિલ્લા સ્તરના અધિકારીઓ, ટેક્નિકલ નિષ્ણાતો અને રાજ્યના નેતૃત્વ સાથે અનેક બેઠકો અને ચર્ચાઓ યોજીને આ યોજના માટે મજબૂત આયોજન તૈયાર કરાવ્યું હતું.આ માત્ર એક વહીવટી સફળતા નથી, પરંતુ ખેડૂતોની સમૃદ્ધિ માટેની તેમની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. પાઈપલાઈન દ્વારા નર્મદાની જળધારાને પહોંચાડાશે વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ રૂ. ૫,૪૯૭.૨૩ કરોડની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત નીચે મુજબના મહત્વના કાર્યો હાથ ધરવામાં આવશે. ૧,૭૪૭ કિમી લાંબી પાઈપલાઈન દ્વારા નર્મદાની જળધારાને છેવાડાના ગામો સુધી પહોંચાડવામાં આવશે. આ યોજનાથી વિસ્તારના ૯૧૨ તળાવો, ૩ ડેમ અને ૧,૨૩૨ ચેકડેમોને નર્મદાના નીરથી છલકાવવામાં આવશે. નર્મદા જળનો અમૃત સમાન ઉપયોગ કરવામાં આવશે નહેર પર ૧૦ પંપિંગ સ્ટેશનો સ્થાપિત કરી ૧૯૬.૫૫ એમ.સી.એમ. નર્મદા જળનો અમૃત સમાન ઉપયોગ કરવામાં આવશે. આ યોજના માત્ર પાણી પહોંચાડવા પૂરતી સીમિત નથી, પરંતુ તે અન્નદાતાની સમૃદ્ધિ અને પ્રદેશના ભવિષ્યને હરિયાળું બનાવવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે.આનાથી ખેડૂતોને પૂરતું સિંચાઈ જળ મળતા કૃષિ ઉપજમાં વધારો થશે.ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર વધારો થશે.સમગ્ર વિસ્તારમાં હરિયાળી ક્રાંતિના નવા યુગની શરૂઆત થશે. આ પણ વાંચોઃ Agriculture News : શેરડીના પાકને વેધકોથી મુક્ત કરવા શું કરવું, જાણો શું છે નવી રીત

Read Full Story arrow_forward
Bhavnagar News : સિદસર સર્વોત્તમ ડેરી પાસે બસ ચાલકની બેદરકારીએ આધેડનો જીવ લીધો
calendar_today February 8, 2026

Bhavnagar News : સિદસર સર્વોત્તમ ડેરી પાસે બસ ચાલકની બેદરકારીએ આધેડનો જીવ લીધો

ભાવનગર શહેર નજીક આવેલા સિદસર વિસ્તારમાં ગત મોડી રાત્રે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. સિદસરના ૨૫ વારીયા વિસ્તારમાં રહેતા બાવભાઈ વલ્લભભાઈ પરમાર રાત્રિના સમયે ઘરેથી નીકળી નજીકની હોટલ પાસે ગયા હતા અને ત્યારબાદ સર્વોત્તમ ડેરી પાસે હાઈવે પર પાર્કિંગની જગ્યામાં સૂઈ ગયા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા લક્ઝરી બસના ચાલકે અંધારામાં સૂતેલા આધેડને જોયા વગર પોતાની બસ બેફિકરાઈથી ચલાવી તેમના પર ફેરવી દીધી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બાવભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.વરતેજ પોલીસની કાર્યવાહી આ બનાવની જાણ થતા જ વરતેજ પોલીસ કાફલો અને મૃતકના પરિવારજનો દોડી આવ્યા હતા. વહેલી સવારે જ્યારે અકસ્માતની વિગતો સામે આવી ત્યારે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતકના પુત્ર અનિલભાઈની ફરિયાદના આધારે વરતેજ પોલીસે અજાણ્યા લક્ઝરી બસ ચાલક વિરુદ્ધ BNS એક્ટની વિવિધ કલમો અને મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસીને ફરાર બસ ચાલકને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ પણ વાંચો : Bhavnagar News : અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પનું ભવ્ય આયોજન

Read Full Story arrow_forward