Ahmedabad : શાસ્ત્રીબ્રિજ રિપેરીંગની વાત માત્ર કાગળ પર, બ્રિજ બંધની કરવાની જાહેરાત પછી પણ પસાર થઇ રહ્યા છે ભારદારી વાહનો
અમદાવાદના શાસ્ત્રી બ્રિજને લગતી રીપેરીંગની કામગિરી અને બ્રિજ બંધ રાખવાની સૂચના માત્ર કાગળ પર જ રહી છે. હાલ સ્થિતિ એવી છે કે બ્રિજ પરથી ભારે વાહનો સતત પસાર થઈ રહ્યા છે.રીપેરીંગની કામગીરી માત્ર કાગળ પર સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેક મુજબ, બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલમાં મજબૂતીની ગંભીર સમસ્યા હોવા છતાં, રીપેરીંગની કામગીરી માત્ર કાગળ પર નોંધાઈ છે. 11 મહિના સુધી બંધ રાખવાનું જાહેરનામુ જાહેરનામામાં ખાસ ઉલ્લેખ હતો કે શાસ્ત્રી બ્રિજને વિશાલાથી પીરાણા સુધીના 4 કિમી માર્ગ માટે ભારે અને મધ્યમ વાહનો માટે 11 મહિના સુધી બંધ રાખવામાં આવશે. ભારે વાહનો સતત પસાર થઈ રહ્યા છે જાહેરનામાં ઉલ્લેખ હોવા છતાં હાલ બ્રિજ ખુલ્લો છે અને ભારે વાહનો સતત પસાર થઈ રહ્યા છે, જેના કારણે રિપરિંગની વાતો માત્ર કાગળ પર જ જોવા મળી રહી હોવાનો ઘાટ જોવા મળ્યો છે. તંત્ર દ્વારા બ્રિજ બંધ રાખવાની જાહેરાત કરાઇ હતી બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ ખરાબ થઇ જતાં તંત્ર દ્વારા બ્રિજ બંધ રાખવાની જાહેરાત કરાઇ હતી અને વિશાલાથી પિરાણા સુધીનો 4 કિમીનો રસ્તો ભારે અને મધ્યમ વાહનો માટે બંધ રાખવાનો હતો પણ તંત્રની લાપરવાહીના કારણે આ રસ્તા પર હજું પણ સતત ભારદારી વાહનો પસાર થઇ રહ્યો છે.આ પણ વાંચો---- Banaskantha :ઠાકોર સમાજના બંધારણનો વિવાદ, વિવાદીત ગીત બાદ કલાકાર સુનિલ ઠાકોરે માફી માગી
Read Full Story arrow_forward