android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: રામેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરનાર બે તસ્કરો CCTVના આધારે ઝડપાયા
calendar_today February 7, 2026

Rajkot News: રામેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરનાર બે તસ્કરો CCTVના આધારે ઝડપાયા

રાજકોટ શહેરમાં મંદિરોને નિશાન બનાવતી તસ્કર ટોળકી સામે ભક્તિનગર પોલીસે લાલ આંખ કરી છે. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પુનિત સોસાયટીમાં સ્થિત રામેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરનાર બે રીઢા તસ્કરોને પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસો પહેલા રાત્રીના સમયે તસ્કરોએ રામેશ્વર મહાદેવ મંદિરના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો.રામેશ્વર મંદિરમાં તસ્કરોએ કરી હતી ચોરીસમગ્ર ચોરીની ઘટના મંદિરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તસ્કરો અત્યંત બેખૌફ બનીને મંદિરની દાનપેટી તોડી રહ્યા છે અને તેમાંથી રોકડ રકમની ચોરી કરી રહ્યા છે. આ ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ભક્તિનગર પોલીસે તપાસ તેજ કરી હતી. ભક્તિનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી બે શખ્સો મેહુલ ઉર્ફે ભૂરી જેઠવા અને ભરત પરમારની ધરપકડ કરી છે. મેહુલ ઉર્ફે ભૂરી જેઠવા, ભરત પરમારની ધરપકડપોલીસ પૂછપરછમાં આ બંને આરોપીઓએ રામેશ્વર મંદિરમાં ચોરી કર્યાની કબૂલાત કરી છે. તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ ચાલી રહી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ જોડીએ શહેરના અન્ય કોઈ મંદિરોમાં કે રહેણાંક વિસ્તારોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે કે કેમ. ધાર્મિક સ્થળમાં ચોરીની આ ઘટના બાદ ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો, પરંતુ પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar News : ગાંધીનગર ચેરિટી કમિશનરનો મોટો નિર્ણય, મહુડી મંદિર વિવાદમાં ચુકાદો રખાયો અનામત
calendar_today February 7, 2026

Gandhinagar News : ગાંધીનગર ચેરિટી કમિશનરનો મોટો નિર્ણય, મહુડી મંદિર વિવાદમાં ચુકાદો રખાયો અનામત

ગાંધીનગર જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ જૈન તીર્થ મહુડી મંદિર હાલ ટ્રસ્ટીઓના આંતરિક વિવાદને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ટ્રસ્ટના આજીવન સભ્ય દ્વારા ટ્રસ્ટીના પદ અને વ્યવસ્થાપનને લઈને ગંભીર વાંધાઓ ઉઠાવવામાં આવ્યા છે. આ વિવાદ એટલી હદે વકર્યો છે કે સભ્ય દ્વારા ટ્રસ્ટને બંધ કરવા માટેની વિધિવત નોટિસ આપવામાં આવી છે. આ નોટિસનો ચેરિટી કમિશનર કચેરી દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે, જેના કારણે મંદિરના વહીવટમાં આગામી દિવસોમાં મોટા ફેરફારો થવાની શક્યતા સેવાઈ રહી છે.મહુડી મંદિર વિવાદ ચેરિટી કમિશનર કચેરી દ્વારા આપવામાં આવેલી નોટિસના પ્રત્યુત્તરમાં અત્યાર સુધી કોઈ નક્કર વાંધા સૂચનો રજૂ કરવામાં આવ્યા નથી. જેને પગલે કચેરીએ આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. આ કેસની આગામી સુનાવણી અને વહીવટી કાર્યવાહી 12 માર્ચે હાથ ધરવામાં આવશે. ભક્તોમાં અત્યંત આસ્થા ધરાવતા આ તીર્થધામમાં વહીવટી વિખવાદને કારણે જૈન સમાજ અને સ્થાનિક રાજકારણમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આ પણ વાંચો : Surat પોલીસનો સપાટો, ચોરીની દેશી બંદૂક સાથે ફરતા ઈસમને રાંદેર પોલીસે રંગેહાથ પકડ્યો

Read Full Story arrow_forward
Nadiadમાં મોટી શાક માર્કેટની દુકાનોમાં ભીષણ આગ, અચાનક લાગેલી આગમાં 6 જેટલી દુકાનો લપેટાઇ
calendar_today February 7, 2026

Nadiadમાં મોટી શાક માર્કેટની દુકાનોમાં ભીષણ આગ, અચાનક લાગેલી આગમાં 6 જેટલી દુકાનો લપેટાઇ

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં આવેલી મોટી શાક માર્કેટમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગમાં અંદાજે 6 જેટલી દુકાનો સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગઈ હતી.કોથળા, શાકભાજી તેમજ અન્ય ચીજવસ્તુઓ સળગી ઉઠી આગના કારણે કોથળા, શાકભાજી તેમજ અન્ય ચીજવસ્તુઓ સળગી ઉઠી હતી. ખાસ કરીને લસણ સહિતના શાકભાજીનો મોટો જથ્થો આગમાં બળીને ખાખ થયો છે. આગને કારણે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આગ વધુ ફેલાય તે પહેલાં જ ફાયર વિભાગે પરિસ્થિતિ સંભાળી લીધી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અફરા તફરીનો માહોલ આ ઘટનાથી શાક માર્કેટ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.આ પણ વાંચો-----   ઠાકોર સમાજના બંધારણના ફરી ધજાગરા ઉડ્યા, શંખેશ્વરમાં DJના તાલે જન્મદિવસની ઉજવણી કરાઇ

Read Full Story arrow_forward