android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News : પહેલા ફાયરિંગ કર્યુ અને હવે ચાલવાના પણ ફાંફા,  સમીર ઉર્ફે સંજલોનીનું પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કર્યુ
calendar_today February 9, 2026

Rajkot News : પહેલા ફાયરિંગ કર્યુ અને હવે ચાલવાના પણ ફાંફા, સમીર ઉર્ફે સંજલોનીનું પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કર્યુ

મંગળા રોડ ફાયરિંગ કરનાર મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે અને પોલીસથી બચવા લેડીઝ કપડાં પહેરતો સમીર ઉર્ફે સંજલો, આરોપીએ 90 દિવસમાં 23થી વધુ ઠેકાણા બદલ્યા છે અને મોબાઈલ વગર આરોપીએ યુપી અને બિહારમાં કાપ્યો હતો સમય, ફાયરિંગ કેસમાં પેંડા અને મુર્ગા ગેંગના 36 ઝડપાયા છે અને ક્રાઈમ બ્રાન્ચે કડીમાંથી કરી નાટકીય ધરપકડ. રાજકોટના મંગળા રોડ ઉપર 29 ઓક્ટોબર 2025ના રોજ ગેંગવોરની ઘટના બની હતી જેમાં મુર્ગા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે રાત્રિના સમયે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેથી સમગ્ર લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો ત્યારે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા હતા ત્યારે આ બંને ગેંગના પોલીસે એક બાદ એક 34 આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુજસિટોક હેઠળ કાર્યવાહી કરી હતી. પરંતુ મુર્ગા ગેંગનો મુખ્ય સૂત્રધાર 90 દિવસથી પોલીસ પકડથી દૂર હતો. મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ શહેરો અને રાજ્યમાં તપાસ શરૂ કરી હતી પરંતુ પોલીસને 90 દિવસ સુધી ચકમો આપવામાં સમીર ઉર્ફે સંજલો સફળ રહ્યો હતો. સંજલો અને દિલાવરની પોલીસે કડી ખાતેથી ધરપકડ કરી હતી અંતે રાજકોટ એસઓજીને બાતમી મળી હતી અને તેના આધારે સમીર ઉર્ફે સંજલો અને દિલાવરની પોલીસે કડી ખાતેથી ધરપકડ કરી હતી ત્યારે પોલીસ સમક્ષ કબુલાતમાં મુખ્ય સૂત્રધાર સંજલાએ જણાવ્યું હતું કે આ 90 દિવસના સમયગાળા દરમિયાન તેણે 23થી વધુ ઠેકાણા બદલ્યા હતા અને યુપી,બિહાર,મુંબઈ,દમણ,સાસણ સહિતના વિસ્તારોમાં તે રહ્યો હતો. અને આ સમયગાળા દરમિયાન મોબાઈલ નો ઉપયોગ ખૂબ જ ટાળ્યો હતો. ઉપરાંત સમીર જ્યારે રાજકોટ આવતો હતો ત્યારે તે વેશ પલટો કરતો હતો. અને મહિલાઓના કપડા પહેરી રાજકોટમાં પોલીસને ચકમો આપતો હતો. મુખ્ય સૂત્રધાર સંજલા સામે મારામારી આર્મસ એક્ટ,હત્યા, ગુજસિટોક સહિત નવ ગુના નોંધાયા છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી પર ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી, તપાસ અધિકારી કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી શકે છે

Read Full Story arrow_forward
Upleta: ઢાંક ગામના રહીશોએ લીધો રાહતનો શ્વાસ, મેલડી માતાજીના મંદિર પાસે ખૂંખાર દીપડો પાંજરે પુરાયો
calendar_today February 9, 2026

Upleta: ઢાંક ગામના રહીશોએ લીધો રાહતનો શ્વાસ, મેલડી માતાજીના મંદિર પાસે ખૂંખાર દીપડો પાંજરે પુરાયો

ઉપલેટા તાલુકાના ઢાંક ગામે છેલ્લા ઘણા દિવસોથી દીપડાના ભયના કારણે ગ્રામજનો અને ખેડૂતો ફફડાટમાં જીવી રહ્યા હતા. ખાસ કરીને રાત્રિના સમયે ખેતરે જતા ખેડૂતો અને માલધારીઓમાં ભારે ફાળ જોવા મળતી હતી. આ મામલે સ્થાનિકો દ્વારા વન વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, જેને પગલે વન વિભાગે દીપડાને પકડવા માટે જાળ બિછાવી હતી.શિકારની લાલચે દીપડો પાંજરામાં કેદવન વિભાગ દ્વારા ઢાંક ગામના મેલડી માતાજીના મંદિર પાસે વ્યૂહાત્મક રીતે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. ગઈકાલે મોડી રાત્રે ખોરાકની શોધમાં નીકળેલો દીપડો પાંજરામાં રાખેલા શિકારની લાલચમાં આવી ગયો હતો અને આખરે પાંજરે પુરાયો હતો. વહેલી સવારે જ્યારે ગ્રામજનોને આ અંગે જાણ થઈ ત્યારે લોકોના ટોળેટોળા દીપડાને જોવા ઉમટી પડ્યા હતા.જૂનાગઢ પ્રાણીસંગ્રહાલય ખાતે ખસેડાયોદીપડો પકડાયાની જાણ થતા જ ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. વન વિભાગના અધિકારીઓએ દીપડાનું સ્વાસ્થ્ય તપાસ્યા બાદ તેને સુરક્ષિત રીતે જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી.આ પણ વાંચો: Ahmedabad: AMC સફાઈ અને રોડ સેફ્ટી પાછળ કરશે કરોડોનો ખર્ચ, 7 લાખ ઝાડુની ખરીદી માટે આજે મંજૂરી મળશે

Read Full Story arrow_forward
Surat : સાયણ CHCમાં નર્સે સગર્ભાના પરિવારને ધક્કા મારી બહાર કાઢી મુકયો અને મોબાઈલ પણ ઝૂંટવી લેતા વિવાદ, ઉચ્ચ કક્ષાએ કરાઇ ફરિયાદ
calendar_today February 9, 2026

Surat : સાયણ CHCમાં નર્સે સગર્ભાના પરિવારને ધક્કા મારી બહાર કાઢી મુકયો અને મોબાઈલ પણ ઝૂંટવી લેતા વિવાદ, ઉચ્ચ કક્ષાએ કરાઇ ફરિયાદ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા કર્મચારીઓની ઉદ્ધત વર્તણૂકના કારણે ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. સાયણ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દેલાડ પાટિયા ના વતની નવજાત બાળક અને સગર્ભા ભાભીને વેક્સિન મુકાવવા ગયેલી યુવતી સાથે ફરજ પરની નર્સ મનીષા ઠાકોરે ગેરવર્તન કરી, ધક્કા મારી બહાર કાઢી મુક્યા હોવાના આરપ લગાવાયા છે. આ મામલે પીડિત પરિવારે રાજ્યના ગૃહમંત્રીને અને આરોગ્યમંત્રીને લેખિત રજૂઆત કરી કડક કાર્યવાહીની માગ કરી છે.ચાર માસના બાળક સાથે વેક્સિન માટે આરોગ્ય કેન્દ્ર ગયા હતા ઓલપાડના દેલાડ ગામે મારુતિ રેસીડેન્સીમાં રહેતા માયાબેન શર્મા 2 ફેબ્રુઆરીએ તેમની માતા અને સગર્ભા ભાભી ચાર માસના બાળક સાથે વેક્સિન માટે આરોગ્ય કેન્દ્ર ગયા હતા. આરોગ્ય કેન્દ્આ અગાઉ પણ અહીં વેક્સિન મુકાવવામાં આવી હતી. જો કે ગર્ભવતી મહિલા સાથે અને પરિવાર સાથે સાયણ સીએચસીમાં નર્સ તરીકે ફરજ બજાવતી મનીષા ઠાકોર દ્વારા ઉદ્ધતાઇભર્યું વર્તન કરવાની ઘટના બની હતી. નર્સ મનીષા ઠાકોરે તમે રાજ્ય બહારના હોવાથી અહીં રસી નહીં મળે તેમ કહી જીભાજોડી શરૂ કરી હતી.  નર્સે તેમનો ફોન ઝૂંટવી લીધો પરિવારે જ્યારે વિરોધ કર્યો ત્યારે નર્સ આવેશમાં આવી ગઈ હતી અને માસુમ બાળક તેમજ સગર્ભા મહિલાને ધક્કા મારી અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. આ ગેરવર્તણૂનો માયાબેને મોબાઈલમાં વીડિયો ઉતારવાનો પ્રયાસ કરતા નર્સે તેમનો ફોન ઝૂંટવી લીધો હતો. અને પોલીસ કેસ કરવાની ધમકી આપી ફોન મેડિક્લ ઓફિસર પાસે જમા કરાવી દીધો હતો, જે મોડી સાંજે પરત મળ્યો હતો. સમગ્ર મામલાની તપાસ થશેસમગ્ર ઘટનાની જાણ સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર ને થતાં નર્સ દ્વારા મોબાઈલ જપ્ત કરવાની જાણ થતા પરત અપાવ્યો હતો ડો.શશી દ્વારા વેક્સિન મુદ્દે થયેલી બબાલની તપાસ ઉપરી અધિકારી દ્વારા આવનારા દિવસોમાં કરવામાં આવશે અને પગલાં લેવાની ખાત્રી આપી હતી.આ પણ વાંચો----    Ahmedabad : ગોડસેનું નાટક રોકવાની માંગ સાથે વિરોધ, દીવાલો પર ગોડસે વિરુદ્ધ લખાણ લખી NSUIનો વિરોધ

Read Full Story arrow_forward