android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar News : ભાવનગર એલસીબી પોલીસે ગટરના જેટકિંગ ટેન્કરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો
calendar_today February 9, 2026

Bhavnagar News : ભાવનગર એલસીબી પોલીસે ગટરના જેટકિંગ ટેન્કરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

વલ્લભીપુર-અમરેલી હાઈવે પરથી આશરે 3000થી વધુ ચપટા (બોટલો) જપ્ત કરવામાં આવી છે. વલ્લભીપુર-અમરેલી હાઈવે પરથી ભાવનગર એલ.સી.બી. ટીમે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે અને પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે, દારૂનો જથ્થો કોને અને કયાં આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો ભાવનગર એલસીબી પોલીસની ટીમ વિસ્તારમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, GJ08AU5706 નંબરની મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડીમાં દારૂનો જથ્થો પસાર થવાનો છે અને આ બાતમીના આધારે, પોલીસે વલ્લભીપુર હર્ષ વિલા આર્કેડ પાસેથી પસાર થઈ રહેલી શંકાસ્પદ ગાડીનો પીછો કરીને તેને ઝડપી પાડી હતી. ગાડીની તલાશી લેતા, તેમાં ગટર સાફ કરવા માટે ઉપયોગમાં લેવાતા જેટકિંગ ટેન્કરમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી. વલ્લભીપુર પોલીસ આ મામલે વધુ તપાસ કરશે તો દારૂના જથ્થા સાથે આરોપીની અટકાયત કરવામાં આવી છે અને સમગ્ર ઘટનામાં વલ્લભીપુર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, પોલીસે અંદાજે 3000થી વધુ 180mlની બોટલ જપ્ત કરી છે. આ પણ વાંચો : Rajkot News : પહેલા ફાયરિંગ કર્યુ અને હવે ચાલવાના પણ ફાંફા, સમીર ઉર્ફે સંજલોનીનું પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કર્યુ

Read Full Story arrow_forward
Ahmedabad : આજે નમો સ્ટેડિયમમાં દ.આફ્રિકા-કેનેડા વચ્ચે મેચ, બપોરે 3 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધી જનપથ ટી જંક્શનથી મોટેરા સુધીનો રસ્તો બંધ
calendar_today February 9, 2026

Ahmedabad : આજે નમો સ્ટેડિયમમાં દ.આફ્રિકા-કેનેડા વચ્ચે મેચ, બપોરે 3 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધી જનપથ ટી જંક્શનથી મોટેરા સુધીનો રસ્તો બંધ

આજે અમદાવાદના નમો સ્ટેડિયમ, મોટેરા ખાતે દક્ષિણ આફ્રિકા અને કેનેડા વચ્ચે ટી-20 ક્રિકેટ મેચ રમાશે. આ દરમિયાન, ટ્રાફિક વ્યવસ્થા સરળ રાખવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા મહત્વપૂર્ણ રોડ ક્લોઝર અને ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.જનપથ ટી જંક્શનથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ સુધીનો રસ્તો બપોરથી બંધ જાહેરનામા મુજબ જનપથ ટી જંક્શનથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ સુધીનો રસ્તો બપોરે 3 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધી બંધ રહેશે. અન્ય મેચોના દિવસોમાં પણ આ રસ્તો બંધ રહેશે઼ આ ઉપરાંત અન્ય મેચોના દિવસોમાં પણ આ રસ્તો બંધ રહેશે જેમાં 11 ફેબ્રુઆરી: સવારે 7:00 AM થી બપોરે 3:30 PM સુધી તથા 14 અને 18 ફેબ્રુઆરીએ બપોરે 3:00 PM થી રાત્રે 2:00 AM સુધી રસ્તો બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે તે મુજબ તપોવન સર્કલથી ઓએનજીસી ક્રોસરોડ થી વિસત થઇ જનપથથી પાવર હાઉસ થઇને પ્રબોધ રાવલ સર્કલ તરફ જઈ શકાશે તથા કૃપા રેસિડેન્સી ટી જંક્શન થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ-કોટેશ્વર રોડ થઇ અપોલો સર્કલ તરફ જઇ શકાશે સુરક્ષા વ્યવસ્થા મેચનો ધ્યાનમાં રાખીને પોલીસે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે તે મુજબ સ્ટેડિયમમાં 531 પોલીસ કર્મચારીઓની બંદોબસ્ત તૈનાત કરાશે, જેમાં 1 JCP, 1 DCP, 2 ACP, 7 PI, 30 PSI, અને 490 કોન્સ્ટેબલ રહેશે. આ રસ્તો ટાળીને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે વાહનચાલકોને વિનંતી છે કે તેઓ મેચ દરમિયાન આ રસ્તો ટાળીને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે અને વહેલા નીકળીને ટ્રાફિકની મુશ્કેલીઓથી બચે.આ પણ વાંચો----   Ahmedabad : ગોડસેનું નાટક રોકવાની માંગ સાથે વિરોધ, દીવાલો પર ગોડસે વિરુદ્ધ લખાણ લખી NSUIનો વિરોધ

Read Full Story arrow_forward
Ahmedabad: એરપોર્ટ પર દુબઈથી આવેલો મુસાફર 96 લાખના સોના સાથે ઝડપાયો, અંડરવેરમાં છુપાવ્યું હતું ગોલ્ડ
calendar_today February 9, 2026

Ahmedabad: એરપોર્ટ પર દુબઈથી આવેલો મુસાફર 96 લાખના સોના સાથે ઝડપાયો, અંડરવેરમાં છુપાવ્યું હતું ગોલ્ડ

અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા સતત સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે, જે દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દુબઈથી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં આવેલા એક ભારતીય મુસાફરની શંકાસ્પદ હિલચાલને આધારે તપાસ કરતા તેની પાસેથી કરોડોની કિંમતની નજીકનું સોનું મળી આવ્યું છે.દાણચોરીની અનોખી મોડસ ઓપરેન્ડીમુસાફરે કસ્ટમની નજરમાંથી બચવા માટે સોનું છુપાવવાની અલગ-અલગ રીતો અપનાવી હતી.મુસાફરે તેના સામાન (બેગેજ) માં ખાસ રીતે ખાંચા બનાવીને 2 ગોલ્ડ બાર છુપાવ્યા હતા. કસ્ટમ અધિકારીઓએ મુસાફરની વ્યક્તિગત તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તેણે બાકીનું સોનું પોતાના અંડરવેરની અંદર છુપાવ્યું હતું.ગોલ્ડ બારની બજાર કિંમત અંદાજે રૂ. 96 લાખ જેટલીકસ્ટમ વિભાગે મુસાફર પાસેથી જપ્ત કરેલા ગોલ્ડ બારની બજાર કિંમત અંદાજે રૂ. 96 લાખ જેટલી થાય છે. સોનાની શુદ્ધતા અને વજનની ખાતરી કર્યા બાદ કસ્ટમ એક્ટ હેઠળ આ જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે.પકડાયેલો મુસાફર આ સોનું કોના માટે લાવ્યો હતો અને આમાં અન્ય કોઈ ઈન્ટરનેશનલ ગેંગ સામેલ છે કે કેમ, તે દિશામાં કસ્ટમ વિભાગે વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે. એરપોર્ટ પર હાલ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે અને શંકાસ્પદ પેસેન્જરો પર સતત વોચ રાખવામાં આવી રહી છે.આ પણ વાંચો: Upleta: ઢાંક ગામના રહીશોએ લીધો રાહતનો શ્વાસ, મેલડી માતાજીના મંદિર પાસે ખૂંખાર દીપડો પાંજરે પુરાયો

Read Full Story arrow_forward