android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sutar: કતારગામની વિવાદાસ્પદ 3 ટીપી સ્કીમનો મામલો ગરમાયો, મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષને ગાંધીનગરનું તેડું
calendar_today February 9, 2026

Sutar: કતારગામની વિવાદાસ્પદ 3 ટીપી સ્કીમનો મામલો ગરમાયો, મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષને ગાંધીનગરનું તેડું

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ત્રણ મુખ્ય ટીપી સ્કીમો (TP 49, 50 અને 51) માં રિઝર્વેશનને લઈને ચાલી રહેલો વિવાદ હવે મુખ્યમંત્રીના દરબારમાં પહોંચ્યો છે. આગામી મહાનગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાને રાખીને સરકાર આ પેચીદા પ્રશ્નનો વહેલી તકે ઉકેલ લાવવા માંગતી હોય તેવું જણાઈ રહ્યું છે. આ સંદર્ભે સુરતના મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષને તાકીદે ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે.કતારગામ ટીપી સ્કીમનો વિવાદકતારગામ ઝોનમાં મંજૂર થયેલી પ્રિલિમનરી ટીપી સ્કીમ નંબર 49, 50 અને 51 માં અનેક વિસંગતતાઓ હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. વર્ષો જૂની સોસાયટીઓના મકાનો, વાડીઓ અને સીઓપી (COP) પર રિઝર્વેશન મૂકી દેવામાં આવ્યું છે. રિઝર્વેશનના કારણે સ્થાનિક રહીશો પોતાની મહેનતની કમાણીથી બનાવેલા મકાનો ગુમાવે તેવી ભીતિ સર્જાઈ છે. છેલ્લા ઘણા સમયથી પ્રભાવિત લોકો રિઝર્વેશન ઉઠાવવાની માંગ સાથે વિવિધ સ્તરે રજૂઆતો કરી રહ્યા હતા, પરંતુ કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી ન હતી.શેઠની શીખામણ ઝાંપા સુધીબેઠક દરમિયાન હર્ષ સંઘવીએ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે લાલ આંખ કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કેકોઈ પણ મનપાની નાની-મોટી ફરિયાદ છેક ગાંધીનગર સુધી પહોંચવી જોઈએ નહીં, તેનો ઉકેલ સ્થાનિક સ્તરે જ આવવો જોઈએ.છતાં પણ કતારગામની ફરિયાદો સરકાર સુધી પહોંચતા તેમણે "શેઠની શીખામણ ઝાંપા સુધી" કહેવત ટાંકીને તંત્રની શિથિલતા પર પ્રહારો કર્યા હતા.પદયાત્રાના પડઘા દિલ્હી સુધીતાજેતરમાં જ કતારગામ દરવાજાથી પાલિકાની મુખ્ય કચેરી સુધી વિશાળ પદયાત્રા કાઢીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ આંદોલનની તીવ્રતા એટલી હતી કે તેના પડઘા છેક દિલ્હી સુધી પહોંચ્યા હતા. ચૂંટણીના વર્ષમાં આ વિરોધ શાસક પક્ષ માટે મોટો પડકાર બની શકે તેમ હોવાથી, બંને પદાધિકારીઓએ ગાંધીનગરના સંબંધિત વિભાગો સાથે બેસીને વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવાની કસરત શરૂ કરી છે.આ પણ વાંચો: Surat: જાહેર આરોગ્ય મુદ્દે તંત્ર સજ્જ, ફૂડ વિભાગે હવે દરરોજની કામગીરીનો રિપોર્ટ કમિશનરને સોંપવો પડશે

Read Full Story arrow_forward
Gandhinagar News : અમેરિકા દ્વારા ભારતીય સામાન પર ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરાતા નિકાસમાં થશે વિક્રમજનક વધારો
calendar_today February 9, 2026

Gandhinagar News : અમેરિકા દ્વારા ભારતીય સામાન પર ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરાતા નિકાસમાં થશે વિક્રમજનક વધારો

જે દેશના અર્થતંત્ર માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે તેમજ ખાસ કરીને ગુજરાતનાં ઉદ્યોગો માટે વિકાસની નવી ક્ષિતિજો ખોલશે. ભારત-અમેરિકા વચ્ચેની આ વ્યાપાર સમજૂતી અંતર્ગત અમેરિકાએ ભારતીય સામાન પરના ટેરિફ ૫૦ ટકાના આકરા દરોથી ઘટાડીને આશરે ૧૮ ટકા કર્યા છે, જેના પરિણામે અમેરિકન માર્કેટમાં ભારતીય ઉત્પાદનોની કિંમત સ્પર્ધાત્મક બનશે અને તેની માંગમાં મોટો વધારો થશે.ગુજરાત ભારતનું સૌથી મોટું નિકાસકર્તા રાજ્ય બન્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત ભારતનું સૌથી મોટું નિકાસકર્તા રાજ્ય બન્યું છે. રાજ્યમાં ટેક્ષટાઇલ, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, એન્જિનિયરિંગ ગુડ્સ અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં ખૂબ મજબૂત ઔદ્યોગિક માળખું ઉપલબ્ધ છે. આ સમજૂતીથી ગુજરાતનાં આ તમામ સેક્ટર્સને નવો વેગ મળશે. આ વ્યાપાર સમજૂતીનો સૌથી વધુ ફાયદો ટેક્ષટાઇલ-કાપડ ઉદ્યોગને થવાની સંભાવના છે. ટેરિફ ઘટવાથી ગુજરાતના ગારમેન્ટ અને હોમ ટેક્ષટાઇલ ઉત્પાદનો અન્ય દેશોની સરખામણીએ વધુ સ્પર્ધાત્મક બનશે. નિકાસ જથ્થામાં 100-150 ટકાનો વધારો થવાની પ્રબળ શક્યતા જેની મધ્યમ ગાળાના નિકાસ જથ્થામાં ૧૦૦-૧૫૦ ટકાનો વધારો થવાની પ્રબળ શક્યતા છે. જેનાથી રાજ્યના મુખ્ય ટેક્ષટાઇલ ક્લસ્ટરોમાં ઉત્પાદન વધશે, અમેરિકાથી નવા ઓર્ડર મળશે અને નફાકારકતામાં વધારો જોવા મળશે. આ સમજૂતી ખાસ સુરત માટે નવી આશાનું કિરણ લઈને આવી છે. વિશ્વના સૌથી મોટા ડાયમંડ પોલિશિંગ હબ ગણાતા સુરતના હીરા ઉદ્યોગને આ નિર્ણયથી ખૂબ મોટો ફાયદો થશે. ટેરિફમાં ઘટાડો થવાથી ઉદ્યોગનું માર્જિન સુધરશે અને માંગમાં નવેસરથી વધારો થશે. આ ઉપરાંત અગાઉ ઊંચા ટેરિફને કારણે જે નુકસાન થયું હતું, તેની ભરપાઈ થશે અને અમેરિકન માર્કેટમાં હીરા ઉદ્યોગનો હિસ્સો ફરીથી મજબૂત બનશે. અમેરિકામાં તેની નિકાસ હવે વ્યાપારી રીતે વધુ ફાયદાકારક બનશે આ ઉપરાંત રાજ્યના ભરૂચ, વાપી અને અમદાવાદ સ્થિત કેમિકલ અને ફાર્મા ક્લસ્ટરોમાં પણ આ વ્યાપાર સમજૂતી થકી ખૂબ મોટા પાયે રિકવરી થવાની આશા છે. અગાઉ કેમિકલ અને ફાર્મા ઉદ્યોગોની નિકાસમાં અંદાજે ૨૫-૩૦ ટકાનો ઘટાડો થયો હતો તેમાં હવે સુધાર આવશે અને આ ઉદ્યોગોનો વિકાસ થશે. ઘણી ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ પર ઝીરો-ડ્યૂટી અથવા લો-ડ્યૂટીનો લાભ મળવાથી અમેરિકાના રેગ્યુલેટેડ માર્કેટમાં ગુજરાતનું સ્થાન વધુ મજબૂત બનશે. વધુમાં, રિન્યુએબલ એનર્જીમાં ખાસ કરીને સોલાર મેન્યુફેક્ચરિંગ માટે આ સમજૂતી અંતર્ગત સોલાર પેનલ અને તેના કમ્પોનન્ટ્સના ઉત્પાદનને વેગ મળશે. અમેરિકામાં તેની નિકાસ હવે વ્યાપારી રીતે વધુ ફાયદાકારક બનશે. આમ, ગ્લોબલ સપ્લાય ચેઈનમાં ગુજરાતની ભૂમિકા વધુ મજબૂત બનશે તદુપરાંત ગ્રામીણ અર્થતંત્ર સાથે જોડાયેલા હેન્ડીક્રાફ્ટ અને પરંપરાગત કારીગરો દ્વારા બનાવાતી વસ્તુઓને પણ અમેરિકન માર્કેટમાં સરળ પ્રવેશ મળતા મોટો ફાયદો થશે. નિકાસ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં થતા આ વધારાની સીધી હકારાત્મક અસર રાજ્યની અર્થવ્યવસ્થા પર પડશે. જેના પરિણામે MSME એકમો, ફેક્ટરીઓ, લોજિસ્ટિક્સ અને આનુષંગિક સેવાઓમાં રોજગારીની નવી તકોનું સર્જન થશે. નિકાસ સાથે સંકળાયેલા MSME એકમો સક્ષમ બનતા ઉદ્યોગસાહસિકો અને કામદારોની આવકમાં નોંધપાત્ર વધારો થતાં આર્થિક સ્થિતિ વધુ સુદ્રઢ બનશે. આમ, ભારત-અમેરિકા વ્યાપાર સમજૂતી ગુજરાતના ઉદ્યોગોના વિકાસમાં ‘બુસ્ટર ડોઝ’ સમાન બની રહેશે. ટેરિફમાં ઘટાડો અને વેપારમાં સરળતાને પરિણામે ઔદ્યોગિક ઉત્પાદન વધશે, MSMEને વેગ મળશે અને ગુજરાત ગ્લોબલ વેલ્યુ ચેઈન, ખાસ કરીને ઉચ્ચ મૂલ્ય ધરાવતા અમેરિકન માર્કેટમાં એક અગ્રણી રાજ્ય તરીકે ઉભરી આવશે.આ પણ વાંચો : Gandhinagar News : દક્ષિણ ગુજરાતમાં 17 જિલ્લા હાથીપગા રોગ માટે સંવેદનશીલ છે, આવતીકાલથી સામૂહિક દવા વિતરણ કાર્યક્રમના ત્રીજા રાઉન્ડનો પ્રારંભ થશે

Read Full Story arrow_forward
Loksabha Today 2026: ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકે છે વિપક્ષ
calendar_today February 9, 2026

Loksabha Today 2026: ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકે છે વિપક્ષ

9 ફેબ્રુઆરી  સંસદમાં બજેટ સત્ર તોફાની રહ્યું.  સામાન્ય બજેટ પર ઔપચારિક ચર્ચા થાય તે પહેલાં જ વિપક્ષ સરકારને ઘેરી દીધુ છે.  સંસદ ભવનમાં ઈન્ડિયા બ્લોકની એક મોટી બેઠક મળી હતી.  મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, ટીએમસીના શતાબ્દી રોય અને સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવ સહિત ઈન્ડિયા બ્લોકના ઘણા અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં લોકસભા અને રાજ્યસભા માટેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી.લોકસભામાં હોબાળો, કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત બજેટ સત્ર દરમિયાન લોકસભામાં ભારે હોબાળો થયો હતો. કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. ત્યારે સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે વિપક્ષ લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકે છે. રાહુલ ગાંધીનેસંસદ બોલવા દેવાની માગને લઇને સરકાર અને વિપક્ષ વચ્ચે જબર દસ્ત ટક્કર થઇ ગઇ છે. બોલવા નહી દે તો અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે તેમ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. સ્પીકર વિરુદ્ધ ખેલ્યો વિપક્ષે મોરચો લોકસભામાં ચાલી રહેલા મડાગાંઠ વચ્ચે, વિપક્ષે હવે સ્પીકર ઓમ બિરલા સામે મોરચો ખોલ્યો છે. વિપક્ષ તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યું છે. વિપક્ષી સભ્યો ટૂંક સમયમાં સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ લોકસભા મહાસચિવને સુપરત કરી શકે છે.કેમ વિપક્ષ છે સ્પીકરથી ગુસ્સે ?  મહત્વનું છે કે સત્રની શરૂઆતથી જ વિપક્ષ સ્પીકર સામે ગુસ્સે છે. સ્પીકર ઓમ બિરલાએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી. મંત્રી સર્વાનંદ સોનોવાલે કેન્દ્ર સરકાર વતી આભાર પ્રસ્તાવ રજૂ કર્યો. આ પ્રસ્તાવને ટેકો આપતા, ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ વિપક્ષ પર, ખાસ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પહેલા સ્પીકર હતા. જ્યારે રાહુલ ગાંધીનો વારો આવ્યો, ત્યારે તેમણે ડોકલામ અને ચીની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવ્યો. ચીની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવતા, રાહુલ ગાંધીએ જનરલ મનોજ મુકુંદ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કર્યો. આનાથી શાસક પક્ષના સભ્યોમાં હોબાળો મચી ગયો. સ્પીકરે તેમને વારંવાર અટકાવ્યા, અને બાદમાં, પ્રમુખ અધિકારી, કૃષ્ણ પ્રસાદ ટેનેટી, રાહુલ ગાંધી બોલ્યા વિના આગળના સ્પીકર પાસે ગયા.વિપક્ષનો અવાજ દબાવવાના આરોપોવિપક્ષના સાંસદોએ રાહુલ ગાંધીના સમર્થનમાં બોલવાનો ઇનકાર કર્યો. ત્યારબાદ ચર્ચા કે જવાબ વિના આભાર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. વિપક્ષનો આરોપ છે કે વિપક્ષના નેતાને લોકસભામાં બોલવાની મંજૂરી આપવામાં આવી ન હતી. વિપક્ષી પક્ષના નેતાઓએ જણાવ્યું હતું કે વિપક્ષના નેતા ગૃહમાં વિપક્ષનો અવાજ છે. વિપક્ષના નેતાને બોલવા ન દેવા એ વિપક્ષના અવાજને દબાવવા સમાન છે.Gold Silver Rate Today: લગ્નસરાની સિઝન વચ્ચે સોના ચાંદીમાં તેજી, જાણી લો આજનો લેટેસ્ટ ભાવ

Read Full Story arrow_forward