android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar News: વલ્લભીપુર હાઈવે રણમેદાન બન્યો, નાસ્તાની દુકાને જાનૈયાઓએ મચાવ્યો હોબાળો
calendar_today February 9, 2026

Bhavnagar News: વલ્લભીપુર હાઈવે રણમેદાન બન્યો, નાસ્તાની દુકાને જાનૈયાઓએ મચાવ્યો હોબાળો

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર-અમદાવાદ હાઈવે પર ગત રાત્રે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. લાઠીથી અમદાવાદ જઈ રહેલી એક જાનના જાનૈયા દ્વારા પાંજરાપોળ પાસે આવેલી નાસ્તાની દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. જાનૈયાઓ દ્વારા આતંક મચાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.શું હતી સમગ્ર ઘટના? ઘટનાની મળતી માહિતી અનુસાર, લાઠીથી અમદાવાદ તરફ જઈ રહેલી જાનના જાનૈયાઓ વલ્લભીપુર અમદાવાદ રોડ પર આવેલી 'ખોડિયાર નાસ્તા હાઉસ' પાસે રોકાયા હતા. કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ મામલો એટલો બિચક્યો હતો કે ઉશ્કેરાયેલા જાનૈયાઓના ટોળાએ નાસ્તાની દુકાનમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. આટલેથી ન અટકતા, આક્રમક બનેલા ટોળાએ હાઈવે પર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જી રોડને બાનમાં લીધો હતો. પોલીસે મામલો થાળે પાડ્યો ઘટનાની જાણ સ્થાનિક લોકો દ્વારા તુરંત પોલીસને કરવામાં આવતા વલ્લભીપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને હાઈવે પર જામ થયેલા ટ્રાફિકને ક્લિયર કરાવી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. લગ્નના હર્ષોલ્લાસ વચ્ચે જાનૈયાઓના આવા તોફાની વર્તનને કારણે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. હાલ પોલીસ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે. આ પણ વાંચો - Bhavnagar News : ભાવનગર પોલીસ લાઈનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, 3 આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયા

Read Full Story arrow_forward
Banaskantha :ઠાકોર સમાજના બંધારણનો વિવાદ, વિવાદીત ગીત બાદ કલાકાર સુનિલ ઠાકોરે માફી માગી
calendar_today February 9, 2026

Banaskantha :ઠાકોર સમાજના બંધારણનો વિવાદ, વિવાદીત ગીત બાદ કલાકાર સુનિલ ઠાકોરે માફી માગી

બનાસકાંઠા જિલ્લાના ઉદેરા ગામે જોગણી માતાની પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન ગીતના વિવાદને લઈને કલાકાર સુનિલ ઠાકોર અત્યારે ચર્ચામાં છે. DJના તાલે તેમણે વિવાદાસ્પદ ગીત ગાયું હતું, જેને લઈને ઠાકોર સમાજમાં ખળભળાટ મચી ગયો હતો.બંધારણવાળાને મારો બંદૂકની ગોળી ગીત ગાયુ હતું સુનિલ ઠાકોરે ડીજેના તાલ ઉપર બંધારણવાળાને મારો બંદૂકની ગોળી ગીત ગાયુ હતું જેના પગલે ખળભળાટ મચી ગયો હતો અને વિવાદ વધુ વકર્યો હતો. ઠાકોર સમાજની માફી માંગી આખરે વિવાદ વધતાં, કલાકાર સુનિલ ઠાકોરે એક વીડિયો જાહેર કરીને ઠાકોર સમાજની માફી માંગી હતી. આ પણ વાંચો----    Ahmedabad : આજે નમો સ્ટેડિયમમાં દ.આફ્રિકા-કેનેડા વચ્ચે મેચ, બપોરે 3 વાગ્યાથી રાત્રે 2 વાગ્યા સુધી જનપથ ટી જંક્શનથી મોટેરા સુધીનો રસ્તો બંધ

Read Full Story arrow_forward
Bhavnagar: સિહોર જંક્શન પર પોઈન્ટ્સમેન બન્યો દેવદૂત, ચાલુ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ રહેલી યુવતીને બચાવી
calendar_today February 9, 2026

Bhavnagar: સિહોર જંક્શન પર પોઈન્ટ્સમેન બન્યો દેવદૂત, ચાલુ ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ રહેલી યુવતીને બચાવી

રેલવે સ્ટેશન પર ઉતરતી વખતે કે ચડતી વખતે થતી ઉતાવળ ઘણીવાર જીવલેણ સાબિત થતી હોય છે. આવી જ એક ઘટના ભાવનગરના સિહોર જંક્શન પર બની હતી, જ્યાં એક યુવતી ચાલુ ટ્રેનમાંથી ઉતરતી વખતે સંતુલન ગુમાવી બેઠી હતી. જોકે, ત્યાં હાજર રેલવે કર્મચારીની સમયસૂચકતાએ આજે એક પરિવારનો માળો વિખાતા બચાવી લીધો છે.ભાવનગરમાં રેલકર્મીએ યુવતીનો જીવ બચાવ્યોબોટાદ-ભાવનગર દૈનિક પેસેન્જર ટ્રેન જ્યારે સિહોર જંક્શન પરથી પસાર થઈ રહી હતી, ત્યારે એક યુવતીએ ચાલુ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રેનની ગતિને કારણે યુવતી અચાનક સંતુલન ગુમાવી બેઠી અને પ્લેટફોર્મ તથા ટ્રેન વચ્ચેના ગેપમાં ખાબકવાની જ હતી. આ દ્રશ્ય જોઈને પ્લેટફોર્મ પર હાજર અન્ય મુસાફરો સ્તબ્ધ થઈ ગયા હતા.યુવતીએ ચાલુ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કર્યોસ્ટેશન પર તૈનાત પોઈન્ટ્સમેન (રેલવે કર્મચારી) એ જેવી આ યુવતીને પડતી જોઈ કે તરત જ પળનો પણ વિલંબ કર્યા વગર ચિત્તાની ઝડપે દોટ મૂકી હતી. યુવતી ટ્રેનના પૈડા નીચે આવી જાય તે પહેલાં જ પોઈન્ટ્સમેને તેને ખેંચી લીધી અને સુરક્ષિત રીતે પ્લેટફોર્મ પર લઈ આવ્યા. આ સમગ્ર હૃદયધબકાવનારી ઘટના રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે જો પોઈન્ટ્સમેને એક સેકન્ડનો પણ વિલંબ કર્યો હોત તો યુવતીનો જીવ બચાવવો મુશ્કેલ હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો રેલકર્મીની બહાદુરીના ભારોભાર વખાણ કરી રહ્યા છે.આ પણ વાંચો: Halvad: ચરાડવા ગામની સીમમાંથી દારૂ ભરેલી ઈનોવા કાર ઝડપાઈ, રૂ. 8.98 લાખનો મુદ્દામાલ જપ્ત

Read Full Story arrow_forward