android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jamnagar News: ગોડસેનું નાટક ભજવાય તે પહેલા જ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, શહેરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત
calendar_today February 8, 2026

Jamnagar News: ગોડસેનું નાટક ભજવાય તે પહેલા જ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, શહેરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત

રાજકોટમાં ગોડસેના નાટકનો કોંગ્રેસ દ્વારા ભારોભાર વિરોધ કરવામાં આવ્યો છે. શહેરમાં હેમુ ગઢવી હોલ ખાતે આ નાટક શરૂ થાય તે પહેલા જ વિરોધ શરૂ થયો હતો. કોંગ્રેસના કાર્યકરોએ સ્ટેજ પર પહોંચીને તોડફોડ કરી હતી. ત્યારે હવે જામનગરમાં પણ આ નાટકનો વિરોધ કરવામાં આવ્યો છે. ટાઉન હોલ ખાતે આ નાટક રજૂ થતાં કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. કાર્યકરોએ ગોડસેના પોસ્ટરો ફાડી નાખ્યા જામનગરમાં ટાઉન હોલ ખાતે ગોડસેનું નાટક ભજવવામાં આવ્યું હતું. આ નાટક દરમિયાન કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતાં અને તેમણે ગોડસેના પોસ્ટરો ફાડી નાંખ્યા હતાં. કાર્ચકરોએ ગાંધીજીના ફોટો સાથે ગોડસે હાય હાયના નારા લગાવ્યા હતાં. આયોજકોએ નુકસાનના ભયને લીધે નાટકનો શો રદ કર્યો હતો. શહેરમાં આ નાટકના વિરોધ બાદ તંગદિલી વધતાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. કોંગ્રેસના ઉગ્ર વિરોધને પગલે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આ પણ વાંચોઃ Mehsana News: બાલીયાસણામાં ખેતરમાંથી ગાંજાનું વેચાણ ઝડપાયું, એક આરોપીની ધરપકડ

Read Full Story arrow_forward
Ahmedabadમાં ગોડસે નાટકનો ઉગ્ર વિરોધ, પંડિત દીનદયાલ હોલમાં NSUIએ મચાવ્યો હોબાળો
calendar_today February 8, 2026

Ahmedabadમાં ગોડસે નાટકનો ઉગ્ર વિરોધ, પંડિત દીનદયાલ હોલમાં NSUIએ મચાવ્યો હોબાળો

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા પંડિત દીનદયાલ હોલ ખાતે આવતીકાલે નથુરામ ગોડસે પર આધારિત એક નાટક ભજવવામાં આવનાર છે. જોકે, આ નાટક મંચસ્થ થાય તે પહેલા જ શહેરમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે. NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા) ના કાર્યકરોએ આજે હોલ ખાતે પહોંચીને ભારે હોબાળો મચાવ્યો હતો અને નાટકનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.દીવાલો પર સૂત્રોચ્ચાર અને વિરોધ NSUI ના કાર્યકરોએ પંડિત દીનદયાલ હોલની દીવાલો પર 'ગોડસે મુર્દાબાદ' ના લખાણો લખી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. કાર્યકરોએ ગોડસે વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, ગાંધીજીના હત્યારાનું મહિમામંડન કરતું કોઈપણ નાટક ગુજરાતની ધરતી પર સહન કરવામાં આવશે નહીં. રાજકોટ અને જામનગર બાદ હવે અમદાવાદમાં વિરોધ નોંધનીય છે કે આ નાટક સામેનો વિરોધ માત્ર અમદાવાદ પૂરતો મર્યાદિત નથી. અગાઉ રાજકોટ અને જામનગરમાં પણ જ્યારે આ નાટક ભજવવાની જાહેરાત થઈ હતી, ત્યારે કોંગ્રેસ અને વિવિધ સંગઠનો દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. આવતીકાલે પંડિત દીનદયાલ હોલ ખાતે નાટક ભજવવાનું નક્કી છે, પરંતુ આજની ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થા અને નાટકના આયોજન પર સવાલો ઊભા થયા છે. વિરોધને જોતા હોલની આસપાસ પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat News: રાજકોટ અને જામનગરમાં ગોડસેના નાટકથી રોષ
calendar_today February 8, 2026

Gujarat News: રાજકોટ અને જામનગરમાં ગોડસેના નાટકથી રોષ

રાજકોટમાં ગોડસેના નાટકનો કોંગ્રેસ દ્વારા ભારોભાર વિરોધ કરવામાં આવ્યો છે. શહેરમાં હેમુ ગઢવી હોલ ખાતે આ નાટક શરૂ થાય તે પહેલા જ વિરોધ શરૂ થયો હતો. કોંગ્રેસના કાર્યકરોએ સ્ટેજ પર પહોંચીને તોડફોડ કરી હતી. ત્યારે હવે જામનગરમાં પણ આ નાટકનો વિરોધ કરવામાં આવ્યો છે. ટાઉન હોલ ખાતે આ નાટક રજૂ થતાં કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગોડસેનું નાટક ભજવાય તે પહેલા જ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ જામનગરમાં ટાઉન હોલ ખાતે ગોડસેનું નાટક ભજવવામાં આવ્યું હતું. આ નાટક દરમિયાન કોંગ્રેસના કાર્યકરો પહોંચ્યા હતાં અને તેમણે ગોડસેના પોસ્ટરો ફાડી નાંખ્યા હતાં. કાર્ચકરોએ ગાંધીજીના ફોટો સાથે ગોડસે હાય હાયના નારા લગાવ્યા હતાં. આયોજકોએ નુકસાનના ભયને લીધે નાટકનો શો રદ કર્યો હતો. શહેરમાં આ નાટકના વિરોધ બાદ તંગદિલી વધતાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. કોંગ્રેસના ઉગ્ર વિરોધને પગલે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.

Read Full Story arrow_forward