android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ 2026-27, મિલકતના સામાન્ય વેરામાંથી વિધવા, માતા-બહેનોને સંપૂર્ણ મુક્તિ
calendar_today February 7, 2026

Surat મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ 2026-27, મિલકતના સામાન્ય વેરામાંથી વિધવા, માતા-બહેનોને સંપૂર્ણ મુક્તિ

સુરત મહાનગરપાલિકાની સ્થાઈ સમિતિના ચેરમેન દ્વારા 2026-27 માટેનો ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં 708 કરોડનો વધારો કરીને કુલ 11,301 કરોડ રૂપિયાની ડ્રાફ્ટ બજેટને મંજૂર કરવામાં આવ્યું છે.મિલકતના સામાન્ય વેરામાંથી વિધવા, માતા-બહેનોને સંપૂર્ણ મુક્તિ બજેટમાં સુરતના ઇતિહાસમાં પ્રથમ વખત મિલકતના સામાન્ય વેરામાંથી વિધવા, માતા-બહેનોને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. મહત્વપૂર્ણ આયોજન અને ફાયદા રજૂ કરાયેલા બજેટ મુજબ બીઆરટીએસ બસમાં સિનિયર સીટિઝન માટે મફત પાસ આપવામાં આવશે તથા સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે હાટ-મેળાનું આયોજન કરાશે. માન્ય ધાર્મિક સંપ્રદાયોને પાયાની સુવિધાઓ માટે 25 કરોડ ફાળવાયા માન્ય ધાર્મિક સંપ્રદાયોને પાયાની સુવિધાઓ માટે 25 કરોડ ફાળવાયા, જેમાં પથ્થર, રોડ, ડ્રેનેજ, વોટર કુલર અને સોલાર પેનલનો સમાવેશ થાય છે. અઠવા ઝોનમાં મહિલાઓ માટે સ્વિમિંગ પુલ બનશે સુરત મહાનગરપાલિકા ના બધા ઝોનમાં નવા આધારકાર્ડ સેન્ટર ખોલવામાં આવશે. તો મોટા વરાછા અને લીંબાયતમાં સ્વિમિંગ પુલ બનાવવાનું આયોજન છે જ્યારે અઠવા ઝોનમાં મહિલાઓ માટે સ્વિમિંગ પુલ નિર્માણ થશે. લીંબાયત અને રાંદેરમાં નવા પંપિંગ સ્ટેશન ઉભા કરાશે ઉપરાંત લીંબાયત અને રાંદેરમાં નવા પંપિંગ સ્ટેશન ઉભા કરાશે અને ટીબી મુક્ત સુરત માટે નિ:શુલ્ક બેઝિક લેબોરેટરી તપાસ અને પોર્ટેબલ એક્સ-રેની વ્યવસ્થા રહેશે.  છાપરાભાઠા ખાડી પર RCC પ્રોટેક્ટ દિવાલનું નિર્માણ હિન્દૂ મિલન મંદિર પાસે ફૂટ ઓવરબ્રિજ બનાવાશે. કતારગામ ઝોનમાં છાપરાભાઠા ખાડી પર RCC પ્રોટેક્ટ દિવાલનું નિર્માણ કરાશે. આ બજેટથી શહેરના વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને સામાન્ય નાગરિકોને સીધી રાહત મળશે અને સુરતના સ્થાનિક અર્થતંત્રને વધુ પ્રોત્સાહન મળશે તેવી અપેક્ષા છે.આ પણ વાંચો----     Patan : ઠાકોર સમાજના બંધારણના ફરી ધજાગરા ઉડ્યા, શંખેશ્વરમાં DJના તાલે જન્મદિવસની ઉજવણી કરાઇ

Read Full Story arrow_forward
Ahmedabad News : બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં જંગ, 6 માર્ચે 25 બેઠકો માટે 1.25 લાખ વકીલો કરશે મતદાન
calendar_today February 7, 2026

Ahmedabad News : બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં જંગ, 6 માર્ચે 25 બેઠકો માટે 1.25 લાખ વકીલો કરશે મતદાન

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (BCG) ની 25 સભ્યોની નવી બોડી રચવા માટે આગામી 6 માર્ચના રોજ ચૂંટણી યોજાનાર છે. આ વખતે ચૂંટણીમાં રાજ્યભરના અંદાજે 1 લાખ 25 હજાર જેટલા નોંધાયેલા વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્દેશો બાદ, આ ચૂંટણીમાં પ્રથમવાર મહિલા પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે 7 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે, જે એક ઐતિહાસિક પગલું માનવામાં આવે છે. ચૂંટણીની તારીખ નજીક આવતા જ રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા સ્તરના વકીલ સંગઠનો સક્રિય થયા છે અને પરિવર્તનની માંગ સાથે અનેક નવા ચહેરાઓ મેદાનમાં ઉતર્યા છે.વકીલોમાં પરિવર્તનનો પવન વર્તમાન સમયમાં ઉમેદવારો રાજ્યભરના વિવિધ કોર્ટ સંકુલોમાં જઈને જોરશોરથી જનસંપર્ક અભિયાન ચલાવી રહ્યા છે. યુવા વકીલોના પ્રશ્નો, જૂની પેન્શન યોજના, વકીલ પ્રોટેક્શન એક્ટ અને વેલ્ફેર ફંડ જેવા મુદ્દાઓ આ ચૂંટણીમાં કેન્દ્રસ્થાને છે. 25 પદ માટે યોજાનારી આ ચૂંટણીમાં અનેક દિગ્ગજ ધારાશાસ્ત્રીઓ અને યુવા નેતાઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. 6 માર્ચના રોજ મતદાન બાદ ગુજરાતની વકીલ આલમનું નવું નેતૃત્વ કોણ સંભાળશે તેના પર સૌની નજર ટકેલી છે. આ પણ વાંચો : Gandhinagar News : ગાંધીનગર ચેરિટી કમિશનરનો મોટો નિર્ણય, મહુડી મંદિર વિવાદમાં ચુકાદો રખાયો અનામત

Read Full Story arrow_forward
Ahmedabad News : મેટ્રોનો મોટો નિર્ણય, મેચ જોવા જનારા ફેન્સ માટે મેટ્રો હવે મોડી રાત સુધી દોડશે
calendar_today February 7, 2026

Ahmedabad News : મેટ્રોનો મોટો નિર્ણય, મેચ જોવા જનારા ફેન્સ માટે મેટ્રો હવે મોડી રાત સુધી દોડશે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારા ટી-20 વર્લ્ડકપના મેચોને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મુસાફરોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનારી હાઈ-વોલ્ટેજ મેચો દરમિયાન સ્ટેડિયમથી પરત ફરતા હજારો દર્શકોને હાલાકી ન પડે તે માટે મેટ્રોના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. હવે ક્રિકેટ ફેન્સ મોડી રાત સુધી મેટ્રો સેવાનો લાભ લઈ શકશે. ખાસ કરીને મોટેરા સ્ટેડિયમથી APMC સુધીના રૂટ પર રાત્રે 10:00 થી 12:30 વાગ્યા સુધી અને ઓલ્ડ હાઇકોર્ટથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટ પર રાત્રે 12:50 વાગ્યા સુધી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે.વર્લ્ડકપ ફીવર આ ઉપરાંત, ગાંધીનગરથી આવતા દર્શકો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મહાત્મા મંદિર રૂટ માટે રાત્રે 11:40 અને છેલ્લી ટ્રેન 12:10 વાગ્યે ઉપડશે, જેથી દૂરના વિસ્તારોમાં રહેતા લોકો પણ સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકે. સામાન્ય રીતે મેટ્રો રાત્રે 10 વાગ્યા સુધી કાર્યરત હોય છે, પરંતુ વર્લ્ડકપના ઉત્સાહને જોતા મોડી રાત સુધી ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ સુવિધાને કારણે સ્ટેડિયમ આસપાસ ટ્રાફિકનું ભારણ ઘટશે અને લોકોને ખાનગી વાહનો કે ટેક્સીના મોંઘા ભાડામાંથી મુક્તિ મળશે. આ પણ વાંચો : Ahmedabad News : બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં જંગ, 6 માર્ચે 25 બેઠકો માટે 1.25 લાખ વકીલો કરશે મતદાન

Read Full Story arrow_forward