android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
પરીક્ષા પે ચર્ચા 2026માં 4 રાજ્યોના વિદ્યાર્થીઓ સાથે PM મોદીએ કરી વાતચીત, પીપીસી એપિસોડ 2ની મહત્વની વાત
calendar_today February 9, 2026

પરીક્ષા પે ચર્ચા 2026માં 4 રાજ્યોના વિદ્યાર્થીઓ સાથે PM મોદીએ કરી વાતચીત, પીપીસી એપિસોડ 2ની મહત્વની વાત

બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે ત્યારે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય વિદ્યાર્થી વાર્તાલાપ કાર્યક્રમનો બહુપ્રતિક્ષિત બીજો એપિસોડ આજે પ્રસારિત થયો હતો. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો બંનેને પ્રેરણા અને માર્ગદર્શન મળે તે આ કાર્યક્રમનો ઉદેશ્ય છે. "પરીક્ષા પે ચર્ચા 2026" ના બીજા એપિસોડમાં પ્રધાનમંત્રી તમિલનાડુ, છત્તીસગઢ, ગુજરાત અને આસામના વિદ્યાર્થીઓ સાથે પૂર્વ-રેકોર્ડ કરેલી વાતચીત દરમિયાન વાત કરતા જોવા મળે છે. 

Read Full Story arrow_forward
Halvad: ચરાડવા ગામની સીમમાંથી દારૂ ભરેલી ઈનોવા કાર ઝડપાઈ, રૂ. 8.98 લાખનો મુદ્દામાલ જપ્ત
calendar_today February 9, 2026

Halvad: ચરાડવા ગામની સીમમાંથી દારૂ ભરેલી ઈનોવા કાર ઝડપાઈ, રૂ. 8.98 લાખનો મુદ્દામાલ જપ્ત

હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ચરાડવા ગામની સીમમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક શંકાસ્પદ ઈનોવા કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી. પોલીસ દ્વારા કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે.પોલીસે આ કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂ 1188 નંગ બોટલ. સિલ્વર કલરની ઈનોવા, કાર કુલ કિંમત અંદાજે રૂ. 8,98,000 મુજબનો મુદ્દામાલ કબજે કર્યો છે.બિનવારસી હાલતમાં મળી કારપ્રાથમિક તપાસ મુજબ, પોલીસના ડરથી અથવા કોઈ કારણોસર બુટલેગરો દારૂ ભરેલી કાર સીમ વિસ્તારમાં પડતી મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે જ્યારે કારની તપાસ કરી ત્યારે તેમાં છુપાવેલો અંગ્રેજી દારૂનો જથ્થો જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. લક્ઝરી કારનો ઉપયોગ દારૂની હેરાફેરી માટે કરવામાં આવ્યો હતો જેથી પોલીસની નજરમાંથી બચી શકાય.આ પણ વાંચો: Ahmedabad: એરપોર્ટ પર દુબઈથી આવેલો મુસાફર 96 લાખના સોના સાથે ઝડપાયો, અંડરવેરમાં છુપાવ્યું હતું ગોલ્ડ

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદમાં ગોગો સ્મોકિંગ કોનને લઇ વટવા પોલીસની કાર્યવાહી, 9 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની ધરપકડ
calendar_today February 9, 2026

Ahmedabad News : અમદાવાદમાં ગોગો સ્મોકિંગ કોનને લઇ વટવા પોલીસની કાર્યવાહી, 9 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

વટવા સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ એ.બી.ગંધા તથા સર્વેલન્સ સ્કોડના માણસો પેટ્રોલીંગમા હતા તે વખતે આધારભુત બાતમી હકીકત આધારે વટવા રઘુવીર પ્લેટીનીયમ એસ્ટેટમાં બ્લોક નંબર - યુ માં શેડ નં.૩ ના ગોડાઉનમાંથી અલગ અલગ કંપનીના રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેકટ રોલનું ગે.કા ગોડાઉન ઝડપી એક આરોપીને અટક કરી વટવા પો.સ્ટે ગુ.ર.નં-૧૧૧૯૧૦૩૮૨૬૧૦૦/૨૦૨૬ ધી ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ જાહેરનામા ભંગનો કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડેલ મુદામાલ અને આરોપી 01-અલગ અલગ કંપનીના રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન કુલ્લે નંગ-૧,૩૦,૮૨૦ જેની કુલ્લે ૦૯,૯૨,૪૦૦/- ના મતાનો મુદામાલ 02- અતુલ સ/ઓફ નરેંદ્રભાઈ જાતે ચૌહાણ ઉ.વ-૩૩ ધંધો-વેપાર રહે-જી/૧ સરોવર એપાર્ટમેંટ, ઉત્તમનગર, મણીનગર અમદાવાદ શહેર આ પણ વાંચો : Bhavnagar News : ભાવનગર પોલીસ લાઈનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, 3 આરોપી મુદ્દામાલ સાથે ઝડપાયા

Read Full Story arrow_forward