android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch: ભુજમાં PGVCLની મેગા ડ્રાઈવ, 4.67 કરોડની બાકી ઉઘરાણી મુદ્દે 110 વીજ જોડાણો કાપી નાખ્યા
calendar_today February 8, 2026

Kutch: ભુજમાં PGVCLની મેગા ડ્રાઈવ, 4.67 કરોડની બાકી ઉઘરાણી મુદ્દે 110 વીજ જોડાણો કાપી નાખ્યા

કચ્છના ભુજ સર્કલમાં વીજ બિલની બાકી રકમ વસૂલવા માટે પીજીવીસીએલ તંત્રએ રણશિંગુ ફૂંક્યું છે. લાંબા સમયથી બિલ ન ભરનારા ગ્રાહકો સામે લાલ આંખ કરતા તંત્રએ 'મેગા ડિસકનેક્શન ડ્રાઈવ' શરૂ કરી છે, જેના કારણે બાકીદારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.ભુજ સીટી-1માં કરોડોનું લેણુંપીજીવીસીએલના સત્તાવાર આંકડાઓ મુજબ, માત્ર ભુજ સીટી-1 વિસ્તારમાં જ ગ્રાહકો પાસે કુલ ₹4.67 કરોડ જેટલી માતબર રકમનું વીજ બિલ લેણું બાકી નીકળે છે. વારંવારની સૂચના અને નોટિસ આપવા છતાં રકમ જમા ન કરાવતા આખરે તંત્રએ કડક પાવર કટની કામગીરી હાથ ધરી છે.ઝુંબેશની મુખ્ય વિગતોભુજ સર્કલની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી આ મેગા ડ્રાઈવ દરમિયાન અત્યાર સુધીમાં 110 જેટલા વીજ જોડાણો સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા છે.આ ઝુંબેશમાં રહેણાંક મકાનોની સાથે સાથે વ્યાપારી એકમોને પણ આવરી લેવામાં આવ્યા છે, જેમની પાસે મોટી રકમના બિલ બાકી છે.પીજીવીસીએલની ટીમો દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં જઈને બાકીદારોના કનેક્શન કાપવાની કામગીરી પોલીસ બંદોબસ્ત અથવા સુરક્ષા તકેદારી સાથે કરવામાં આવી રહી છે.આ પણ વાંચો: Gandhinagar: બ્રહ્મસમાજ હવે પોતાનું ‘સામાજિક બંધારણ’ ઘડશે, લગ્નમાં ખોટા ખર્ચ અને સરકારી નીતિઓ સામે લડતનું એલાન

Read Full Story arrow_forward
Ahmedabad: કૃષ્ણનગર પોલીસની માનવતાવાદી કામગીરી, ડિજિટલ અરેસ્ટથી ડરી આત્મહત્યા કરવા જતી યુવતીને ઉગારી
calendar_today February 8, 2026

Ahmedabad: કૃષ્ણનગર પોલીસની માનવતાવાદી કામગીરી, ડિજિટલ અરેસ્ટથી ડરી આત્મહત્યા કરવા જતી યુવતીને ઉગારી

અમદાવાદના કૃષ્ણનગર પોલીસ મથકની ટીમે એક યુવતીને સાયબર ક્રાઈમના ભયાનક સ્કેમ 'ડિજિટલ અરેસ્ટ'નો ભોગ બનતા બચાવી છે. સાયબર ઠગોના ધમકીભર્યા ફોનથી ડરી ગયેલી યુવતી એટલી હદે માનસિક તણાવમાં હતી કે તેણે આત્મહત્યા કરવાનું વિચારી લીધું હતું, પરંતુ પોલીસે યોગ્ય સમયે કાઉન્સેલિંગ કરી તેને નવું જીવન આપ્યું છે.ધમકીભર્યા ફોન અને માનસિક ત્રાસભોગ બનનાર યુવતીને છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા નંબર પરથી સતત ધમકીભર્યા ફોન આવી રહ્યા હતા. ઠગબાજોએ 'ડિજિટલ અરેસ્ટ'નો ડર બતાવી યુવતીને ગંભીર કાયદાકીય કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. આ અજાણ્યા ભય અને સામાજિક બદનામીના ડરથી યુવતી ફફડી ઉઠી હતી અને અંતે કંટાળીને આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવાનું મન બનાવી લીધું હતું.પોલીસનો સંપર્ક અને જીવતદાનયુવતીએ હિંમત ભેગી કરી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે યુવતીની આપવીતી સાંભળી મામલાની ગંભીરતા સમજી હતી.પોલીસે રડતી અને ગભરાયેલી યુવતીને શાંત પાડી તેનું યોગ્ય કાઉન્સેલિંગ કર્યું હતું. પોલીસે યુવતીને સમજાવ્યું હતું કે 'ડિજિટલ અરેસ્ટ' જેવી કોઈ કાયદાકીય જોગવાઈ નથી અને આ માત્ર ઠગાઈ કરવાની એક રીત છે. પોલીસના ભરોસા અને સાચી માહિતીને કારણે યુવતીનો આત્મહત્યાનો વિચાર દૂર થયો હતો અને તેને હાશકારો થયો હતો.આ પણ વાંચો: Kutch: ભુજમાં PGVCLની મેગા ડ્રાઈવ, 4.67 કરોડની બાકી ઉઘરાણી મુદ્દે 110 વીજ જોડાણો કાપી નાખ્યા

Read Full Story arrow_forward
Ahmedabad News : AMC દ્વારા આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ, અમદાવાદની 386 આંગણવાડીઓ બનશે હાઈટેક
calendar_today February 8, 2026

Ahmedabad News : AMC દ્વારા આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ, અમદાવાદની 386 આંગણવાડીઓ બનશે હાઈટેક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આઈ.સી.ડી.એસ. વિભાગ હેઠળના અર્બન ઘટક 01 થી 17માં હાલ કુલ 2128 આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે. રાજ્ય સરકારના અનુદાનથી ચાલતી આ સંસ્થાઓમાં આંતરમાળખાકીય સુવિધાઓ સુદ્રઢ બને અને બાળ વિકાસની ગતિશીલતામાં વધારો થાય તેવા ઉમદા હેતુ સાથે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. શિક્ષણ મળી રહે તે માટે આ કેન્દ્રોનું ભૌતિક માળખું મજબૂત કરવું અનિવાર્ય આ યોજનાના અસરકારક અમલીકરણ માટે વિવિધ વિભાગો સાથે સંકલન સાધીને બાળકોનો સર્વાંગી વિકાસ કરવો, આરોગ્ય અને પોષણનું સ્તર સુધારવું તેમજ બાળ મૃત્યુદર અને કુપોષણ ઘટાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આંગણવાડી કેન્દ્ર એ બાળ વિકાસ યોજનાનો પાયો છે, ત્યારે સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓને પૂરક પોષણ અને શિક્ષણ મળી રહે તે માટે આ કેન્દ્રોનું ભૌતિક માળખું મજબૂત કરવું અનિવાર્ય બન્યું છે. સુસજ્જ આંગણવાડીઓની ભેટ આપવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર મરામત કરવાનો જ નહીં, પરંતુ બાળકોને આકર્ષે તેવું શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવાનો છે. આ માટે ‘BaLA’ (Building as Learning Aid) પેન્ટિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને દિવાલો પર ગણિતના અંકો, બારખડી અને કુદરતી દ્રશ્યો ચિતરવામાં આવ્યા છે, જેથી બાળકો રમત-ગમતની સાથે પાયાનું શિક્ષણ મેળવી શકે. આ કામગીરીને સફળ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા માઇનર અને મેજર રિપેરિંગ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇજનેર વિભાગ દ્વારા તેમના ઝોનલ બજેટમાંથી તેમજ CSR ફંડના સમન્વય દ્વારા આંગણવાડીઓને તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહી છે. આઈ.સી.ડી.એસ. અને ઇજનેર વિભાગના સંયુક્ત પ્રયાસોથી આ ઝુંબેશને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરી શહેરના બાળકોને સુરક્ષિત અને સુસજ્જ આંગણવાડીઓની ભેટ આપવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.આ પણ વાંચો : Technology News: મોબાઇલ હેક થયો છે ! કેવી રીતે ખબર પડશે ? અને શું છે બચવાના ઉપાયો, વાંચો Inside Story

Read Full Story arrow_forward