android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad Civil Hospital : રાજય સરકારના સહયોગથી ₹55 લાખના મશીનથી અમદાવાદ સિવિલમાં શરૂ થઈ 'યુરોડાયનેમિક સ્ટડી'
calendar_today February 8, 2026

Ahmedabad Civil Hospital : રાજય સરકારના સહયોગથી ₹55 લાખના મશીનથી અમદાવાદ સિવિલમાં શરૂ થઈ 'યુરોડાયનેમિક સ્ટડી'

સામાન્ય માણસને પણ જટિલ રોગોની શ્રેષ્ઠ સારવાર ઘરઆંગણે મળે તેવા ઉમદા અભિગમ સાથે, સિવિલના યુરોલોજી વિભાગમાં ₹55 લાખના ખર્ચે અત્યાધુનિક 'યુરોડાયનેમિક સ્ટડી' (Urodynamic Study) સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકારી હોસ્પિટલોને વર્લ્ડ-ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ કરવાની રાજ્ય સરકારની આ કટિબદ્ધતા, જાહેર આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ અને સચોટ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે. નિદાનમાં સચોટતા અને દર્દીઓને રાહત યુરોડાયનેમિક સ્ટડી દ્વારા મૂત્રાશય (Bladder) અને મૂત્રનળી (Urethra) કેવી રીતે કાર્ય કરે છે તેની ચોક્કસ તપાસ શક્ય બનશે. યુરોલોજી વિભાગના વડા ડો. શ્રેણિક શાહ જણાવે છે કે, “આ તપાસથી પેશાબની સમસ્યા ધરાવતા દર્દીને ચોક્કસ નિદાન મળે છે, જેના આધારે અસરકારક સારવાર આપી શકાય છે. પરિણામે, દર્દીઓને અનાવશ્યક દવાઓ કે સર્જરીના જોખમમાંથી બચાવી શકાય છે.” કયા રોગોમાં આ તપાસ ઉપયોગી છે ? આ તપાસ ખાસ કરીને નીચે મુજબની સમસ્યાઓમાં અત્યંત ઉપયોગી સાબિત થાય છે •વારંવાર પેશાબ થવો કે પેશાબ અટકાવી ન શકવો. •પેશાબ કરતી વખતે દુખાવો કે શરૂ કરવામાં મુશ્કેલી. •ન્યુરોજેનિક બ્લેડર અને પ્રોસ્ટેટના રોગો. •સ્ત્રીઓમાં યુરિન લીકેજની સમસ્યા. •સ્પાઇનલ ઈન્જરી, ડાયાબિટીસ અને પાર્કિન્સન જેવી નસ સંબંધિત બીમારીઓ ધરાવતા દર્દીઓ માટે આ પરીક્ષણ આશીર્વાદરૂપ છે. ખાનગી સંસ્થાઓના ખર્ચમાંથી મુક્તિ અને મફત સારવાર સિવિલ હોસ્પિટલ અમદાવાદના તબીબી અધિક્ષક ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી આવી મોંઘી તપાસો માત્ર ખાનગી હોસ્પિટલો સુધી મર્યાદિત હતી, પરંતુ સિવિલ હોસ્પિટલમાં આ સુવિધા શરૂ થતાં સામાન્ય દર્દીઓને આર્થિક બોજમાંથી મુક્તિ મળશે. સિવિલ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવેલી આ તપાસ દર્દીઓ માટે સંપૂર્ણપણે મફતમાં કરવામાં આવશે. રાજ્ય સરકારનો ઉદ્દેશ સરકારી હોસ્પિટલોમાં આધુનિક તપાસ અને સારવાર સુલભ બનાવવાનો છે. ₹55 લાખનું અદ્યતન યુરોડાયનેમિક સાધન આ દિશામાં મહત્વપૂર્ણ પગલું છે, જેનાથી દર્દીઓને ચોક્કસ નિદાન અને યોગ્ય સારવાર મળી શકશે, એમ તેમણે ઉમેર્યું હતું.ક્યારે અને ક્યાં મળશે આ સુવિધા? સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં યુરોલોજી વિભાગની ઓપીડીમાં દર બુધવાર તેમજ શનિવારે દર્દીઓ માટે આ સુવિધા ઉપલબ્ધ રહેશે. પેશાબની સમસ્યા ધરાવતા દર્દીઓએ સિવિલ હોસ્પિટલની યુરોલોજી ઓપીડીમાં તપાસ કરાવવાની રહેશે, જેથી તેઓ આધુનિક ટેકનોલોજીનો લાભ લઈ શકે. આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાત NCCની એટ હોમ સેરેમની ગાંધીનગરમાં યોજાઈ 

Read Full Story arrow_forward
Gandhinagar: બ્રહ્મસમાજ હવે પોતાનું ‘સામાજિક બંધારણ’ ઘડશે, લગ્નમાં ખોટા ખર્ચ અને સરકારી નીતિઓ સામે લડતનું એલાન
calendar_today February 8, 2026

Gandhinagar: બ્રહ્મસમાજ હવે પોતાનું ‘સામાજિક બંધારણ’ ઘડશે, લગ્નમાં ખોટા ખર્ચ અને સરકારી નીતિઓ સામે લડતનું એલાન

ગુજરાતના બ્રહ્મસમાજ દ્વારા સામાજિક સુધારણા અને સમાજના હિતોના રક્ષણ માટે એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. ગાંધીનગરમાં યોજાયેલી ગુજરાત બ્રહ્મસમાજની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે, હવે સમાજ પોતાનું એક અલગ સામાજિક બંધારણ તૈયાર કરશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક બોજમાંથી ઉગારવાનો છે.લગ્નમાં ખોટા ખર્ચ પર મુકાશે લગામસમાજના અગ્રણી યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સામાજિક દેખાદેખીને કારણે લગ્ન પ્રસંગોમાં અઢળક ખર્ચ કરવામાં આવે છે. આ આર્થિક બોજને કારણે ઘણા પરિવારો દેવામાં ડૂબી જાય છે. આગામી વાર્ષિક સામાન્ય સભામાં આ બંધારણને અંતિમ ઓપ આપવામાં આવશે.આ માટે સમગ્ર ગુજરાતના બ્રાહ્મણો પાસેથી મંતવ્યો અને સૂચનો મંગાવવામાં આવશે, જેથી એક સર્વસંમત માળખું તૈયાર કરી શકાય.સરકારી નીતિઓ અને UGC સામે મોરચોબેઠકમાં માત્ર સામાજિક જ નહીં પરંતુ સરકારી નિર્ણયો સામે પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. યજ્ઞેશ દવેએ આક્ષેપ કર્યો હતો કે સરકારી નિર્ણયો અને પરિપત્રોમાં અવારનવાર બ્રહ્મસમાજ અને અન્ય સવર્ણ સમાજોને ટાર્ગેટ કરવામાં આવે છે. આવા વાંધાજનક નિર્ણયો સામે હવે બ્રહ્મસમાજ આક્રમક રણનીતિ સાથે લડત આપશે. ગુજરાત બ્રહ્મસમાજ પ્રમુખ અશ્વિન ત્રિવેદીએ સ્પષ્ટ કર્યું હતું કે, UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન) ના નવા નિયમો જે સમાજ વિરોધી છે, તેની સામે કાયદાકીય લડત ચાલુ રાખવામાં આવશે.ફિલ્મ ‘ઘૂસણખોર પંડિત’ નો વિરોધસમાજની લાગણી દુભાવતી ફિલ્મો સામે પણ પ્રમુખ અશ્વિન ત્રિવેદીએ લાલ આંખ કરી છે. તેમણે જણાવ્યું કે, 'ઘૂસણખોર પંડિત' જેવી ફિલ્મો સામે બ્રહ્મસમાજ સખત વિરોધ નોંધાવશે. આ ઉપરાંત, તેમણે ઉમેર્યું હતું કે સુપ્રીમ કોર્ટનો સ્ટે છે ત્યાં સુધી પક્ષલક્ષી કે વિવાદાસ્પદ કાર્યક્રમો યોજવામાં આવશે નહીં.આગામી રણનીતિબ્રહ્મસમાજ દ્વારા હવે જિલ્લા અને તાલુકા સ્તરે સંગઠનને મજબૂત કરી, નવા સામાજિક બંધારણના અમલીકરણ માટે જનજાગૃતિ ફેલાવવામાં આવશે. સમાજના યુવાનો અને વડીલોને આર્થિક રીતે સદ્ધર કરવા અને સામાજિક એકતા જાળવવા આ પગલું સીમાચિહ્નરૂપ સાબિત થઈ શકે છે.આ પણ વાંચો: Dahod: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના અંડરપાસમાં બોરવેલની ગાડી ફસાઈ, ઓથોરિટીની બેદરકારી સામે રોષ

Read Full Story arrow_forward
Railway News : ભાવનગર મંડળ હેઠળ ચાલતી ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તૃત કરાયા
calendar_today February 8, 2026

Railway News : ભાવનગર મંડળ હેઠળ ચાલતી ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તૃત કરાયા

ઉપરોક્ત તમામ આરક્ષિત ટ્રેનોના વિસ્તૃત ફેરાઓ માટેની બુકિંગ 08 ફેબ્રુઆરી, 2026થી તમામ પીઆરસી કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થઈ ચૂકી છે. ટ્રેનોના ઠરાવ સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે. આ ટ્રેનોની વિગત નીચે મુજબ છે 01-ટ્રેન નંબર 09018 વેરાવળ – બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલને 30 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. તે જ રીતે, ટ્રેન નંબર 09017 બાન્દ્રા ટર્મિનસ – વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલને 29 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. 02-ટ્રેન નંબર 09208 ભાવનગર – બાન્દ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલને 26 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. તે જ રીતે, ટ્રેન નંબર 09207 બાન્દ્રા ટર્મિનસ – ભાવનગર ટર્મિનસને 27 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. 03-ટ્રેન નંબર 09216 ભાવનગર – ગાંધીગ્રામ દૈનિક અનારક્ષિત સ્પેશિયલને 31 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે. તે જ રીતે, ટ્રેન નંબર 09215 ગાંધીગ્રામ – ભાવનગર ટર્મિનસ દૈનિક અનારક્ષિત સ્પેશિયલને પણ 31 માર્ચ, 2026 સુધી વિસ્તૃત કરવામાં આવી છે.આ પણ વાંચો : Ahmedabad Civil Hospital : રાજય સરકારના સહયોગથી ₹55 લાખના મશીનથી અમદાવાદ સિવિલમાં શરૂ થઈ 'યુરોડાયનેમિક સ્ટડી'

Read Full Story arrow_forward