android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: જાહેર આરોગ્ય મુદ્દે તંત્ર સજ્જ, ફૂડ વિભાગે હવે દરરોજની કામગીરીનો રિપોર્ટ કમિશનરને સોંપવો પડશે
calendar_today February 9, 2026

Surat: જાહેર આરોગ્ય મુદ્દે તંત્ર સજ્જ, ફૂડ વિભાગે હવે દરરોજની કામગીરીનો રિપોર્ટ કમિશનરને સોંપવો પડશે

સુરત શહેરમાં ખાણી-પીણીની વસ્તુઓમાં થતી ભેળસેળ રોકવા અને ગુણવત્તા જાળવી રાખવા માટે પાલિકાની સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે આકરા તેવર અપનાવ્યા છે. તેમના આદેશ બાદ હવે ફૂડ વિભાગની કામગીરીમાં પારદર્શિતા અને વેગ લાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.પર્ફોમન્સ રિપોર્ટ આપવો ફરજિયાતચેરમેન રાજન પટેલના આદેશ અનુસાર, હવે ફૂડ વિભાગે પોતાની કામગીરીનો હિસાબ આપવો પડશે. ફૂડ વિભાગે દરરોજ ક્યાં અને કેટલી તપાસ કરી તેનો વિગતવાર અહેવાલ જાળવવો પડશે. આરોગ્ય વિભાગના વડાએ આ રિપોર્ટ ફરજિયાતપણે તૈયાર કરી જાળવવાનો રહેશે.દર મહિને ફૂડ વિભાગનો 'પર્ફોમન્સ રિપોર્ટ' મનપા કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવશે, જેના આધારે વિભાગની કામગીરીનું મૂલ્યાંકન થશે.વિવિધ ઝોનમાં સેમ્પલિંગની કામગીરી તેજઆદેશ મળતાની સાથે જ આજે ફૂડ વિભાગની ટીમો હરકતમાં આવી હતી. શહેરના અલગ-અલગ ઝોનમાં આવેલી ખાદ્ય સામગ્રી વેચતી સંસ્થાઓ, રેસ્ટોરન્ટ્સ અને ડેરી ફાર્મ્સમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. વિભાગ દ્વારા શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવશે.આ પણ વાંચો: Gandhinagar: પીંપળજ પાસે ખાણ ખનીજ વિભાગની ગાડી પર ડમ્પર પલટી ગયું, ચેક પોસ્ટ પાસે સર્જાયો અકસ્માત

Read Full Story arrow_forward
Gandhinagar News : દક્ષિણ ગુજરાતમાં 17 જિલ્લા હાથીપગા રોગ માટે સંવેદનશીલ છે, આવતીકાલથી સામૂહિક દવા વિતરણ કાર્યક્રમના ત્રીજા રાઉન્ડનો પ્રારંભ થશે
calendar_today February 9, 2026

Gandhinagar News : દક્ષિણ ગુજરાતમાં 17 જિલ્લા હાથીપગા રોગ માટે સંવેદનશીલ છે, આવતીકાલથી સામૂહિક દવા વિતરણ કાર્યક્રમના ત્રીજા રાઉન્ડનો પ્રારંભ થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આવતીકાલ તા. ૧૦થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન નેત્રંગ, નાંદોદ, ડેડિયાપાડા અને વઘઇમાં સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનો ત્રીજો રાઉન્ડ હાથ ધરવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં કુલ 17 જિલ્લા હાથીપગા રોગ માટે સંવેદનશીલ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કુલ ૧૭ જિલ્લા હાથીપગા રોગ માટે સંવેદનશીલ ગણાય છે. આ અભિયાન અંતર્ગત હાથીપગા રોગ માટેના સંવેદનશીલ નથી તેવા જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં રાત્રી બ્લડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ પરીક્ષણ બાદ ભરૂચ જિલ્લાનો નેત્રંગ તાલુકો, નર્મદાનો નાંદોદ અને ડેડીયાપાડા અને ડાંગનો વઘઇ તાલુકો આમ ત્રણ જિલ્લાના કુલ ચાર તાલુકાના વિસ્તારોના લોહીના નમૂનામાં હાથીપગા રોગના કૃમિ જોવા મળ્યા હતા. આરોગ્ય કાર્યકરોની 649 ટીમો દ્વારા તમામને રૂબરૂમાં દવા આપવામાં આવશે અભિયાન અંતર્ગત આ ચાર તાલુકાની કુલ ૫.૪૮ લાખથી વધુ વસ્તીને આવરી લઇને ફાઈલેરિયા રોગના કૃમિનો વ્યક્તિના શરીરમાંથી નાશ થાય તે માટેની દવા ડી.ઇ.સી. અને આલ્બેન્ડાઝોલ રૂબરૂમાં આપવામાં આવશે. જેમાં બે વર્ષથી નાના બાળકો, સગર્ભા મહિલા, અતિશય બીમાર વ્યક્તિ અને ધાત્રી માતા જેને પ્રસૂતિનો એક અઠવાડિયાનો સમય થયો હોય તે સિવાયની તમામ વસ્તીને આવરી લેવામાં આવશે. આ અભિયાન અંતર્ગત ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન આ વિસ્તારોની તમામ ૭૫૯ આંગણવાડી, ૭૪૨ શાળાઓ, ૧૫ કોલેજો તેમજ તમામ ઘરોમાં આરોગ્ય કાર્યકરોની ૬૪૯ ટીમો દ્વારા તમામને રૂબરૂમાં દવા આપવામાં આવશે.જાહેર સ્થળો પર 61 બુથ શરૂ કરીને રૂબરૂમાં દવા આપવામાં આવશે આ ઉપરાંત બાકી રહી ગયેલા સભ્યોને આરોગ્ય કાર્યકર દ્વારા તા. ૧૩ અને ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન પુન: ઘરની રૂબરૂમાં મુલાકાત લઈ આ દવા આપવામાં આવશે. આ ઉપરાંત જાહેર સ્થળો પર ૬૧ બુથ શરૂ કરીને રૂબરૂમાં દવા આપવામાં આવશે. આ કામગીરી ચાલુ હોય ત્યારે તથા કામગીરી પૂર્ણ થાયા બાદ ત્રણ મેડીકલ કોલેજના પી.એસ.એમ. ડિપાર્ટમેન્ટ દ્વારા વ્યક્તિગત મૂલ્યાંકન હાથ ધરવામાં આવનાર છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આરોગ્યની તમામ ટીમો, આશા, આંગણવાડી વર્કર તથા શાળાના શિક્ષકોને યોગ્ય તાલીમ આપી સુસજ્જ કરવામાં આવ્યા છે. સંબંધિત વિસ્તારની જાહેર જનતાને આ અભિયાનમાં સક્રિય રીતે જોડાવા અને સહકાર આપવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના બોપલમાં કારનો કાચ તોડી 2 શખ્સ રોકડ લઈ ફરાર, સમગ્ર ઘટનામાં સીસીટીવી આવ્યા સામે

Read Full Story arrow_forward
Ahmedabad :  મેઘાણીનગરમાં ટોળાનો પથ્થરમારો, તલવાર,લાકડીઓ સહિતના હથિયાર સાથે દાદાગીરી કરી, 4 ઝડપાયા
calendar_today February 9, 2026

Ahmedabad : મેઘાણીનગરમાં ટોળાનો પથ્થરમારો, તલવાર,લાકડીઓ સહિતના હથિયાર સાથે દાદાગીરી કરી, 4 ઝડપાયા

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર 57 પાસે 50 થી 100 લોકોના ટોળાએ લારીઓ મૂકવાની બાબતે થયેલી બોલાચાલી બાદ ખુલ્લે આમ પથ્થરમારો કર્યો હતો જેથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રાત્રીના સમયે આ ઘટના બની મેઘાણીનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રાત્રીના સમયે આ ઘટના બની હતી જેમાં ટોળાએ હાથમાં તલવારો, લાકડીઓ અને અન્ય મારક સાધનો લઇને હુમલો કર્યો હતો.  દાદાગીરી કરીને રીતસર આતંક મચાવ્યો મારક હથિયારો સાથે ધસી આવેલા ટોલાએ ખુલ્લેઆમ દાદાગીરી કરીને રીતસર આતંક મચાવ્યો હતો પ્રાથમિક તપાસ પ્રમાણે, લારીઓ મૂકવા બાબતે ઝગડો ઉઠ્યો હતો. ઘટનાને લઇને 4 લોકોની અટકાયત કરી હતી, અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે તપાસ શરુ કરી મેઘાણીનગર પોલીસ એ આ ઘટનાની ગંભીરતા જોઈને વધુ તપાસ શરૂ કરી છે. આ મામલે ઓળખાયેલા 4 શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય આરોપીઓની પોલિસની ટીમો શોધખોળ કરી રહી છે.આ પણ વાંચો----    Banaskantha :ઠાકોર સમાજના બંધારણનો વિવાદ, વિવાદીત ગીત બાદ કલાકાર સુનિલ ઠાકોરે માફી માગી

Read Full Story arrow_forward