Karnataka : વિજયપુરામાં મોટી દુર્ઘટના, રેડ બર્ડ પ્રાઈવેટ જેટ થયું ક્રેશ
કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં રેડ બર્ડ પ્રાઈવેટ જેટ ક્રેશ થયું છે. આ દુર્ઘટના મેંગ્લોર ગામની પાસે બની છે. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા હોવાની જાણકારી મળી રહી છે. હાલમાં આ ઘાયલ થયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ઘટનાસ્થળે પોલીસ પહોંચી ચૂકી છે. વિજયપુરા જિલ્લાના બાલેશ્વર તાલુકાના મેંગ્લોર ગામની પાસે રવિવારે બપોરે એક જેટ વિમાન દુર્ઘટનાનો શિકાર થયું છે.મેંગ્લોરની પાસે એક ખેતરમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કાલબુર્ગીની પાસે જ વિમાન હવામાં ડગમગાવા લાગ્યું હતું. પાયલટે વિમાનને ઘણા સમય સુધી સંભાળવાનો પ્રયત્ન કર્યો પણ મેંગ્લોરની પાસે એક ખેતરમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. વિમાનમાં બે સવાર બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિજયપુરાના મેંગ્લોર ગામની પાસે ખેતરમાં દુર્ઘટનાગ્રસ્ત જેટ વિમાનને લઈને તપાસ શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું કે ઈંધણ ના હોવાના કારણે આ દુર્ઘટના બની છે. જો કે હજુ સુધી પોલીસ અધિકારીનું નિવેદન સામે આવ્યું નથી. સ્થાનિક પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. ત્યારે રેડ બર્ડ એવિએશન તરફથી પણ કોઈ નિવેદન સામે આવ્યું નથી. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની ઓળખ પાયલટ અને ટ્રેઈની પાયલટ તરીકે થઈ છે.પ્લેનનો ઉપયોગ ફ્લાઈટની ટ્રેનિંગ આપવા માટે થાય છે રેડ બર્ડ એવિએશન ભારતમાં સ્થિત એક મુખ્ય ફ્લાઈટ ટ્રેનિંગ એકેડમી છે. જે સેસના 172 ટેન્ગો ચાર્લી પ્રાઈવેટ જેટથી ફ્લાઈટ ટ્રેનિંગ આપે છે. જે અભ્યાસ માટે વિશ્વ સ્તરીય વિમાનોનો ઉપયોગ કરે છે. આ એકેડેમી બારામતી, બેલગાવી અને સિયોનીમાં પોતાના બેઝથી પાયલટ ટ્રેનિંગ આપે છે. મળતી માહિતી મુજબ સેસના 172 એસપીમાં એક બેઝિક ઓટોપાયલટ હોય છે, જેનો ઉપયોગ કોઈ નિશ્ચિત દિશામાં ઉડાન ભરવા, વીઓઆર કે આઈએલએસને કેપ્ચર કરવા અથવા વર્તમાન ઉંચાઈને કેપ્ચર કરવા થાય છે. આ પણ વાંચો : RSS : ‘બ્રાહ્મણ હોવું કોઈ લાયકાત નથી, કોઈપણ જાતિનો વ્યક્તિ સંઘ પ્રમુખ બની શકે’, મોહન ભાગવતનું મોટું નિવેદન
Read Full Story arrow_forward