android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujaratના ધારાસભ્યોને પણ મોંઘવારી નડી, રેલવે, હવાઇ મુસાફરી, કાર્યાલય તથા મત વિસ્તાર ભથ્થું વધારવા માટે વિચારણા
calendar_today February 9, 2026

Gujaratના ધારાસભ્યોને પણ મોંઘવારી નડી, રેલવે, હવાઇ મુસાફરી, કાર્યાલય તથા મત વિસ્તાર ભથ્થું વધારવા માટે વિચારણા

ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોના ભથ્થા વધારવાની વિચારણા ચાલી રહી છે. તાજેતરમાં વિધાનસભા ખાતે સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં ધારાસભ્યોના રેલવે અને હવાઈ મુસાફરીના ભથ્થા ઉપરાંત કાર્યાલય અને મત વિસ્તારના ભથ્થા વધારવાની સંભાવના પર વિચારણા થઈ હોવાનું જાણવા મળે છે.અન્ય રાજ્યોના ધારાસભ્યોના ભથ્થાની સમીક્ષા કરાઇ બેઠકમાં અન્ય રાજ્યોના ધારાસભ્યોના ભથ્થાની સમીક્ષા પણ કરવામાં આવી, જેથી ગુજરાતમાં ભથ્થા સુધારવાના પગલાં માટે સરખામણી કરી શકાય. સમિતિએ સરકાર સાથે પરામર્શ કર્યા પછી ભથ્થા વધારવા અંગે અંતિમ નિર્ણય લેવાશે. સરકાર સહમત થાય તો આ મુદ્દે વિધાનસભા સત્રમાં ચર્ચા થઇ શકે જોકે, સરકાર સહમત થાય તો આ મુદ્દે વિધાનસભા સત્રમાં ચર્ચા થઇ શકે છે. જેથી સમિતિ આવનાર દિવસોમાં વધુ બેઠક પણ બોલાવી શકે છે, જેથી ધારાસભ્યોના ભથ્થા વધારવાની મુદ્દે ચર્ચા પૂર્ણ કરી શકાય. આ પણ વાંચો----   Banaskantha :ઠાકોર સમાજના બંધારણનો વિવાદ, વિવાદીત ગીત બાદ કલાકાર સુનિલ ઠાકોરે માફી માગી

Read Full Story arrow_forward
Ahmedabad News : અમદાવાદના બોપલમાં કારનો કાચ તોડી 2 શખ્સ રોકડ લઈ ફરાર,  સમગ્ર ઘટનામાં સીસીટીવી આવ્યા સામે
calendar_today February 9, 2026

Ahmedabad News : અમદાવાદના બોપલમાં કારનો કાચ તોડી 2 શખ્સ રોકડ લઈ ફરાર, સમગ્ર ઘટનામાં સીસીટીવી આવ્યા સામે

બે ગઠિયા કારનો કાચ તોડી 2 લાખની ચોરી કરી ફરાર થયા છે, માત્ર થોડીક જ સેકન્ડમાં આ ચોરી થઈ હોવાની વાત છે અને સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ છે, પોલીસે સીસીટીવીના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. લોકોની અવરજવર વચ્ચે કાચ તોડી પૈસા લઈને ચોર થયા ફરાર અને બંને ચોર હેલ્મેટ પહેરીને આવ્યા હતા. લોકોની અવર-જવર વચ્ચે કાચ તોડી નાખ્યો અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં એક કોમ્પ્લેક્સની બહાર પાર્કિંગમાં પડેલી કારનો કાચ તોડીને ચોરી થવાની ઘટના બની છે અને બે શખ્સો ચોરી કરીને ફરાર થાય છે, લોકોની અવર-જવર અને જાહેર રોડ પર ચોરી થતા સ્થાનિકોમાં પણ રોષની લાગણી છે, પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે અને ફરિયાદીએ પણ રૂપિયા ગયા છે જેને લઈ ફરિયાદ નોંધાવી છે, અમદાવાદના બોપલ વિસ્તારમાં ચોરીનું પ્રમાણ વધ્યું છે. આ બેગમાં બે લાખ રૂપિયા રોકડ રકમ હતી ફરિયાદીના અનુસાર વાત કરીએ તો ફરિયાદી કાર પાર્ક કરીને ઉપર જાય છે અને થોડી વારમાં તે કાર લેવા આવે છે તો નજર પડે છે કે, કારનો કાચ તૂટેલો હતો અને તેમાં રહેલી બેગની પણ હતી નહી, ચોરી થયાની જાણ થતા તેમને તાત્કાલિક 112 નંબર ઉપર જાણ કરીને પોલીસને બોલાવી હતી. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં ગોગો સ્મોકિંગ કોનને લઇ વટવા પોલીસની કાર્યવાહી, 9 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

Read Full Story arrow_forward
Anand News: તારાપુર-વટામણ હાઈવે પર ટ્રકમાં લાગી આગ
calendar_today February 9, 2026

Anand News: તારાપુર-વટામણ હાઈવે પર ટ્રકમાં લાગી આગ

આણંદ જિલ્લાના તારાપુર-વટામણ હાઈવે પર ગત મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. હાઈવે પરથી પસાર થઈ રહેલી રૂ (Cotton) ભરેલી એક ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આખી ટ્રક અને તેમાં રહેલો લાખોનો માલ બળીને ખાક થઈ ગયો હતો.ઈસરવાડા ગામ પાસે બની ઘટના ઘટનાની મળતી માહિતી અનુસાર, આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ઈસરવાડા ગામ પાસેથી જ્યારે આ ટ્રક પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ તેમાં તણખા ઝર્યા હતા. ટ્રકમાં રૂ ભરેલું હોવાથી આગે પળવારમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મોડી રાત્રિના અંધકારમાં હાઈવે પર આગની લપેટો જોઈને વાહનચાલકો થંભી ગયા હતા અને વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. કોઈ જાનહાનિ નહીં, પણ નુકસાન મોટું આ ઘટનામાં સદનસીબે ટ્રક ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે. જોકે, આગને કારણે ટ્રક અને તેમાં ભરેલો રૂનો જથ્થો સંપૂર્ણપણે નાશ પામ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આ દુર્ઘટના બની હોઈ શકે છે. સ્થાનિક ફાયર ફાઈટરોને જાણ કરાતા તેઓએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ પણ વાંચો - Anand News : માનવ જિંદગીની કિંમત શૂન્ય? દુર્ઘટના બાદ પાદરા અને આંકલાવ મામલતદાર વચ્ચે ‘ખો’ની રમત

Read Full Story arrow_forward