android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar News : ભાવનગર પોલીસ લાઈનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, 3 આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયા
calendar_today February 9, 2026

Bhavnagar News : ભાવનગર પોલીસ લાઈનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, 3 આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયા

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ એ પોલીસ લાઈનમાં થયેલી ચોરીને ભેદ ઉકેલી નાખ્યો છે, થોડા દિવસ પહેલા વિદ્યાનગર ખાતે આવેલ પોલીસ લાઈનમાં બની હતી ચોરીની ઘટના અને વિદ્યાનગર પોલીસ લાઈનના મકાનમાં નેત્ર પ્રોજેક્ટના કેમેરા સહીતની વસ્તુઓની થઈ હતી ચોરી. થોડા દિવસ અગાઉ થઈ હતી પોલીસ લાઈનમાં ચોરી ફરિયાદના આધારે પોલીસે જવાહર મેદાન ઝુંપડામાં રહેતા રાહુલ ઉર્ફે બાડો સોલંકી, હાર્દિક ઉર્ફે ડાબલી મીઠાપરા અને વડવા તલાવડીમાં રહેતા મિહીર ટાંક નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા છે, પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 1,51,350નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથધરી છે, પોલીસની પૂછપરછ દરમિયાન જવાહર મેદાન ઝુંપડામાં રહેતા વિજય ઉર્ફે કાળીયો સોલંકી અને મોતીતળાવમાં રહેતા સુલેમાનભાઈ સર્કીટ નામના બે શખ્સોના નામ ખુલવા પામતા પોલીસે આગળની તપાસ હાથધરી છે. વાયરલેસ પીએસઆઈએ નોંધાવી હતી ફરિયાદ ભાવનગરમાં વિધાનગરમાં આવેલી પોલીસ લાઈનમાં આ ચોરી થઈ હતી અને બંધ મકાનમાંથી નેત્રમ પ્રોજેકટના સીસીટીવી કેમેરાની ચોરી થઈ હતી અને બારીની ગ્રીલ તોડીને આ ચોરી કરવામાં આવી હતી, વાયરલેસ પીએસઆઈ દ્વારા ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ મામલે આરોપીને ઝડપી પાડયા છે. રૂ.1.75 લાખના મુદ્દામાલની ચોરી થયાનું જણાવાયું હતું. આ પણ વાંચો : Bhavnagar News : ભાવનગર એલસીબી પોલીસે ગટરના જેટકિંગ ટેન્કરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

Read Full Story arrow_forward
તમિલનાડુમાં બહુચર્ચિત જલ્લીકટ્ટુ સ્પર્ધાનું આયોજન
calendar_today February 9, 2026

તમિલનાડુમાં બહુચર્ચિત જલ્લીકટ્ટુ સ્પર્ધાનું આયોજન

જલ્લીકટ્ટુ, તે તામિલનાડુની પરંપરાગત બળદ પકડી રમતો છે, જે રાજ્યની સાંસ્કૃતિક વારસાનું મહત્વપૂર્ણ ભાગ છે અને પોંગલ તહેવારના સમય દરમિયાન ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે.

Read Full Story arrow_forward
Delhi Bomb Threat : દિલ્હીની 9 શાળાઓમાં બોમ્બની ધમકી, બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે
calendar_today February 9, 2026

Delhi Bomb Threat : દિલ્હીની 9 શાળાઓમાં બોમ્બની ધમકી, બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે

સોમવારે સવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં ભયનો માહોલ છવાઈ ગયો જ્યારે શહેરની નવ મોટી શાળાઓને સવારે 8:30 થી 9 વાગ્યાની વચ્ચે બોમ્બ ધમકીના ફોન આવ્યા. શાળાઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી. ત્યારબાદ, દિલ્હી પોલીસ, ફાયર બ્રિગેડ અને બોમ્બ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગયા અને તપાસ શરૂ કરી. બાળકો અને સ્ટાફને સલામતી માટે ખાલી કરાવવામાં આવ્યા અને શાળાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી.કઇ કઇ શાળાઓને મળી બોમ્બની ધમકી ? બધા કોલ લગભગ એક જ સમયે આવ્યા હોવાના અહેવાલ છે, તેથી એજન્સીઓ હાઇ એલર્ટ પર છે. પોલીસ હાલમાં ફોન કરનારને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે. બોમ્બ ધમકીઓ મેળવનાર નવ શાળાઓમાં દિલ્હી કેન્ટમાં લોરેટો કોન્વેન્ટ સ્કૂલ, શ્રીનિવાસપુરીમાં કેમ્બ્રિજ સ્કૂલ, રોહિણીમાં વેંકટેશ્વર સ્કૂલ, ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં કેમ્બ્રિજ સ્કૂલ, સાદિક નગરમાં ઇન્ડિયન સ્કૂલ, રોહિણીમાં સીએમ શ્રી સ્કૂલ, આઈએનએમાં ડીટીએ સ્કૂલ, રોહિણીમાં બાલ ભારતી સ્કૂલ અને ન્યૂ રાજેન્દ્ર નગરમાં વનસ્થલી સ્કૂલનો સમાવેશ થાય છે. સુરક્ષા એજન્સીઓએ આ બધી શાળાઓમાં તપાસ શરૂ કરી દીધી છે અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.https://x.com/ANI/status/2020710121807184035ઈમેલમાં શું લખ્યું છે? ધમકીભર્યા ઈમેલમાં ઉશ્કેરણીજનક અને ભડકાઉ સંદેશાઓ હતા, જેમાં "દિલ્હી ખાલિસ્તાન બનશે" અને "અફઝલ ગુરુની યાદમાં" જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઈમેલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે 13 ફેબ્રુઆરીએ બપોરે 1.11  વાગ્યે એક શાળામાં બોમ્બ વિસ્ફોટ થશે અને અંતે તેણે પોતાની ઓળખ "ખાલિસ્તાન નેશનલ આર્મી" તરીકે આપી હતી. જોકે, સુરક્ષા એજન્સીઓ આવા સંદેશાઓની ખૂબ જ ગંભીરતાથી તપાસ કરે છે, અને લોકોને સામાન્ય રીતે આવા દાવાઓથી ગભરાવાને બદલે સત્તાવાર માહિતીની રાહ જોવાની વિનંતી કરવામાં આવે છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2026 વચ્ચે, દિલ્હી-એનસીઆરમાં શાળાઓમાં બોમ્બ ધમકીઓની શ્રેણી જોવા મળી. 7 ફેબ્રુઆરીએ મોકલવામાં આવેલા એક સામૂહિક ઈમેલ બાદ ૫૦ થી વધુ શાળાઓ ખાલી કરાવવામાં આવી હતી, જેને ગૃહ મંત્રાલયે પાછળથી નકલી જાહેર કર્યો હતો.અગાઉ 5 શાળાને મળી હતી ધમકી અગાઉ, 28-29  જાન્યુઆરીએ, સરદાર પટેલ વિદ્યાલય, લોરેટો કોન્વેન્ટ અને ડોન બોસ્કો સહિત પાંચ શાળાઓને ધમકીઓ મળી હતી, પરંતુ તપાસમાં કંઈ શંકાસ્પદ બહાર આવ્યું ન હતું અને કલાકોમાં જ કેમ્પસને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યા હતા.

Read Full Story arrow_forward