android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahesana : ઊંઝામાં ઢાબામાં 4 શખ્સોએ યુવક પર કર્યો છરીથી હુમલો, સોનાનો દોરો અને રુપિયા ભરેલા પાકીટની લૂંટ પણ ચલાવી
calendar_today February 9, 2026

Mahesana : ઊંઝામાં ઢાબામાં 4 શખ્સોએ યુવક પર કર્યો છરીથી હુમલો, સોનાનો દોરો અને રુપિયા ભરેલા પાકીટની લૂંટ પણ ચલાવી

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા નજીક આવેલ હાઇવે પરના ઢાબામાં એક યુવક પર હુમલાનો બનાવ બન્યો છે. ઘટનામાં અજાણ્યા ચાર વ્યક્તિઓએ છરી વડે હુમલો કરીને યુવકને ઇજા પહોંચાડી હતી અને સોનાનો દોરો અને રૂપિયા ભરેલું પાકી લૂંટી લીધું હોવાની ફરિયાદ નોંધાઇ છે.અર્પિત રાજપૂત નામના યુવક પર હુમલો હુમલાખોરોએ અર્પિત રાજપૂત નામના યુવક પર હુમલો કર્યો હતો. માહિતી પ્રમાણે, યુવક ઢાબામાં જમવા માટે ગયો હતો અને ત્યાં તેની પર આ શખ્સોએ હુમલો કરીને ચાકૂના ઘા ઝીંક્યા હતા હુમલો કરી લૂંટ ચલાવી હુમલો દરમિયાન હુમલાખોરોએ યુવકના ગળામાં પહેરેલો સોનાનો દોરો અને તેનું પૈસા ભરેલું પાકિટ પણ લૂંટી લીધું હતું. હુમલાખોરોની શોધખોળ પોલીસે આ મામલે ગુનો નોંધીને હુમલાખોરોની શોધખોળ શરુ કરી છે. આ પણ વાંચો-----    Banaskantha :ઠાકોર સમાજના બંધારણનો વિવાદ, વિવાદીત ગીત બાદ કલાકાર સુનિલ ઠાકોરે માફી માગી

Read Full Story arrow_forward
Vadodara News: કસ્ટમ વિભાગનું ફેક એકાઉન્ટ બનાવી 8 લાખની ઉપાડી લીધા
calendar_today February 9, 2026

Vadodara News: કસ્ટમ વિભાગનું ફેક એકાઉન્ટ બનાવી 8 લાખની ઉપાડી લીધા

સંસ્કારી નગરી વડોદરામાં સાયબર માફિયાઓએ હવે સરકારી પોર્ટલનો સહારો લઈને વેપારીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. વડોદરાના એક્સપોર્ટ-ઈમ્પોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા એક પ્રતિષ્ઠિત વેપારી સાથે કસ્ટમ ડ્યૂટીના નામે રૂપિયા 8 લાખની ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.ભેજાબાજે સરકારી સિસ્ટમમાંથી ઉઠાવી લીધા પૈસા વડોદરા શહેરના વેપારી દીપેન શીંગડાએ એક્સપોર્ટ-ઈમ્પોર્ટના બિઝનેસ માટે કસ્ટમ વિભાગની સત્તાવાર પ્રક્રિયા હેઠળ ડ્યૂટી ભરી હતી. નિયમ મુજબ, આ ડ્યૂટીની રકમ પર મળવાપાત્ર લાભ (Refund/Duty Credit) વેપારીના ખાતામાં જમા થતો હોય છે. જોકે, એક રીઢા ભેજાબાજે કસ્ટમ વિભાગની વેબસાઇટ જેવું જ ફેક એકાઉન્ટ અથવા નકલી પ્લેટફોર્મ તૈયાર કર્યું હતું. વેપારીની જાણ બહાર આ ભેજાબાજે ડ્યૂટીના લાભની રકમ પેટે જમા થયેલા રૂપિયા 8 લાખ ચાલાકીથી પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. સાયબર પોલીસ તપાસના ચક્રો ગતિમાન જ્યારે વેપારીને જાણ થઈ કે તેમના હકના રૂપિયા 8 લાખ ઉપડી ગયા છે, ત્યારે તેમણે તુરંત વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. દીપેન શીંગડાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ટેકનિકલ તપાસ શરૂ કરી છે. પોલીસે જે આઈપી એડ્રેસ (IP Address) પરથી આ નકલી એકાઉન્ટ ઓપરેટ થયું હતું અને પૈસા ટ્રાન્સફર થયા હતા, તેના આધારે આરોપીનું પગેરું દબાવ્યું છે. આ પણ વાંચો - Vadodara News: નિઝામપુરા બસ ડેપો પાસે એસટી બસ ભૂવામાં ફસાઈ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

Read Full Story arrow_forward
Gandhinagar: પીંપળજ પાસે ખાણ ખનીજ વિભાગની ગાડી પર ડમ્પર પલટી ગયું, ચેક પોસ્ટ પાસે સર્જાયો અકસ્માત
calendar_today February 9, 2026

Gandhinagar: પીંપળજ પાસે ખાણ ખનીજ વિભાગની ગાડી પર ડમ્પર પલટી ગયું, ચેક પોસ્ટ પાસે સર્જાયો અકસ્માત

ગાંધીનગરના પીંપળજ વિસ્તારમાં આવેલી ખાણ ખનીજ વિભાગની ચેક પોસ્ટ પાસે આજે એક ચોંકાવનારી ઘટના બની છે. રેતી ભરેલા એક બેકાબૂ ડમ્પરે ખાણ ખનીજ વિભાગની જ સરકારી ગાડી પર પલટી મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ડમ્પર નીચે આખી ગાડી દબાઈ ગઈ હતી.ચેક પોસ્ટ પાસે ડમ્પર પલટી ગયુંપ્રાપ્ત વિગતો અનુસાર, પીંપળજ પાસે ખાણ ખનીજ વિભાગની ચેક પોસ્ટ આવેલી છે, જ્યાં અધિકારીઓ દ્વારા શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હોય છે. આ દરમિયાન એક ડમ્પર ચાલકે સંતુલન ગુમાવ્યું હતું અથવા તો ચેકિંગથી બચવાના પ્રયાસમાં ડમ્પર પલટી ખાઈ ગયું હતું. કમનસીબે આ ડમ્પર ત્યાં ઉભેલી વિભાગની ગાડી પર જ પડ્યું હતું.ગાડીનો ડ્રાઈવર ઈજાગ્રસ્તડમ્પર પલટી જતાં સરકારી ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માત સમયે ગાડીમાં હાજર ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટના બનતા જ આસપાસના લોકો અને વિભાગના અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા અને મહામુસીબતે ડ્રાઈવરને બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ પણ વાંચો: Morbi: GIDCમાં દૂધ ગરમ કરવાના બોઇલરમાં ધડાકો, ઓવરહિટીંગના કારણે બ્લાસ્ટમાં શ્રમિક દાઝ્યો

Read Full Story arrow_forward