android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Weather News : હવામાન વિભાગી આગાહી, ગુજરાતમાં બેવડી ઋતુની અસર રહેશે અને બપોરે થશે ગરમીનો અહેસાસ
calendar_today February 8, 2026

Weather News : હવામાન વિભાગી આગાહી, ગુજરાતમાં બેવડી ઋતુની અસર રહેશે અને બપોરે થશે ગરમીનો અહેસાસ

ગુજરાતમાં બપોરે મહતમ તાપમાન 30 થી 32 ડિગ્રી રહેશે અને હાલ વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા નહીંવત છે. ઉત્તર પૂર્વના પવનોને લીધે રહેશે બેવડી ઋતુની અસર જેમાં સવારે ઠંડી અને બપોરે થશે ગરમીનો અહેસાસ થશે, અમદાવાદ ગાંધીનગર સહિત લઘુતમ તાપમાન 17 થી 18 ડિગ્રી સુધીનું રહેશે, જ્યારે બપોરે મહતમ તાપમાન 30 થી 32 ડિગ્રીની આસપાસ રહેશે. વીતેલા પાંચ દિવસથી સુરત જિલ્લો સમગ્ર રાજ્યમાં સૌથી ગરમ જોવા મળી રહ્યો છે સુરત જિલ્લામાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીથી નીચે ઊતરવાનું નામ જ લેતો નથી. શનિવારે પણ ૩૫.૩ ડિગ્રી તાપમાન સાથે સુરત જિલ્લો રાજ્યભરમાં અવ્વલ જોવા મળ્યો હતો. સુરતનું રાત્રીનું તાપમાન ૨૨ ડિગ્રીથી ઘટીને ૧૮.૮ ડિગ્રીએ પહોંચી ગયું છે. સુરતમાં ઉનાળા જેવી ગરમી અનુભવાઈ રહી છે. ગરમીનો પારો સતત ૩૫ ડિગ્રીથી ઉપર જ નોંધાઈ રહ્યો છે. જેને કારણે દિવસે આકરી ગરમી અનુભવાઈ રહી છે. જોકે, રાત્રીનું તાપમાન ઘટતા વહેલી સવારે વાતાવરણમાં ઠંડક અનુભવાઈ રહી છે. હાલ સુરતમાં બેવડી ઋતુ અનુભવાતા શરદી-ખાંસીને સાથે તાવના કેસોમાં વધારો જોવા મળ્યો છે શનિવારે સુરતનું મહત્તમ તાપમાન ૩૫.૩ ડિગ્રીએ યથાવત રહ્યું હતું. જ્યારે બે દિવસમાં રાત્રીનું તાપમાન ૪ ડિગ્રી સેલ્સિયસ ઘટીને ૧૮.૮ ડિગ્રીએ પહોંચી ગયું છે. જ્યારે સવારના સમયે ભેજનું પ્રમાણ ૭૦ ટકા અને સાંજે ૫૭ ટકા નોંધાયું હતું. જ્યારે પ્રતિકલાક સરેરાશ ૪ કિલોમીટરની ઝડપે પવન પ્રતિકલાક સરેરાશ ૪ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. નવસારીની વાત કરીએ તો શનિવારે મહત્તમ તાપમાન ૩૪.૨ ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન ૧૬.૦ ડિગ્રી નોંધાયું હતું. સવારે ભેજનું પ્રમાણ ૯૦ ટકા અને સાંજે ૨૭ ટકા નોંધાયું હતું. પવનની ઝડપ ૨.૧ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર રવિવારે રાત્રીનું તાપમાન ઘટશે, પરંતુ ત્યારબાદ એકાદ-બે ડિગ્રી વધશે. આગામી ૧૩મી ફેબ્રુઆરી સુધી લઘુત્તમ તાપમાન ૧૭થી ૧૯ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૩થી ૩૫ ડિગ્રીની આસપાસ રહેશે. આ પણ વાંચો : Railway News : ભાવનગર મંડળ હેઠળ ચાલતી ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા વિસ્તૃત કરાયા

Read Full Story arrow_forward
Arvalli News : અરવલ્લીના ભિલોડમાં લગ્નના વરઘોડામાં યુવકની હત્યા, સમાધાન બાદ 8 લોકોની ટોળકીએ કર્યો હુમલો
calendar_today February 8, 2026

Arvalli News : અરવલ્લીના ભિલોડમાં લગ્નના વરઘોડામાં યુવકની હત્યા, સમાધાન બાદ 8 લોકોની ટોળકીએ કર્યો હુમલો

અરવલ્લીના ભિલોડમાં લગ્નના વરઘોડામાં યુવકની હત્યા કરવામાં આવી છે અને હરિપુરા ગામે વરઘોડામાં ગયેલા બે યુવકો પર હુમલો કરવામાં આવ્યો રહતો, જૂની અદાવતમાં લગ્નના વરઘોડામાં બબાલ બાદ હત્યા કરવામાં આવી છે, પહેલા સમાધાન કર્યુ અને ત્યારબાદ યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. સમાધાન બાદ 8 લોકોની ટોળકીએ કર્યો હુમલો અરવલ્લીના ભિલોડામાં લગ્નના વરઘોડામાં યુવકની હત્યા કરવામાં આવી છે, અને બંને યુવકો પર પથ્થરમારો કરી હુમલો કરતા મોત થયું છે, હરિપુરા અને કાળી ડુંગરીના 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે, સમગ્ર ઘટનામાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને તપાસની શરૂઆત કરી છે, મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, સમાધાન કર્યા બાદ આરોપીઓએ રેકી કરી હતી અને માર માર્યો હતો. સમાધાન બાદ પણ રેકી રાખી બે યુવકો પર 8 લોકોની ટોળકીએ કર્યો હુમલો બંને યુવકો પર પથ્થરમારો કરી હુમલો કરતા એકનું મોત થયું છે જયારે બીજાને ગંભીર રીતે માર વાગતા સારવાર હેઠળ ખસેડયો છે, 18 વર્ષના હાર્દિક હોથા નામના યુવકની હત્યા અને યોગેશ ડામોર નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયો છે. ગામમાં શોકનો માહોલ છે.આ પણ વાંચો : Ahmedabad News : SP રીંગ રોડ પર હોટલ હિલ્લોક પાસેનો કટ બંધ કરતા સ્થાનિકોમાં રોષ, રોડ ખોલવા માટે સ્થાનિકોએ સિગ્નેચર કેમ્પેઇન ચલાવ્યું

Read Full Story arrow_forward
Gandhinagar News : ગુજરાત NCCની એટ હોમ સેરેમની ગાંધીનગરમાં યોજાઈ
calendar_today February 8, 2026

Gandhinagar News : ગુજરાત NCCની એટ હોમ સેરેમની ગાંધીનગરમાં યોજાઈ

નવી દિલ્હી ખાતે આયોજિત પ્રતિષ્ઠિત રિપબ્લિક ડે કેમ્પ (RDC)2026માં રાજ્યનું સફળતાપૂર્વક પ્રતિનિધિત્વ કર્યા પછી ગુજરાત NCC રિપબ્લિક ડે કન્ટિજન્ટ 30 જાન્યુઆરીએ અમદાવાદ પરત આવી છે. આ કન્ટિજન્ટએ કેમ્પ દરમિયાન યોજાયેલી વિવિધ રાષ્ટ્રીય સ્તરની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો અને શિસ્ત, તાલીમ અને કામગીરીના ઉચ્ચતમ ધોરણોને જાળવી રાખ્યા, તેનાથી ગુજરાતને ગૌરવ અને સન્માન મળ્યા છે. મુખ્યમંત્રીના હસ્તે 9 કેડેટ્સને સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ એનાયત કરાયા હતા ભૂપેન્દ્ર પટેલે NCC છાત્રોને પ્રેરણા આપતાં જણાવ્યું હતું કે, NCC માત્ર સંસ્થા નહિ, પણ એકતા અને અનુશાસન સાથેની આદર્શ જીવનશૈલી શીખવતી પાઠશાળા છે. અનુશાસન વિના વ્યક્તિ આગળ વધી શકતી નથી અને અનુશાસન વિના રાષ્ટ્ર પણ પ્રગતિ કરી શકતું નથી. આ સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે 9 કેડેટ્સને સર્ટિફિકેટ ઓફ એક્સેલન્સ એનાયત કરાયા હતા તેમજ કેડેટ જર્નલ-2026નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દર વર્ષે યોજાતી NCCની વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આ વર્ષે ગુજરાતનું ઇન્ટર ગ્રુપ ચેમ્પિયનશિપ બેનર NCC રાજકોટને અર્પણ કરવામાં આવ્યું હતું.NCC કેડેટ્સે માત્ર પરેડ ગ્રાઉન્ડમાં નહીં, પરંતુ સમાજસેવામાં પણ જવાબદારી નિભાવી મુખ્યમંત્રીએ મેડલ-સર્ટિફિકેટ મેળવનારા સૌ કેડેટ્સને અભિનંદન આપતાં કહ્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ બાળપણથી જ એકતા અને અનુશાસનના પાઠ શીખ્યા છે, તેમાં NCCનું યોગદાન રહ્યું છે. NCC એવું સંગઠન છે જે દેશના યુવાનોને આત્મવિશ્વાસ, શિસ્ત, સંવેદનશીલતા અને રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે સશક્ત બનાવે છે. વડાપ્રધાન પણ આવા સેવા અને સમર્પણ ભાવથી દેશનું નેતૃત્વ કરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતુ. તેમણે વધુમાં કહ્યું કે, NCC કેડેટ્સે માત્ર પરેડ ગ્રાઉન્ડમાં નહીં, પરંતુ સમાજસેવામાં પણ જવાબદારી નિભાવી છે. આપત્તિના સમયે સહાય, સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ સંરક્ષણ, રક્તદાન જેવા ક્ષેત્રોમાં તેમની ભૂમિકા પ્રશંસનીય છે. ટીમવર્ક અને એકતા હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું તેમણે જણાવ્યું કે NCC કેડેટ્સ પોતાના વર્તન, યુનિફોર્મ, સમયપાલન અને ફરજ પ્રત્યેની નિષ્ઠા દ્વારા સમાજને શિસ્તનો ઉત્તમ પરિચય આપે છે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, NCC વડાપ્રધાનશ્રીના 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના મંત્રને ચરિતાર્થ કરે છે. જ્યારે સમગ્ર ભારતમાંથી યુવાનો એકસાથે તાલીમ લે છે, ડ્રિલ કરે છે અને રાષ્ટ્રધ્વજ નીચે ઊભા રહે છે, ત્યારે આ ભાવ વધુ મજબૂત થાય છે. ગુજરાતના NCC કેડેટ્સે રિપબ્લિક ડે, કર્તવ્ય પથ પર પરેડ, ગાર્ડ ઓફ ઓનર, પ્રધાનમંત્રી રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રાજ્યનું નામ ઉજાગર કર્યું છે. આ સિદ્ધિઓના મૂળમાં માત્ર પ્રતિભા નથી, પરંતુ અવિરત શિસ્ત, ટીમવર્ક અને એકતા હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.હેડક્વાર્ટરના બ્રિગેડિયરો અને NCCના કેડેટ્સ આ અવસરે ઉપસ્થિતિ રહ્યાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, એન.સી.સી. માત્ર કૂચ કેવી રીતે કરવી એ શીખવતી સંસ્થા નથી. પંરતુ જ્યારે કેડેટ્સ લેફ્ટ-રાઈટના આદેશ સાથે કદમ મિલાવે છે ત્યારે સૌને સાથે લઈને એકતા અને અનુશાસનનું ઉદાહરણ પૂરું પાડે છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દર વર્ષે ગુજરાતના NCC કેડેટ્સ પ્રજાસત્તાક દિવસની પરેડમાં પોતાની ભૂમિકાને મજબૂત બનાવી રહ્યા છે. તાજેતરના વર્ષોમાં દેશમાં NCC કેડેટ્સની સંખ્યા 14 લાખથી વધીને 20 લાખ થઈ છે તે પણ ગૌરવની વાત છે. NCCમાંથી શીખેલા શિસ્ત, નેતૃત્વ, સમર્પણ અને દેશપ્રેમના મૂલ્યો તમને સમગ્ર જીવનમાં માર્ગદર્શન આપશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. એન.સી.સી., ગુજરાતના એ.ડી.જી. મેજર જનરલ બિમલ મોંગાએ રાજ્યમાં એનસીસી પ્રવૃત્તિઓની વિગતો આપી હતી. તેમણે એન.સી.સી.ની પ્રવૃત્તિઓના ફલકને વિસ્તારવા માટે રાજ્ય સરકારના સહયોગની પ્રશંસા કરીને આભાર માન્યો હતો. વડોદરા, જામનગર, વિદ્યાનગર અને અમદાવાદ NCC હેડક્વાર્ટરના બ્રિગેડિયરો અને NCCના કેડેટ્સ આ અવસરે ઉપસ્થિતિ રહ્યાં હતા. આ પણ વાંચો : Arvalli News : અરવલ્લીના ભિલોડમાં લગ્નના વરઘોડામાં યુવકની હત્યા, સમાધાન બાદ 8 લોકોની ટોળકીએ કર્યો હુમલો

Read Full Story arrow_forward